________________
૪૨૬
કિલશામૃત ભાગ-૬
પ્રાપ્તિ કહે છે-' હવે શું થયું? કહે છે, જ્યારે પોતાના સ્વરૂપની દૃષ્ટિ, અનુભવ થયો તો પુણ્ય-પાપમાં ધર્મ છે, પુણ્યમાં સુખી છે એવી ભ્રાંતિનો નાશ થયો. નાશ થઈને કેવું કાર્ય થયું? કાર્ય કેવું થયું? આહાહા..! છે? “થેન પૂરૂમાવ: મવતિ' જે શુદ્ધ જ્ઞાન વડે પૂર્ણ સ્વભાવ અર્થાત્ જેવું દ્રવ્યનું અનંત ચતુષ્ટયરૂપ છે...” શું કહે છે કે, આત્મામાં અનંત બેહદ આનંદ, જ્ઞાન છે એ અંતરમાં એકાગ્ર થઈને એ શક્તિરૂપે જે અનંત આનંદ હતો એ દશામાં અનંત આનંદ પ્રગટ થયો. જેમ લીંડીપીપરમાં, છોટીપીપરમાં ચોસઠ પહોરી તીખાશ અંદર ભરી છે, ઘૂંટવાથી બહાર આવે છે, પણ પ્રાપ્તની પ્રાપ્તિ છે. છે તે મળે છે. એમ આત્મામાં અતીન્દ્રિય આનંદ છે તેનું ધ્યાન કરવાથી, તે તરફનું લક્ષ કરવાથી વ્યક્તિ નામ પ્રગટ, અનંત આનંદ પ્રગટ થાય છે. એ કાર્ય પોતાનું છે. આહાહા...! બાકી થોથા છે. આહાહા...! આવી વાત સાંભળતા અજાણ્યા માણસને આકરું પડે. આ શું કહે છે? પાગલ જેવી વાત. બાપુ! સાંભળ, ભાઈ! આહાહા...!
અંતર પ્રભુ ચૈતન્ય સ્વરૂપ શક્તિરૂપે સ્વભાવરૂપે અનંત આનંદ, જ્ઞાન છે તેનો રાગથી ભિન્ન પડીને અંતરમાં ધ્યાન કરતા કરતા કરતા પૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ જશે. સર્વજ્ઞ જ્ઞાન પ્રગટ થશે, અનંત આનંદ પ્રગટ થશે, તેનું નામ મુક્તિ છે. આહાહા.! છે? “જેવું દ્રવ્યનું અનંત ચતુષ્ટયસ્વરૂપ છે. વસ્તુનો અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત દર્શન એવું સ્વરૂપ અંદરમાં છે. કળી છે ને, કળી? ફૂલની કળી, મોગરાની કળી ખીલે છે તો આમ અંદર શક્તિ છે તો ખીલે છે. એમ આત્મામાં અનંત જ્ઞાન, અનંત આનંદ શક્તિરૂપ છે તેને રાગથી ભિન્ન પડીને અંતર શુદ્ધનો અનુભવ કરતા કરતા પર્યાયમાં–અવસ્થામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ ખીલી નીકળશે. એ મુક્તિ થઈ. બીજું કોઈ કાર્ય આત્મામાં છે નહિ. આહાહા.! આ કાર્ય ઉત્પન્ન થાય છે, કહે છે. તેવું પ્રગટ થાય છે.'
“ભાવાર્થ આમ છે કે મુક્તિપદની પ્રાપ્તિ થાય છે.” એમ કહે છે. અનંત આનંદ સ્વરૂપ ભગવાન, અનંત ચતુષ્ટય શક્તિરૂપ સ્વરૂપ એને રાગથી ભિન્ન કરી, અનુભવ કરતા કરતા, અનુભવ કરતા કરતા પૂર્ણ આનંદની દશા પ્રગટ થશે, પૂર્ણ જ્ઞાનની દશા પ્રગટ થશે એનું નામ મુક્તિ છે. પછી તેને અવતાર નથી, સંસાર નથી, ભવભ્રમણ નથી. અનંત આનંદનું વેદન, બસ! એ મુક્તિ. આહાહા.! અતીન્દ્રિય અતીન્દ્રિય અનંત આનંદ, તેનું વેદન અને અતીન્દ્રિય પૂર્ણ જ્ઞાન, એ પર્યાય એમાં છે એ જાણે છે, દેખે છે, અનુભવે છે, બસએનું નામ મુક્તિ છે. આવું છે.
સંસારમાં શું કરે છે? બહુ તો રાગ ને દ્વેષ કરે છે અને રાગ-દ્વેષને ભોગવે છે, બસા પૂર્ણ થયો ત્યાં વીતરાગ દશાને કરે છે અને વીતરાગ દશાને ભોગવે છે. આહાહા...! સમજાય છે કાંઈ? કેવો છે પૂર્ણ સ્વભાવ અર્થાત્ સ્વરૂપ?” “માવામાવી તિરય આહાહા.! “ચતુર્ગતિસંબંધી ઉત્પાદ-વ્યયને સર્વથા દૂર કરતું થકું.” ભાવ-અભાવ. જે ગતિનો ઉત્પાદ