________________
૪૨૨
કલશામૃત ભાગ-૬
સમ્યગ્દષ્ટિ જીવે પોતામાં એ પુણ્ય અને પાપના મેલથી ભગવાન નિર્મળાનંદ ભિન્ન છે એવો અનુભવ કર્યો તો એના જ્ઞાનમાં તાકાત નથી કે રાગનો કર્તા થાય અને રાગની તાકાત નથી કે આત્માના જ્ઞાનને રાગનું કર્તા બનાવી દે. એ રાગમાં તાકાત નથી. આહાહા..! ઝીણી વાત છે, પ્રભુ! આહાહા...! અંદરમાં ચૈતન્યના સ્વભાવનું ભાન, દેહ અને પુણ્ય-પાપના વિકલ્પથી ભિન્ન છે એવું ભાન થયું તો કહે છે કે, એ જ્ઞાનમાં એવી તાકાત ઉત્પન્ન થઈ, દશામાં કે રાગ થાય છે તેનો કર્તા ન બને, એવી તાકાત ઉત્પન્ન થઈ. આહાહા.! અને રાગની એવી તાકાત રહી કે આત્માને રાગનો કર્તા બનાવી દે એવી રાગમાં તાકાત ન રહી. શેય બનાવીને રહે. આહાહા.! ધર્મીને રાગ આવે છે, જ્યાં સુધી વીતરાગ સર્વજ્ઞ ન હો ત્યાં સુધી રાગ આવે છે પણ એ રાગની તાકાત નથી કે આત્માને રાગનો કર્તા બનાવી દે. રાગનો કર્તા આત્માને બનાવી દે એવી તાકાત નથી અને આત્માની તાકાત નથી કે રાગનો કર્તા થાય. એ તો જાણનાર રહે છે. આહાહા...! સમજાય છે કાંઈ? શું નામ તમારું નરેન્દ્ર? પ્રવીણભાઈ! ઠીકા આવી વાત ન્યાં ક્યાંય મળે એવું નથી. શું કહેવાય તમારું ઇ? લાદી. લાદી તો અહીં થાનમાં, ત્યાં તમારે બીજું હશે કે નહિ? ગામમાં તો ધંધો બીજો હશે કે નહિ? આડતનો. આહાહા...!
મુમુક્ષુ :- આત્મા, જ્ઞાન અને રાગ એ જે ત્રણ ચીજ છે.
ઉત્તર :- આત્મા જ્ઞાનસ્વરૂપી છે. સાકર અને મીઠાશ એવા બે નામ આવે છે. સાકર છે ને સાકર પણ મીઠાશ અને સાકર બેય એક જ ચીજ છે.
મુમુક્ષુ :– જ્ઞાન અને આત્મા એક જ ચીજ છે?
ઉત્તર :– જ્ઞાન અને આત્મા એક ચીજ છે. જ્ઞાન અને આત્મા બે એક ચીજ છે. જ્ઞાન ગુણ છે, ભગવાન આત્મા ગુણી છે. જ્ઞાનનો ધરનારો આત્મા છે અને જ્ઞાન તેમાં રહે છે. એ આત્મા જ્ઞાનસ્વરૂપ છે. બે ચીજ એમાં નથી. એની દશામાં બે ભિન્ન છે. હાલતમાંવર્તમાન દશામાં રાગાદિ છે એ ભિન્ન ચીજ છે.
મુમુક્ષુ :- રાગને મટાડનાર તો જ્ઞાન છે. ઉત્તર :- જ્ઞાનસ્વરૂપમાં અંદર દૃષ્ટિ જાય તો હટી જાય. મુમુક્ષુ :- રાગને મટાડનાર જ્ઞાયક છે. ઉત્તર :- જ્ઞાયક છે, જ્ઞાન છે. મુમુક્ષુ :- આત્મા તો જુદો રહે છે જ્ઞાનથી.
ઉત્તર :- નહિ, નહિ. જ્ઞાનસ્વરૂપી જ આત્મા છે. એ જ્ઞાયક પોતે જ આત્મા છે. છે ઝીણી વાત છે. એ જ્ઞાયક આત્મા જ્યાં રાગથી ભિન્ન થયો તો પર્યાયમાં જ્ઞાયક થયો. વસ્તુમાં તો હતો. ઝીણી વાત બહુ બહુ મુશ્કેલ. પર્યાય ન માને ને એ લોકોને પર્યાયની ખબર નથી. વસ્તુ છે ઇ ત્રિકાળ છે અને એમાં બદલતી પર્યાય છે, અવસ્થા છે. જેમ સુવર્ણ