________________
કળશ-૧૮૭
૨૧
જીવ.” નિરપરાધી છે. કેમકે રાગ અને પુણ્યને પોતાના માનતો નથી. પોતાના માને છે એ ગુનેગાર, ચોર છે. એ ગણનારહિત અનંત કર્મથી બંધાય છે અને સમ્યગ્દષ્ટિ જીવ, શુદ્ધ સ્વરૂપને અનુભવે છે એવો સમ્યગ્દષ્ટિ જીવ કોઈ પણ કાળે....” “ન' એટલે પૂર્વોક્ત કર્મબંધનને સ્પર્શતો નથી”. “નાતુનો અર્થ બધે ઠેકાણે એ થાય છે. કોઈ કાળ, કોઈ કાળમાં. આહાહા.. પૂર્વોક્ત કર્મબંધનને નહિ સ્પર્શતો, નહિ અડતો. આહાહા.
એમાંય એણે લીધું છે કે, ઉત્કૃષ્ટ અનુભૂતી તો સાતમે (ગુણસ્થાને) થાય છે. ચોથે તો જઘન્ય છે. પણ જઘન્ય છે ને? એમ ગણવામાં આવ્યું છે. બંધન નથી. અજ્ઞાનીને બંધન છે, જ્ઞાનીને બંધન નથી. એ રાગ છે તોપણ બંધન નથી. અસ્થિરતા છે. પોતાના માનતો નથી એ અપેક્ષાએ. રાગ છે તેટલું બંધન છે પણ સમ્યગ્દર્શનના જોરે, સમ્યગ્દષ્ટિથી બંધ થતો નથી એ અપેક્ષાએ બંધ થતો નથી. એવો અર્થ લીધો છે. આમ તો સમ્યગ્દષ્ટિને જેટલો રાગ છે તેટલું બંધન તો છે પણ તે પોતાના સ્વરૂપમાં માનતો નથી. એ રાગ ને બંધન પોતાના સ્વરૂપમાં માનતો નથી. જુદું પાડ્યું છે. પોતામાં નહિ.
શુદ્ધ સ્વરૂપને અનુભવે છે એવો સમ્યગ્દષ્ટિ જીવ કોઈ પણ કાળે પૂર્વોક્ત કર્મબંધનને સ્પર્શતો નથી, નિશ્ચયથી.” આહાહા.! આવે છે. અહીંયાં એ બતાવવું છે, રાગ આવે છે પણ જ્ઞાનમાં શેય તરીકે જાણે છે. રાગ તો છે ને? હજી ચોથ, પાંચમે, છë રાગ તો આવે છે પણ તે પોતાના જ્ઞાનમાં પરશેય તરીકે જાણે છે, નિજ શેય તરીકે માનતો નથી. આહાહા.! સ્પશેય અને પરશેયમાં ભિન્નતા છે. એ અપેક્ષાએ બંધાતો નથી એમ કહ્યું છે. નિશ્ચયથી તો બંધ અધિકારમાં તો એમ લીધું છે કે, નિશ્ચયથી તો તે અબંધ જ છે. કેમકે વસ્તુ અબંધ છે, વસ્તુ અબંધ-મુક્ત છે તેની દૃષ્ટિ થઈ, અનુભવ થયો તો નિશ્ચયથી તો તેને પણ અબંધ કહેવામાં આવે છે. એમ બંધ અધિકારમાં લખ્યું છે. જયચંદ્રજી પંડિત આહાહા.! સૂક્ષ્મ વાત છે. (રાગ) આવે છે તેટલું) બંધન છે. જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી મુનિને પણ બંધન છે, પરંતુ તેને અહીંયાં ગણતરીમાં લેવામાં આવતું. નથી). અહીંયાં સમ્યગ્દર્શન અને જ્ઞાનના જોરમાં અલ્પ સ્થિતિ રસવાળું બંધન છે તેને ગૌણ કરીને બંધાતો નથી એમ કહેવામાં આવ્યું છે. આહાહા.! સમજાણું કાંઈ? બિલકુલ બંધન છે જ નહિ, એમ નથી. બિલકુલ બંધન તો કેવળી ભગવાનને નથી. પરંતુ અહીંયાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીનું જે બંધન છે એ બંધન ગણવામાં આવ્યું છે તો એ બંધન નથી. સમજાણું કાંઈ સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો ભાવ નથી. પરને પોતાના માનવા અને પરમાં એકાગ્ર થવું એ ભાવ નથી. એ અપેક્ષાએ તેને વિપરીત ભાવથી જે બંધન હતું એ બંધન નથી. આહાહા...!
નિશ્ચયથી. હવે સાપરાધ-નિરપરાધનું લક્ષણ કહે છે-' હવે જુઓ લક્ષણ કહે છે? ભયમ્ અદ્ધ સ્વં નિયત મનન સાપરાધ: મવતિ આ વ્યાખ્યા. અપરાધીની વ્યાખ્યા