________________
કળશ-૧૮૭
૨૩
વાત છે, સમ્યગ્દષ્ટિ મનુષ્ય હોય કે તિર્યંચ હોય, તેને પણ અશુભભાવ તો આવે છે, પણ પોતાનો માનતા નથી. બીજી વાત, જ્યાં સુધી અશુભભાવ છે ત્યાં સુધી પરભવનું આયુષ્ય બંધાતું નથી. સમ્યગ્દષ્ટિ જીવ ધર્મદષ્ટિ થઈ છે તેને અશુભભાવ થાય છે પરંતુ અશુભભાવના કાળે ભવિષ્યનો બંધ-આયુષ્યનો બંધ નથી પડતો. જ્યારે શુભભાવ આવે છે ત્યારે ભવિષ્યનો બંધ પડે છે. એટલું જોર છે. કેમકે એને સ્વર્ગમાં જવાનું છે તો અશુભભાવ વખતે ભવિષ્યના ભવનો બંધ થતો નથી. શુભભાવ આવે ત્યારે જ ભવિષ્યના ભવનો બંધ થાય છે. આહાહા.! થોડી પણ સત્ય વાત અંદર બેસવી જોઈએ, અંદરમાં બેસવી જોઈએ. આહાહા...! બહારથી (એમ કહે કે, આ આગમમાં આમ કહ્યું છે અને આમાં આમ કહ્યું છે. તો પૂર્વાપર વિરોધી વીતરાગની વાણી હોય છે? એક બાજુ ભગવાન પુણ્યને અધર્મ કહે અને બીજી બાજુ અધર્મથી ધર્મ થાય એમ કહે? વીતરાગની વાણી એવી હોય નહિ. આહાહા..!
સાધુ નામ જેમ છે તેમ. કોણ? આત્મા. શુદ્ધાત્મ “સકળ રાગાદિ અશુદ્ધપણાથી ભિન્ન શુદ્ધ ચિતૂપમાત્ર.” શુદ્ધ જ્ઞાનસ્વરૂપ માત્ર. હું તો શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પવિત્ર છું, એવી દૃષ્ટિ હોવાથી, “એવા જીવદ્રવ્યને...” છે? “અનુભવથી બિરાજમાન છે.” “શુદ્ધ ચિતૂપમાત્ર એવા જીવદ્રવ્યના અનુભવથી બિરાજમાન છે.” અજ્ઞાની પોતાના જીવદ્રવ્યમાં-પદાર્થમાં પુણ્ય-પાપ, કર્મ, શરીર પોતાના માનીને જાણે છે. જ્ઞાની પોતાના જીવદ્રવ્યમાં પુણ્ય-પાપના ભાવ મારા નથી એમ અનુભવે છે. આહાહા.! છે?
સાધુ નામ જેમ છે વસ્તુનું સ્વરૂપ તેમ. “સકળ રાગાદિ અશુદ્ધપણાથી ભિન્ન શુદ્ધ ચિતૂપમાત્ર” ચિ–જ્ઞાન. જ્ઞાન... જાણન... જાણન... જાણન... જાણન ધ્રુવ સ્વભાવ મારો છે, બીજો કોઈ મારો સ્વભાવ નથી. એમ અનુભવતો થકો. “એવા જીવદ્રવ્યને....” “શુદ્ધ ચિતૂપમાત્ર એવા જીવદ્રવ્યને” હું જીવદ્રવ્ય જે છું, વસ્તુ છું એ શુદ્ધ ચિન્માત્ર છું. શુદ્ધ પવિત્ર જ્ઞાનમાત્ર છું એવું મારું જીવદ્રવ્ય છે. અજ્ઞાની જીવદ્રવ્યને પુણ્ય-પાપવાળું માને છે, કર્મવાળું અને શરીરવાળું માને છે. એ મોટી અપરાધ દશા છે. આહાહા! સમજાણું કાંઈ?
“અનુભવથી બિરાજમાન છે.” “સેવી કહ્યું છે ને જે સમ્યગ્દષ્ટિ જીવ તે...” (નિરપરાધ:) સમસ્ત અપરાધથી રહિત છે.” કેમ? સકળ રાગાદિ અશુદ્ધપણાથી ભિન્ન શુદ્ધ ચિતૂપમાત્ર એવા જીવદ્રવ્યને સેવે છે... આહાહા...! ઝીણી વાત, ભાઈ! આ તો “મોક્ષ અધિકાર છે ને જેટલું પોતાનું શુદ્ધ ચૈતન્યમૂર્તિ સ્વરૂપ, પુણ્ય-પાપના પરિણામથી રહિત એ મારું જીવદ્રવ્ય છે એમ અનુભવે છે એ નિરપરાધી છે. નિરપરાધીને બંધન થતું નથી. રાગાદિનું બંધન છે તેને અહીંયાં ગૌણ કરીને, મિથ્યાત્વ અને અનંતાનુબંધીથી અનંત સંસારનું બંધન હતું તે બંધન નથી, એમ લેવું છે. સમજાણું કાંઈ? આહાહા...!
અજ્ઞાની ત્યાગી હો, બહારથી સાધુ (થયો) હોય, હજારો સ્ત્રીનો, રાણીનો ત્યાગ કર્યો હોય), પંચ મહાવ્રત પાળતો હોય, પરંતુ પંચ મહાવ્રત રાગ છે તેને પોતાનો માને અને