________________
૪૧૮
કલામૃત ભાગ-૬
ફે૨. બધી વાતમાં ફેર. ડૉક્ટર તમારા દવાખાનામાં આવી વાત કોઈ દિ નહિ આવી હોય. ધર્મને બહાને અત્યારે ફેરફાર બહુ, શું કહીએ હવે એને? બહુ ફેર થઈ ગયો. આહાહા..! ભગવાન અંદર સચ્ચિદાનંદ પ્રભુ પોતાને ભૂલીને.. આહાહા..! એ પુણ્ય ને પાપના ભાવના રાગભાવનો કર્તા રચનાર થાય છે એ મિથ્યા ભ્રાંતિ, અજ્ઞાન ને સંસાર છે. સમજાય છે કાંઈ? એ ભ્રાંતિ જેણે પોતાના શુદ્ધ સ્વરૂપ પવિત્ર પરમાત્મા, સર્વજ્ઞ પરમાત્મા જ પોતાનું સ્વરૂપ છે, આહાહા..! સર્વજ્ઞ-સર્વને જાણવું. પરિપૂર્ણ જ્ઞાન, જે જ્ઞાનમાં બધાને જાણવું, બસ! કોઈને કરવું એવો એનો રાગાદિનો સ્વભાવ નથી. આહાહા..! સમજાય છે કાંઈ? એવા અજ્ઞાનનો નાશ કરીને પુણ્ય-પાપના ભાવ મારા છે અને મારી ત્રિકાળી ચીજ છે એમાં એને ખતવતો હતો, ખતવતોને શું કહે છે? ભેળવતો હતો. એ ભેળવવાનું ધર્મી જીવે છોડી દીધું. આહાહા..! શરીર તો મારું નહિ, વાણી મારી નહિ પણ અંદર પુણ્ય-પાપના ભાવ થાય છે એ પણ મારી ચીજ નહિ. એ તો મારા જાણવામાં આવે છે કે, છે, બસ! એ શેય તરીકે જાણવામાં આવે છે. અજ્ઞાનમાં મારા છે એમ જાણવામાં આવતું હતું. આહાહા..! દૃષ્ટિ ફે૨ે મોટો ફેર છે.
ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ પ્રભુ, એની દૃષ્ટિ રાગ અને પુણ્યના પ્રેમથી છૂટીને સ્વભાવ પ્રત્યે ત્રિકાળી આનંદના નાથ પ્રત્યે પ્રેમ થયો, અંત૨માં એકાગ્રતા થઈ તો એ સમ્યગ્દષ્ટિને ભલે થોડા રાગાદિ થાય છે પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી થાય છે). સર્વશ દશામાં પૂર્ણ ન થાય ત્યાં સુધી અલ્પજ્ઞ પ્રાણીને રાગ થાય છે પણ એ રાગ જાણવા લાયક રહે છે. આહાહા..! સમ્યગ્દષ્ટિ ધર્મીને રાગ જાણવા લાયક રહે છે. છે, બસ! વાત તો એવી છે, ભગવાન! આહા...!
પ્રભુ! તું કોણ છો? ભગવંત! તારી ચીજ શું છે? આહાહા..! તારામાં તો પ્રભુ ભગવંત તારામાં તો અનંત અતીન્દ્રિય આનંદ પડ્યો છે. આહાહા..! અતીન્દ્રિય જ્ઞાન પ્રભુ તારામાં પડ્યું છે, ભગવંત! આહાહા..! એ ચીજને જાણે નહિ અને કૃત્રિમ પુણ્ય અને પાપના વિકારને જાણીને ત્યાં રોકાય જાય એ મોટી ભ્રાંતિ-ભ્રમણા છે. આહાહા...!
કહે છે કે, સમ્યગ્દષ્ટિ જીવને જાણવા માટે છે, કોઈ પોતાના કર્મનો ઉદય જે તે પ્રકારે કરવાને સમર્થ નથી.' શું કહે છે? કર્મનો ઉદય આવે છે, રાગ આવ્યો પણ એ રાગ પોતામાં આત્મામાં છે એમ ક૨વાને એ સમર્થ નથી. રાગ આવે છે પણ રાગની તાકાત નથી કે આત્મામાં (એ રાગ) પોતાનો છે, એમ માનવાનું કરે. હું તો જ્ઞાતા-દૃષ્ટા સાક્ષી ચિદાનંદ સ્વરૂપ છું. રાગ થાય છે તો એને હું જાણનારો છું. આહાહા..! ઝીણી વાત બહુ, બાપુ! આહાહા..! ધર્મદૃષ્ટિ કોઈ અલૌકિક છે. સાધારણ લોકોએ માની લીધો છે એવો ધર્મ નથી. ઈશ્વર ભક્તિ કરવી ને ફલાણું કરવું એ તો બધો રાગ છે, ભગવાન! આહાહા..!
અહીંયાં તો કહે છે, પ્રભુ! સર્વજ્ઞ ૫રમેશ્વર ત્રિલોકનાથ, જેણે એક સેકંડના અસંખ્યમાં ભાગમાં પોતાની જ્ઞાનની પર્યાય ત્રણકાળ ત્રણલોકને જાણે એવી પર્યાય-અવસ્થા પ્રગટી કરી.