________________
૪૨૪
કિલશામૃત ભાગ-૬
છે તો કાઢવી છે કે નહિ? છે તો એમાં છે કે પરમાં છે?
મુમુક્ષુ :- ઇ માયા છે.
ઉત્તર :- માયા. યામા તે નહિ પણ, તે નહિ ત્રિકાળી તે નહિ. પણ વર્તમાન છે કે નહિ? એ તો બધાની ખબર છે. માયા, યા-મા. યા – તે નહિ. પણ એ “તે નહિ એ તો ત્રિકાળી તે નહિ. પણ એની વર્તમાન દશામાં, આત્માની વર્તમાન પર્યાયમાં વિકાર થાય છે, અજ્ઞાની કરે છે. આહાહા! સમજાય છે કાંઈ?
અહીંયાં તો બેને ભિન્ન કરી દીધા. હવે શું કહે છે? જુઓ. “તત જ્ઞાનં જ્ઞાનં મવત' તે કારણથી જ્ઞાન અર્થાત્ જીવવસ્તુ...” જુઓ ઠીક જ્ઞાનનો અર્થ જ જીવવસ્તુ એ જ્ઞાન. જ્ઞાનસ્વરૂપી જીવવસ્તુ. પ્રજ્ઞાબ્રહ્મ સ્વરૂપ. પ્રજ્ઞાનો ઢગલો એ જીવ. એટલે જ્ઞાનનો અર્થ કર્યો, ભાઈ! જ્ઞાન એટલે જીવવસ્તુ. છે? “જ્ઞાન ભવતુ “શુદ્ધ પરિણતિરૂપ થઈને... આહાહા..! શુદ્ધસ્વરૂપના અનુભવસમર્થ હો.” આહાહા...! ભગવાન તું તો આનંદ અને શુદ્ધ છો ને! તો તારી અનુભૂતિમાં શુદ્ધનો અનુભવ કરો, ત્યારે શુદ્ધ છે એવી તને પ્રતીતિ અને અનુભવ થશે. આહાહા.. એ રાગનો અનુભવ છે તે મલિનતાનો અનુભવ છે), એ તારી ચીજ નહિ. ભ્રાંતિમાં તું પડ્યો છો. આહાહા..! શુદ્ધનો અનુભવ કરો. રાગના વિકલ્પથી ભિન્ન નિર્વિકલ્પ ચીજ જે ભગવાન આત્મા, જીવવસ્તુ એનો અનુભવ કરો. એટલે શુદ્ધ પરિણતિ પ્રગટ કરો. એટલે? જે શક્તિરૂપે શુદ્ધ છે અને વર્તમાન દશારૂપે પ્રગટ કરો. આહાહા.! સમજાય છે કાંઈ છે? ભાષા તો સાદી છે, કઠણ, પણ અનંતકાળમાં અભ્યાસ ન મળે. આ ડૉક્ટરનો અભ્યાસ કરવા જાય તો દસ વર્ષ કાઢે છે. આ વકીલાતનો અભ્યાસ કર્યો હશે ત્યારે “રામજીભાઈએ દસ-પંદર વર્ષ મજૂરી નહિ કરી હોય? આ તો સમજવા માટે. એલ.એલ.બી. થવું હોય તો કેટલાય વર્ષ ગાળે છે કે નહિ? કેટલા વર્ષ ગાળે એટલે એટલા વર્ષ અભ્યાસમાં રોકાય છે ને ડૉક્ટરમાં પણ થોડા વર્ષ અભ્યાસ કરે છે કે નહિ? તો આ તો અનંતકાળમાં કદી અભ્યાસ જ કર્યો નથી. તો એને માટે થોડો કાળ તો જોઈએ. આહાહા! અજ્ઞાનપણે પણ કેટલો કાળ અભ્યાસમાં ગાળે છે તો આ તો સમ્યજ્ઞાન કરવાની ચીજમાં તો કાળ કાઢવો જોઈએ. આહાહા...!
વર્તમાનમાં તો ઘણો ફેરફાર થઈ ગયો કંઈક કંઈક લોકોએ માન્યું છે. કોઈ કહે કે, આત્મા તદ્દન શુદ્ધ જ છે. કોઈ કહે કે, આત્મા ત્રિકાળી અશુદ્ધ જ છે, કોઈ કહે કે, આત્મા સર્વવ્યાપક છે, આ બધું થઈને. બધી ભ્રાંતિ છે. કોઈ કહે પુણ્યથી ધર્મ થાય છે. કોઈ કહે, પાપ કરતા કરતા પછી નિર્વિકલ્પ થઈ જાય છે. આહાહા.! એમ કહે છે ને? ઓલો રજનીશ. રજનીશ” છે. એ કહે પહેલા ખૂબ દાંત કાઢો, ખૂબ દાંત કાઢો પછી નિર્વિકલ્પ થઈ જશો. ખૂબ રડો. રૂદન કર્યા પછી નિર્વિકલ્પ થઈ જશો. આહાહા.! અરે. પ્રભુ એ ચીજ એવી નથી. “રજનીશનું સાંભળ્યું છે? એક રજનીશ” છે.