________________
૨૨
કલશમૃત ભાગ-૬
શું? કે, “મિથ્યાષ્ટિ જીવ, રાગાદિ અશુદ્ધ પરિણામરૂપ પરિણમ્યું છે એવા પોતાના જીવદ્રવ્યને એવું જ નિરંતર અનુભવતો થકો...” તે અપરાધી છે. આહાહા...! અહીંયાં એ અપરાધ ગણવામાં આવ્યો છે. આવે છે, પરંતુ પોતાના માનીને અનુભવતો નથી. આહાહા..! સમજાણું કાંઈ? છે?
અપરાધીનું અને નિરપરાધીનું બેયનું લક્ષણ કહે છે. મિથ્યાષ્ટિ જીવ, રાગ...” એટલે પુણ્ય-પાપ આદિ “અશુદ્ધ પરિણામરૂપ પરિણમ્યું છે એવા પોતાના જીવદ્રવ્યને.” તે મારો છે એમ માનીને અનુભવે છે. એવું જ નિરંતર અનુભવતો થકો અપરાધ સહિત હોય છે.' જે રાગાદિ છે તે પરચીજ છે તેને પોતાના માનીને અનુભવે છે તે અપરાધી છે. જ્ઞાની, રાગ આવે છે પરંતુ પોતાના માનીને અનુભવતો નથી એ અપેક્ષાએ નિરપરાધી છે. સમજાણું કાંઈ? આહાહા.. ફેર ઘણો, ભાઈ! છે?
નિયતમ મન નિશ્ચયથી અનુભવતો થકો. અજ્ઞાની પુણ્ય-પાપને ખરેખર પોતાના માનીને અનુભવતો થકો. આહાહા.! અને ધર્મી જીવ – “સાધુ. “સાધુ એટલો ભલો. અહીં સાધુ એટલે પેલા સાધુની વાત નથી. સાધુનો અર્થ જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ. “સાધુનો અર્થ એમ છે ને? જુઓ! જેમ છે તેમ...” કોણ? આત્મા. “સકળ રાગાદિ અશુદ્ધપણાથી ભિન્ન...” સાધુની આ વ્યાખ્યા કરી – ભલો. જેવી વસ્તુની સ્થિતિ છે, રાગથી, પુણ્ય-પાપથી રહિત... કેમકે નવ તત્ત્વ છે એમાં પુણ્યતત્ત્વ ભિન્ન છે. દયા, દાન, વ્રત એ પુણ્યતત્ત્વ છે. હિંસા, જૂઠું, ચોરી એ પાપતત્ત્વ છે. એ બન્ને મળીને આસવતત્ત્વ છે. ભગવાન આત્મા એ ત્રણે તત્ત્વથી ભિન્ન છે. (જો ભિન્ન ન હોય તો) નવ તત્ત્વ થતા નથી. આહાહા...! સમજાણું કાંઈ? એ ધર્મી જીવ પુણ્ય-પાપને પરતત્ત્વ તરીકે જાણીને પોતાના માનીને અનુભવતો નથી. આહાહા.! અજ્ઞાની પુણ્ય, દયા, દાનના ભાવથી મને લાભ થશે એમ પોતાના માનીને અનુભવે છે. એ અપરાધી છે, એ ગુનેગાર છે. આહાહા. આવી વ્યાખ્યા છે. ઝીણી વાત છે. બાકી તો શાસ્ત્રમાં તો જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી જેટલો થોડો રાગ છે તેનો બંધ તો સમકિતી મુનિને પણ થાય છે. એ વાત અહીંયાં ગૌણ કરીને (કહ્યું છે). પરને પોતાનું માનતા એવા અપરાધથી જે બંધ થતો હતો એ બંધ નથી. સમજાણું કાંઈ? આહાહા..!
આસવ અધિકારમાં તો એમ લીધું છે, પહેલા એમ કહ્યું કે, સમ્યગ્દષ્ટિને આસવ, બંધ નથી. પછી કહ્યું કે, જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી જઘન્ય હીણું પરિણમન જ્ઞાનીને છે તો તેટલું બંધન પણ છે. જેટલો રાગ છે તેટલું બંધન પણ છે. પરંતુ અહીંયાં પરને પોતાનું માનીને અપરાધ કરે છે એ અપરાધ નથી, એટલું કહેવું છે). એ અપરાધથી જે બંધન થાય તે બંધન થતું નથી. આહાહા.! સમજાણું કાંઈ?
મુમુક્ષુ :- અનંત સંસારનું કારણ નથી. ઉત્તર :- અનંત સંસારનું કારણ નથી. અલ્પ સ્થિતિનો બંધ પડે છે. ખરેખર તો એમ