________________
કળશ-૨૧૭
૪૨૩
છે ને સુવર્ણ? સોનું. ચેન થાય છે ને? એને ચેન કહે છે ને શું કહે છે? ઇ ચેન આખા સોનારૂપે છે. એ મકોડાદીઢ સોનું છે અને આખી ચીજ સોનું છે પણ એમાંથી કડા, કુંડળ, વીંટી થાય છે એ એની અવસ્થા છે, દશા છે. સોનું સોનારૂપે રહીને અવસ્થા પલટે છે. કડાનું કુંડળ થાય છે, કુંડળના બાજુબંધ થાય છે, વગેરે. એ બધી પર્યાય કહેવામાં આવે છે. એ પર્યાય સોનાની છે.
એમ આત્મા અને જ્ઞાન બે એક હોવા છતાં એની પર્યાયમાં વિચા૨ બદલાય છે, અલ્પજ્ઞપણું, રાગપણું, સર્વજ્ઞપણું એ બધી પર્યાય છે. ઝીણી વાતું બહુ, બાપુ! વસ્તુનું જ્ઞાન જ અત્યારે ઘટી ગયું આખું. બહારની માથાકૂટમાં મરી ગયો. આહાહા..! અંત૨ ભગવાન એ જ્ઞાન અને આત્મા બેય એક જ ચીજ છે. જેમ સાકરની મીઠાશ અને સાકર એક જ ચીજ છે. મીઠાશ કાઢી નાખો સાકર રહે ક્યાં? સાકર કાઢી નાખો તો મીઠાશ રહે ક્યાં? મીઠાશનો પિંડ જ સાકર છે, એમ જ્ઞાન અને આનંદનો પિંડ જ આત્મા છે. આહાહા..! શશીભાઈ’! ભાષા તો સાદી થાય છે. આહાહા..!
પ્રભુ! અંદર એવો છે. અહીં તો કહે છે. આ બે બોલમાં તો ગજબ કર્યો છે! હૈં? પ્રભુ! તારી ચીજ તેં જ્યારે અંદરમાં જાણી કે રાગ અને પુણ્યના, દયા, દાન, વ્રત, ઈશ્વરની ભક્તિ એ બધા રાગથી ભિન્ન મારી ચીજ છે. એવા આત્માને જાણ્યો ત્યારે એની દૃષ્ટિ સત્ય થઈ અને સત્ય દૃષ્ટિ થઈ તો રાગનો કર્તા થાય એવું સત્ય દૃષ્ટિમાં રહેતું નથી અને રાગની તાકાત નથી કે આત્માના જ્ઞાનમાં રાગનું કર્તાપણું કરાવી દે, એવી રાગમાં તાકાત ન રહી. રાગ જ્ઞેયરૂપ રહે છે, આત્મા જ્ઞાનરૂપ જાણે છે. જ્ઞાનની તાકાત નથી કે રાગને કરે. રાગની તાકાત નથી કે આત્માના જ્ઞાનને રાગનો કર્તા બનાવે.
મુમુક્ષુ :આત્માનો અનુભવ કેવી રીતે થાય છે? રાગની તાકાત નથી તો કેવી રીતે ઉપરથી પડી જાય છે?
ઉત્તર :– અજ્ઞાનપણે માને છે. એ તો કહ્યું ને? પોતાના આત્માનું અજ્ઞાન કરે છે, પોતે આત્મા. અપને કો આપ ભૂલકર' રાગનો કર્તા થાય છે. એ ખબર નહિ, આખી ચીજ ફેર છે. ભૂલ એની દશામાં છે. ભૂલ આત્મા કરે છે. હેં?
મુમુક્ષુ :– બે વસ્તુ માનવાની નહિ ને.
ઉત્તર :– દ્વૈત છે, વસ્તુ દ્વૈત છે. અહીંયાં ઘણી ચર્ચા થાય છે. એક પરમહંસ આવ્યો હતો. તમારા મોતીલાલ', નહિ? તે દિ'. (સંવત) ૧૯૯૫ ની સાલ, આઠસોનો પગાર હતો. રેલ.. રેલ. ત્યાં વ્યાખ્યાનમાં કાયમ આવતા હતા, વેદાંતી. પછી પરમહંસ થઈ ગયા. પછી અહીંયાં આવ્યા હતા. ચર્ચા ખૂબ થઈ. એ દ્વૈત માને નહિ, અદ્વૈત માને. અદ્વૈત ન માને તો અનુભવ શું? આત્મા અને આત્માનો અનુભવ, એ તો દ્વૈત થઈ ગયું. અને ભૂલ જો ન માનો તો ભૂલ કાઢવાનો જે વેદાંતે (ઉપદેશ) કર્યો કે, ભૂલ કાઢો. તો ભૂલ છે કે નહિ?