________________
કળશ- ૨૧૭
૪૨૭
છે, આ મનુષ્ય ગતિ, સ્વર્ગ ગતિ, ઢોર ગતિ એ ઉત્પાદ છે, એનો અભાવ. જે ભાવ છે તેનો અભાવ કરીને. આહા...! સમજાય છે કાંઈ? ભાવ-અભાવ. જે આ સંસારમાં રાગથી મનુષ્ય ગતિ મળે છે, મનુષ્ય ગતિ એટલે) આ શરીર નહિ. આ તો જડ છે. અંદર મનુષ્યપણાની યોગ્યતા છે. એ ગતિનો ઉદય છે. એ ભાવ છે. એ ભાવનો અભાવ કરી નાખે છે. આહાહા...! ચાર ગતિમાં ઉત્પન્ન થવું અને ચાર ગતિમાં વ્યય થવું, ચાર ગતિ છે ને? મનુષ્ય, તિર્યંચપશુ, નીચે નરક છે, ઉપર સ્વર્ગ છે (એમ) ચાર ગતિ છે. ચારે ગતિ પરિભ્રમણનું કારણ છે. એ ભાવ જે ઉત્પન્ન થતા હતા તેનો અંતર અનુભવ કરતા કરતા પૂર્ણ આનંદની પ્રાપ્તિ થઈ તો ભાવ જે ચાર ગતિના હતા તેનો અભાવ થઈ ગયો. અતીન્દ્રિય આનંદનો ભાવ પ્રગટ થયો ત્યારે ચાર ગતિના ઉત્પાદના ભાવનો અભાવ થઈ ગયો. અસ્તિ-નાસ્તિ. આહાહા...! સમજાય છે કાંઈ?
“ચતુર્ગતિસંબંધી ઉત્પાદ-વ્યયને સર્વથા.” ઝીણી વાત છે. વસ્તુનું સ્વરૂપ ઉત્પાદ-વ્યયધ્રુવ યુક્ત સત્ છે. નવી નવી અવસ્થા ઉત્પન્ન થાય છે, જૂની અવસ્થાનો વ્યય થાય છેઅભાવ થાય છે, ધ્રુવપણે કાયમ રહે છે. એવી વસ્તુની સ્થિતિ છે. તો જ્યારે આત્માનો રાગથી ભિન્ન પડીને અનુભવ કર્યો, અનુભવ કરતા કરતા જ્યાં પૂર્ણ આનંદ પ્રગટ થયો, એ ભાવ પ્રગટ થયો. તો સંસારની ગતિનો જે ભાવ હતો એનો અભાવ થઈ ગયો. અંદરનો ભાવ હતો એ ભાવ પ્રગટ થયો અને ગતિનો ઉત્પાદ ભાવ હતો તેનો અભાવ થઈ ગયો. આહાહા..!
મુમુક્ષુ :- ભાવઅભાવ, અભાવઅભાવ. ઉત્તર :– એ જુદી. એ ષટુ શક્તિ છે ને? એ જ્યારે ચાલે ત્યારે વાત, ભઈ!
અહીં તો એટલી જ વાત કરી કે, આત્માના અંતર સ્વભાવમાં પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, બેહદ શાંતિ ને વીર્ય પડ્યું છે. એ અંતર ધ્યાનથી જે ભાવ અંદરમાં હતો એ પર્યાયમાં ભાવરૂપે આવ્યો, દશા પ્રગટ થઈ. એક વાત. અને જે ચાર ગતિનો ભાવ હતો, ઉત્પાદ ભાવ હતો એનો અભાવ કર્યો. આ ભાવનો ભાવ કર્યો અને આ ભાવનો અભાવ ભાવ કર્યો. આહાહા...!
ફરીને, જે અંદરમાં ભાવ હતો-અનંત ચતુષ્ટય શક્તિ, એનો શક્તિરૂપ ભાવ હતો, સ્વભાવરૂપ ભાવ હતો, સ્વરૂપરૂપ ભાવ હતો તેને પ્રગટ પર્યાયમાં ભાવ કર્યો, અવસ્થામાં અનંત જ્ઞાન, અનંત દર્શન ભાવ આવ્યો. એ ભાવનો ભાવ થયો. અને જે ચાર ગતિનો ભાવ હતો તેનો અભાવ થયો. આહાહા.! શબ્દ શબ્દ ન્યાય ભર્યા છે. નિ ધાતુ છે. નિ ધાતુ (અર્થાતુ) લઈ જવું. જ્ઞાનને સત્ય તરફ લઈ જવું એનું નામ જાય. ન્યાય કહે છે ને? ન્યાયમાં નિ ધાતુ છે. ધાતુ કહે છે ને? નિ નામ લઈ જવું, દોરી જવું. જ્ઞાનને ત્યાં લઈ જવું. જેવું સત્ય છે ત્યાં લઈ જવું તેનું નામ જાય. લોજીક છે, ન્યાય છે.