________________
કળશ-૨૧૭
૪૨૫
મુમુક્ષુ :– એ રાગનું અધ્યયન કરે છે.
-
ઉત્તર ઃ– એટલું પકડ્યું. એ મુંબઈમાં હતો પછી ત્યાંથી કાઢ્યો. અત્યારે પહેલા પુના’માં હતો, હવે પુના’માંથી પણ કાઢ્યો. કારણ કે એ એમ કહે છે કે, અંદર કોઈપણ વ્યભિચારનો રાગ આવ્યો તો વ્યભિચાર સેવવો. તો નિર્વિકલ્પ થવાય છે. અર........! બધી ગડબડ છે. બધું ખોટું છે. હવે ‘કચ્છમાં પણ તકરાર થઈ છે. હવે ‘કચ્છ’ ગયો છે તો ત્યાં જમીન લીધી છે. યુવરાજ રાજકુમા૨ છે...
મુમુક્ષુ :– ઉપરના આત્માને નીચે કેવી રીતે લઈ જવો તેની વાત કરે છે.
ઉત્તર = નીચે લઈ જવાની વાત છે. આહાહા..! વિષયની વાસનાનો વિકલ્પ આવ્યો પણ એથી વિષય ભોગવો તો રાગનો નાશ થશે એ વાત તદ્દન પાખંડ છે. આહાહા..! એ તો ત્યાં સુધી કહેતો હતો કે, આત્માનો જે જ્ઞાનાનંદ છે એ ભોગાનંદમાં પણ આનંદ આવે છે. અરે.....! પ્રભુ! શું કરે છે આ? ભોગમાં પણ આનંદ આવે છે એ આત્માના આનંદનો એક નમૂનો છે. અર.........!
મુમુક્ષુ :- જેમ દારૂ પીને મસ્ત થઈ જાય છે.
ઉત્તર ઃ– મસ્ત થાય છે, એવું દુઃખ છે. ભોગમાં તો પાપનો ભાવ છે. અર......! આહાહા..! વિષયસુખમાં બુદ્ધિ, એ સુખબુદ્ધિ મહાપાખંડ અજ્ઞાન છે. ભગવાન આનંદ સ્વરૂપની બુદ્ધિ છોડીને વિષયમાં સુખ છે એ મહાપાપ છે. એવી હિંદની વિદ્યા જ નથી, હિન્દુસ્તાનની વિદ્યા જ જુદી જાતની છે. આહાહા..!
‘શુદ્ધ પરિણતિરૂપ થઈને શુદ્ધસ્વરૂપના અનુભવસમર્થ હો.’ જુઓ! ભગવંત! તું આનંદનો નાથ છો ને, પ્રભુ! આહાહા..! તો રાગથી ભિન્ન થઈને શુદ્ધ સ્વરૂપની દશા પ્રગટ કરો. આહાહા..! એ ધર્મ છે. ‘કેવું છે શુદ્ધ જ્ઞાન?” ‘ન્યતાજ્ઞાનમાવું” “દૂર કરી છે મિથ્યાત્વભાવરૂપ પરિણિત જેણે...' આહાહા..! કેવા સ્વરૂપનું ભાન ત્યાં થયું? કે જેમાં ભ્રાંતિનો નાશ થઈ ગયો. વિષયમાં સુખ છે, પૈસામાં સુખ છે, પુણ્યભાવમાં સુખ છે એવી ભ્રાંતિ હતી, એ આત્માનું જ્ઞાન થયું તો ભ્રાંતિનો નાશ થઈ ગયો. આહાહા..! આનંદ તો મારી ચીજમાં છે. મૃગની નાભિમાં કસ્તુરી. મૃગ હોય છે ને, મૃગ? (એની) નાભિમાં કસ્તુરી (છે) પણ કસ્તુરીની કિંમત નથી. મૃગ હોય ને, મૃગ? હરણ. નાભિમાં કસ્તુરી છે. સુગંધ આવે છે તો બહારથી આવે છે એમ લાગે છે, પણ આ અંદરમાં છે એની ખબર નથી. એમ અજ્ઞાનીનો આત્મા ૫૨માં સુખ છે એવી બુદ્ધિ, એમ માનતો મૃગલા જેવો છે. પોતાના ભગવાનઆત્મામાં આનંદ છે એવી દૃષ્ટિ કરતો નથી અને પુણ્ય કરતા કરતા મને ધર્મ થશે એ પણ બધી ભ્રાંતિ છે. આહાહા..! સમજાણું કાંઈ? સદાચરણ વ્યવહાર કરો, સદાચરણ કરો પછી લાભ થશે. ધૂળેય નહિ થાય, સાંભળને!
અહીં તો કહે છે, ‘ચવત્તાજ્ઞાનમાવું” દૂર કર્યો છે અજ્ઞાનભાવ જેણે. આવું થતાં કાર્યની