________________
કળશ- ૨૧૭
૪૧૯
ત્રણકાળ ત્રણલોક જાણવાની જેની તાકાતા એ પરમાત્મા એમ ફરમાવે છે.. આહાહા.. જેના પંથમાં સર્વજ્ઞ પરમાત્મા નથી તો એણે ત્રણકાળ ત્રણલોક જોયા નથી, તો એની વાતમાં સત્ય વાત હોતી નથી. સમજાય છે કાંઈ? કેમ? કે, આ આત્માનું સ્વરૂપ જ સર્વજ્ઞ–શસ્વરૂપ-પૂર્ણ સ્વરૂપ જ આત્મા છે. એ જ્ઞ-સ્વરૂપ, સર્વજ્ઞ સ્વરૂપ છે એનું અંતર એકાગ્રતામાં ધ્યાન કરતા કરતા રાગથી ભિન્ન કરતા કરતા સ્વરૂપમાં સ્થિરતા થઈ ગઈ તો સર્વજ્ઞ પર્યાય પ્રગટ થઈ ગઈ. જે શક્તિરૂપે સર્વજ્ઞ સ્વભાવ હતો એ વ્યક્તરૂપે દશા થઈ ગઈ એનું નામ સર્વજ્ઞ પરમાત્મા કહેવામાં આવે છે. શબ્દ શબ્દમાં એક અક્ષર આઘોપાછો થાય તો ભૂલ થાય એવી વાત છે. આ તો સિદ્ધાંત છે.
મુમુક્ષુ :- આત્મા પરમાત્મામાં આ ફેર છે. ઉત્તર :- ફરક આ છે. માનતો નથી ઈ. છે તો પરમાત્મ સ્વરૂપ જ. મુમુક્ષુ :- આત્મામાં વિકાર આવી શકે છે, પરમાત્મામાં વિકાર નથી.
ઉત્તરઃ- પરમાત્માને પર્યાયમાં વિકાર ખલાસ થઈ ગયો. અહીંયાં પર્યાયમાં–અવસ્થામાં વિકાર છે, વસ્તુમાં નથી. વસ્તુ તો પરમાત્મ સ્વરૂપ જ આત્મા છે. પણ પર્યાય એની દશા છે એમાં વિકાર છે. પરમાત્મા થઈ ગયા એમની દશામાં વિકાર પણ નથી. ત્રિકાળમાં પણ નથી અને દશામાં પણ નથી. અને અહીંયાં તો આત્મામાં ત્રિકાળ વસ્તુમાં વિકાર નથી પણ એની વર્તમાન દશા-હાલતમાં–પર્યાયમાં વિકાર છે. આહાહા...! “શશીભાઈ ! આહાહા...!
કહે છે કે, એ રાગનું સામર્થ્ય નથી કે આત્માને રાગનો કર્તા બનાવી ચે. આહાહા.! શું કહે છે, સમજાયું? એ શબ્દ છે અહીંયાં. છે? કોઈ પોતાના કર્મનો ઉદય કાર્ય જે તે પ્રકારે કરવાને સમર્થ નથી.” આહાહા.! જ્યાં પોતાનું સ્વરૂપ રાગ અને પુણ્યથી ભિન્ન જાણ્યું એવી દૃષ્ટિ જ્યાં ચૈતન્ય તત્ત્વ ઉપર આવી ગઈ. આહાહા...! તો પછી રાગનું સામર્થ્ય નથી, રાગની તાકાત નથી કે આત્માને રાગનું કર્તુત્વ મનાવી ચે. એવું રાગમાં સામર્થ્ય નથી. આહાહા...! ઝીણી વાત, બાપુ દુનિયાની વાત બધી જાણીએ છીએ. ઘણા પ્રકારો છે. આ વાત કોઈ જુદી જ છે. આહાહા..! અત્યારે તો સાંભળવા મળવી કઠણ થઈ ગઈ છે. આહાહા...!
સન્યાસ કોને કહે છે? લ્યો, ડૉક્ટર! સન્યાસી થવું છે? પહેલા રાગ ને પુણ્ય-પાપના ભાવ એ મારી ચીજ નથી, મારી ચીજ આનંદ સ્વરૂપ છે એવો અનુભવ થવો એ મિથ્યા રાગનો ત્યાગી–સન્યાસી છે. ત્યારે એ રાગનો ત્યાગી થાય છે. અને પછી અસ્થિરતા જે થાય છે તેને પણ સ્વરૂપમાં સ્થિરતા કરીને, આનંદમાં જામીને રાગનો અભાવ થાય છે તો એ પૂર્ણ સન્યાસી થયો. બાકી બહારના ત્યાગ, બાયડી, છોકરા છોડે એ સન્યાસી-ફન્યાસી છે જ નહિ, બધા ભોગી અને રોગી છે.
મુમુક્ષુ :- આત્મા પરમાત્મામાં કેટલો ફેર છે? ઉત્તર :- એ પર્યાયમાં ફેર છે, વસ્તુમાં ફેર નથી, શક્તિ-સ્વભાવમાં ફેર નથી. સ્વભાવ