________________
કળશ- ૨૧૮
૪૨૯
ભાવ હતો એનો અભાવ કર્યો એટલે મુક્તિ તથઈ) અને જે ભાવ અંદરમાં હતો એ બહાર આવ્યો એ ભાવનો ભાવ થયો. આહાહા...!
મુમુક્ષુ - રાગની સ્તુતિ છોડીને આત્માની સ્તુતિ કરવાની છે.
ઉત્તર :- એ આવશે. બાકી બધું થોથા છે. એ આત્મા અંદર કેવો છે એની હજી ઓળખાણ નથી. શક્તિ શું છે, શક્તિવાન કોણ છે, એની દશા શું છે? એનું પહેલા જ્ઞાન કરવું પડે, ભાઈ! પછી એની યથાર્થ પ્રતીતિ થાય છે. આહાહા.. ભાવભાસન થવું જોઈએ નો ભાવમાં ખ્યાલ આવવો જોઈએ ને? કે, આ સાકર છે, આ કાળીજીરી છે. કાળીજીરી સમજાણું? કાળીજીરી કડવી હોય છે, કડવી. કડવાશ હોય છે. ચા બનાવે છે ને? કાળીજીરીની ચા બનાવે છે. કડવી, કફ છૂટો પાડવા માટે. અમે પહેલા પીતા હતા, બહુ કફ થતો હતો. કાળીજીરીની ચા. પછી ચા છોડી દીધી. ચા બિલકુલ નહિ. ૭૦ વર્ષથી ચા નથી પીધી. પહેલા પીતા હતા, કાળીજીરીની. કફ રહેતો હતો. કાળીજીરી સમજાણું? ગાંધીની દુકાને મળે છે. કડવા કડવા દાણા, એની ચા કરતા હતા. આહાહા...!
એમ અહીંયાં ચાર ગતિ કાળીજીરીનો ભાવ હતો એનો અભાવ કરી નાખ્યો અને ભાવમાં જે ભાવ નહોતો, પર્યાયમાં–અવસ્થામાં ભાવ નહોતો એ ભાવનો ભાવ પ્રગટ કર્યો. આહાહા...! જુઓ તો અસ્તિત્વા સતુને સિદ્ધ કરવાની રીત. આહાહા. પૂર્ણાનંદના નાથ ઉપર દૃષ્ટિ પડતાં રાગની ક્રિયાથી ભિન્ન થઈને પ્રથમ તો સમ્યગ્દર્શન પ્રગટ કરે છે પછી સ્વરૂપમાં ઠરતા... ઠરતા... ઠરતા... ઠરતા ચારિત્ર પ્રગટે છે. સર્વથા ભાવ જે શક્તિરૂપે છે એ પ્રગટ થઈ જાય છે એનું નામ મુક્તિ, એનું નામ મોક્ષ. અને મોક્ષ થયો તો કહે છે કે, સંસારનો દુઃખનો ભાવ હતો એનો અભાવ થયો તો મોક્ષ થયો. આહાહા.! લ્યો! ૨૧૭ (શ્લોક પૂરો) થયો. બે મિનિટ છે.
(મંદાક્રાંતા) रागद्वेषाविह हि भवति ज्ञानमज्ञानभावात् तौ वस्तुत्वप्रणिहितर्दशा दृश्यमानौ न किञ्चित् । सम्यग्दृष्टिः क्षपयतु ततस्तत्त्वद्दष्ट्या स्फुटन्तौ ज्ञानज्योतिर्खलति सहजं येन पूर्णाचलार्चिः ।।२६-२१८।।
ખંડાન્વય સહિત અર્થ – “તઃ સચવૃષ્ટિ: યુરં તત્ત્વા તૌ ક્ષયા' (તા:) તે કારણથી (સીષ્ટિ:) શુદ્ધચૈતન્ય-અનુભવશીલ જીવ, (૮ તત્ત્વયા ) પ્રત્યક્ષરૂપ