________________
૪૨૮
કલશામૃત ભાગ-૬
અહીંયાં કહે છે, જે શક્તિરૂપ પરમાત્મા હતો. પ્રત્યેક આત્મા શક્તિરૂપે તો પરમાત્મા જ છે. તો પ્રગટરૂપ જ્યારે થયો, એનલાર્જ થયો. આહાહા...! અંતરના ભાવ ઉપર દૃષ્ટિ કરી અને સ્થિરતા થઈને અનુભવ કરતા કરતા અંદર શક્તિરૂપે જે ભાવ પૂર્ણ હતો, એ અવસ્થારૂપે–દશારૂપે બહાર પ્રગટ) થઈ ગયો. ભાવનો ભાવ થઈ ગયો. અને ચાર ગતિનો જે ભાવ હતો, ઉત્પાદ હતો, ઊપજવું હતું એનો અભાવ થઈ ગયો. આહાહા..! કહો, દેવીલાલજી! સમજાય એવું છે, નથી સમજાય એવું નથી. ભાષા તો બહુ સાદી છે. પણ ક્યારેય દરકાર કરી નથી. પૈસા ને બાયડી ને છોકરા ને ધંધા ધમાલ... ધમાલ... ધમાલ.
મુમુક્ષુ :- જલ એક જ સમયે ગરમ પણ છે અને ઠંડું પણ છે, બેય વાત બરાબર બેસતી નથી.
ઉત્તર :- જલ ઠંડું પણ છે એ સ્વભાવે ઠંડું છે. પર્યાયમાં ઉષ્ણ છે. અગ્નિનું નિમિત્ત છે. ઉષણ પોતાથી છે. જો ઉષ્ણ ન હોય તો પીવામાં ઉણતા કેમ લાગે છે? ગરમ છે. પર્યાયમાં ગરમ છે.
મુમુક્ષુ - તે જ સમયે ઠંડું કેવી રીતે?
ઉત્તર – શક્તિએ ઠંડું છે. સ્વભાવમાં ઠંડું છે, પર્યાયમાં નહિ. આહાહા.! જેમ પાણી ઉષ્ણ છે એમ આત્મા અજ્ઞાનપણે રાગ-દ્વેષમાં આકુળતામય દુખ છે. આત્માને દુઃખ છે. આનંદનું ભાન થયું ત્યારે આનંદ જે સ્વભાવમાં હતો એ પર્યાયમાં આનંદ આવ્યો તો દુઃખનો અભાવ થઈ ગયો. આહાહા.! ભાવનો અભાવ અને ભાવનો ભાવ. આહાહા...! આવું ત્યાં મુંબઈમાં મળે એવું નથી, રખડવાનું છે બધું. કાલે કો'ક આવ્યો હતો, કહેતો હતો, પોપટભાઈની દુકાનની જોડે અમારી દુકાન છે. કોક કહેતું હતું. હું કોક આવ્યું હતું કાલે. મને ઓળખાણ આપતા હતા, પોપટભાઈની દુકાનની જોડે અમારી દુકાન છે. હશે, આપણને કંઈ ખબર નથી. અહીં તો દુકાન આની–આત્માની છે. આહાહા..!
ભાવનો અભાવ કરતું થકું જીવનું સ્વરૂપ પ્રગટ થાય છે. જુઓ. ચાર ગતિ ઉત્પન્ન થવાનો અભાવ કરીને પોતાના સ્વભાવને પ્રગટ કરે છે. આહાહા.! શક્તિરૂપ તો છે. જેમ લીંડીપીપરમાં તીખાશ સોળ આના, ચોસઠ પહોર એટલે સોળ આના, રૂપિયે રૂપિયો અંદર ભરી છે. એ ઘૂંટવાથી બહાર આવે છે. અંદર શક્તિ છે એ વ્યક્તરૂપે થાય છે. એમ આત્મામાં આનંદ અને અનંત જ્ઞાન શક્તિરૂપે તો છે. પણ એનું ધ્યાન કરવાથી, શુદ્ધમાં રમણતા કરવાથી પર્યાયમાં વ્યક્ત થાય છે. જ્યારે પૂર્ણ આનંદ પ્રગટ થયો એ મુક્તિ અને ચાર ગતિનો ભાવ હતો તેનો અભાવ થયો, એ દુઃખનો અભાવ થયો અને સુખની પ્રાપ્તિ થઈ. આ કેમ કહ્યું? ભાઈ! સમજાણું? આ ભાવ-અભાવનું કેમ કહ્યું?
મોક્ષ-મુક્તિ છે ને? મુક્તિ છે એમાં મૂકાણો એવો શબ્દ છે. મુક્તિ છે ને? મુક્તિ. તો મૂકાણો, છૂટ્યો. એ માટે ભાવનો અભાવ કહ્યો. જે દુઃખનો ભાવ હતો, ચાર ગતિનો