________________
૨૫૪
કલશામૃત ભાગ-૬
આનંદનું ચિત્ચમત્કારનું વેદન આવ્યું. આહાહા..! એ ચમત્કાર નથી? એ પર્યાય છે, સમ્યગ્દર્શનમાં આનંદનું વેદન થયું એ પર્યાય દ્રવ્ય-ગુણને અડતી નથી. અને એ પર્યાયમાં પરનું જ્ઞાન થયું તો પરને પણ એ પર્યાય અડી નથી અને પર છે તો અહીંયાં જ્ઞાનની પર્યાય થઈ એમ પણ નથી. આહાહા..! પ્રભુ! તારી વાત તો જો, ભાઈ! આહાહા..! એ ચિત્ચમત્કારની દૃષ્ટિ થઈને ક્ષણિકવાદનો નાશ કરી ધ્યે છે. પર્યાયબુદ્ધિનો નાશ કરી દરે છે, એમ કહે છે. સમજાય છે કાંઈ? અરે..! આહાહા..!
કાલે ‘રજનીશ’નું આવ્યું છે ને, નહિ? અર.......! ભાષણ આપ્યું છે. કોઈ દરબારે અંગ્રેજીમાં મારી ઉપર લખ્યું છે કે, અહીં જૈન સાધુની નિંદા થઈ છે. માટે તમે કાંઈક પગલા ભરો. ભઈ! અહીં અમારે... અને એ બાઈ એમ બોલી કે, વ્યભિચારનો જે વિકલ્પ આવે છે તો વ્યભિચાર કરી લેવો. અર......! અને પાછા એમ માને છે કે મારી સિવાય કોઈ નથી. હિન્દુસ્તાનમાં ઓલા છે ને? ‘અરવિંદ’. ‘અરવિંદ આશ્રમ’ છે ને મોટો? એની પણ નિંદા કરી છે, એ પણ નહિ, કોઈનું નહિ. જૈનનું નહિ, એ નહિ બધા જૂઠા છે. અને વિકલ્પને દબાવવો નહિ. વિષયભોગનો વિકલ્પ આવ્યો તો દબાવવો નહિ. અર........! આવો માર્ગ પ્રભુ શું કરે છે તું આ? આહાહા..! અહીંયાં તો (કહે છે), ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ એ પણ પ્રભુ પાપ છે. એને ઠેકાણે આ વ્યભિચાર કરો તો નિર્વિકલ્પ થઈ જશો (એમ કહે છે). આહાહા..! અર........! આ તો પ્રભુ ચિત્ચમત્કાર નિર્વિકલ્પ ક્યારે થશે? કે, પર્યાય ઉપરનું લક્ષ છોડી ત્રિકાળ ઉપર દૃષ્ટિ કરવાથી ચિત્ચમત્કારમાં નિર્વિકલ્પ દૃષ્ટિ થાય છે. આહાહા..! સમજાય છે કાંઈ? એ નિર્વિકલ્પ દૃષ્ટિને કોઈ પરની અપેક્ષા નથી. આહાહા..!
ભાવાર્થ આમ છે કે–જો જીવતત્ત્વ ક્ષણવિનશ્વર હોય તો...' ક્ષણે ક્ષણે નાશ થાય. પહેલાંના જ્ઞાન સહિત જે વર્તમાન જ્ઞાન થાય છે..’ પૂર્વના જ્ઞાન સહિત વર્તમાનનું જ્ઞાન થાય છે એ જ્ઞાન તો ધ્રુવ રહ્યું. તે કોને થાય?” શું કહ્યું સમજાયું? ક્ષણવિનશ્વ૨ હોય તો પહેલાંના જ્ઞાન સહિત જે વર્તમાન જ્ઞાન થાય છે તે કોને થાય?” સમજાયું કે નહિ? પ્રત્યભિજ્ઞાન કહે છે. આહાહા..! આહાહા..! પહેલાંના જ્ઞાન સહિત જે વર્તમાન જ્ઞાન થાય છે તે કોને થાય? માટે જીવદ્રવ્ય સદા શાશ્વત છે’ આહાહા..! ભગવાન તો ત્રિકાળી શાશ્વત બિરાજે છે. આહાહા..!
પરમાણુ પણ પારિણામિકભાવે દ્રવ્ય શાશ્વત છે. પર્યાય પલટે. પરમાણુ દ્રવ્ય તરીકે તો શાશ્વત છે. આહાહા..! એ શાશ્વતની તો એને (–પરમાણુને) ખબર નથી. આ શાશ્વતની એને ખબર પડે છે. સમજાય છે કાંઈ? એ પરમાણુ પણ શાશ્વત છે એ ૫૨માણુને ખબર નથી. એ શાશ્વત છે એનો ખ્યાલ તો જ્ઞાનમાં આવે છે. કોને? કે, પોતે નિત્યને જાણ્યો, નિત્ય-કાયમ સદાય (છે) એ દૃષ્ટિએ જ્ઞાનમાં બધા પરમાણુ આદિ શાશ્વત છે એમ જાણ્યું. આહાહા..! પર્યાય પલટતી હોવા છતાં વસ્તુ તો શાશ્વત છે. આહાહા...!