________________
૨૦
કલશમૃત ભાગ-૬
૧૮૭, ૧૮૭ કળશ.
(માલિની) अनवरतमनन्तैर्बध्यते स्पृशति निरपराधो बन्धनं नियतमयमशुद्धं स्वं भवति निरपराधः साधु
सापराध: नैव जातु। भजन्सापराधो शुद्धात्मसेवी।।८-१८७।।
શું કહે છે? જુઓ. “સાપરાધ: અનવરત” નનૈઃ વધ્યતે” પરદ્રવ્યરૂપ છે પુદ્ગલકર્મ, તેને પોતારૂપ જાણે છે એવો મિથ્યાદૃષ્ટિ જીવ... પુદ્ગલકર્મને, પુણ્ય-પાપના ભાવને અને શરીર, વાણી, કર્મને પોતાના માને છે એ મિથ્યાદૃષ્ટિ સ્વરૂપથી ભ્રષ્ટ છે. છે? “જાણે છે એવો મિથ્યાષ્ટિ જીવ...” (નવરતમ) “અખંડધારાપ્રવાહરૂપે ગણનાથી અતીત જ્ઞાનાવરણાદિરૂપ બંધાય છે.” આહાહા.! અજ્ઞાની અગણિત અનંત કર્મથી બંધાય છે. પોતાના સ્વરૂપને શુદ્ધ ચૈતન્ય છે તેને નહિ જાણતો, નહિ માનતો, પુણ્ય-પાપ, કર્મ, નોકર્મને પોતાના જાણે છે, અનુભવે છે તે ધારપ્રવાહવાહી અનંત કર્મની વર્ગણાથી બંધાય છે. આહાહા...! ભાષા તો સાદી છે, ભાવ તો છે ઈ છે. શું કહ્યું?
ફરીથી, મિથ્યાદૃષ્ટિ જીવ અખંડ ધારાપ્રવાહ ગણના રહિત. કર્મના પરમાણુની ગણના શું? એ અનંત પરમાણું છે. જ્ઞાનાવરણાદિ અનંત પરમાણુ છે. અનંત અનંત પરમાણુ ગણના રહિત અનંત, એવા અનંત જ્ઞાનાવરણાદિરૂપ બંધાય છે. પુદ્ગલવર્ગણા, તેમના વડે બંધાય છે.” આહાહા! બીજી રીતે કહીએ તો સ્વયંના અનંત આનંદ આદિ સ્વરૂપને નહિ માનતો મિથ્યાદૃષ્ટિ રાગ ને પુણ્ય ને કર્મને પોતાના માને છે એ ધારપ્રવાહવાહી અનંતા પરમાણુથી બંધાય છે. આહાહા...! સમજાણું કાંઈ? અખંડ ધારપ્રવાહરૂપ અનંત. સમયે સમયે આવે છે અને આવે છે તો અનંત પરમાણુ આવે છે. મિથ્યાષ્ટિને જે બંધન થાય છે એ પુણ્યપાપ ને કર્મ, નોકર્મને પોતાના માને છે, જે મિથ્યાદૃષ્ટિ મિથ્યાત્વને સેવે છે તેને ગણના રહિત જ્ઞાનાવરણાદિ અનંત પરમાણુઓ બંધાય છે. આહાહા. આ સમજાય એવી વાત છે. તેમના વડે બંધાય છે.”
નિરપરાધ: ગાતુ વન્થ નવ સ્મૃતિ પરંતુ નિરપરાધિ જીવ (અર્થાતુ) “શુદ્ધ સ્વરૂપને અનુભવે છે એવો સમ્યગ્દષ્ટિ... આહાહા.! એ શુભ-અશુભ ભાવથી ભિન્ન પોતાની ચીજ શુદ્ધ ચૈતન્ય, તેને જે જાણે છે, અનુભવે છે, માને છે, વેદે છે એ સમ્યગ્દષ્ટિ જીવ (છે). આહાહા...! છે? “નિરપરાધ: તેની વ્યાખ્યા (કરી). “શુદ્ધ સ્વરૂપને અનુભવે છે એવો સમ્યગ્દષ્ટિ