________________
કળશ- ૨૦૬
૨૫૩
એ ચિત્રમત્કાર થયો. આહાહા...! હમણા કહ્યું હતું ને અહીંયાં? કે, ભઈ! આ પગ જમીન ઉપર ચાલે છે ને? તો પગ જમીનને અડતો જ નથી. આ ચમત્કાર નથી? બહારના ચમત્કારનું તારે શું કામ છે? અને જ્ઞાન જાણે છે કે, આ પગ છે એ નીચે જમીનને અડતો નથી, આત્મા હલાવતો નથી અને પગ પોતાની પરમાણુની પર્યાયથી ચાલે છે). એ પગનો આધાર જમીન પણ નથી. જમીનના આધારે ચાલે છે એમ પણ નથી. એ પરમાણમાં આધાર નામનો ગુણ છે તો પોતાના આધારે પર્યાયથી ત્યાં ગતિ કરે છે અને ત્યાં રહે છે. ત્યાં (જમીનના) આધારે રહ્યો જ નથી. હું
મુમુક્ષુ :- બધા ઋદ્ધિધારી થઈ ગયા?
ઉત્તર :- એમ જ છે. માને, ન માને એ તો સ્વતંત્ર છે. આ ચમત્કાર નથી? દુનિયાને બેસી શકે આ વાત. આ આંગળી આને અડતી નથી અને આ ઊંચું થાય છે. આહાહા...! આ ચમત્કાર નથી દ્રવ્યનો? વસ્તુ જ ચમત્કારિક છે. ચાહે તો ભગવાન હો આત્મા કે ચાહે તો રજકણ હો. આહાહા. એક સમયમાં રજકણ ચૌદ બ્રહ્માંડની ગતિ કરે છે. નીચે સાતમી નરકના તળિયે એક પરમાણુ હો, એક સમય (અર્થાતુ) એક “કનો અસંખ્યમો ભાગ, “ક” બોલે એમાં અસંખ્ય સમય જાય છે. એક સમયમાં નીચેથી પરમાણુ ગતિ કરે અને) સિદ્ધ છે ત્યાં ચાલ્યો જાય. કોઈની અપેક્ષા નહિ. કોઈનો આશ્રય નહિ. કોઈનો આધાર નહિ. ધર્માસ્તિકાયને કારણે પણ નહિ. ધર્માસ્તિકાય (ને કારણે) તો ત્યારે કહેવાય કે જ્યારે પોતાથી (ગતિ થાય છે ત્યારે તેને નિમિત્ત કહેવામાં આવે છે. આહાહા...! સમજાય છે કઈ?
આ શરીર છે ઇ આ પાટને અડ્યું જ નથી. પાટને આધારે શરીર રહ્યું જ નથી. આ વાતા આ ચમત્કાર નથી? અને તે પણ આ ચીજને જાણનારનો ચમત્કાર છે. એ ચીજને તો ખબરેય નથી. હૈ? આહાહા.! જાણનારો નિત્ય પ્રભુ ચમત્કારી આહાહા.! પોતામાં રહીને પર્યાયના લક્ષમાં દ્રવ્ય લઈને પર્યાયમાં આનંદનું વદન ચિન્ચમત્કાર થયો એમાં ક્ષણિકવાદનો, મિથ્યાત્વનો, વિમોહનો નાશ કર્યો છે?
તર વિમોટું અપહરતિ “ક્ષણિકવાદીના મિથ્યાત્વને દૂર કરે છે. આહાહા.! આવો માર્ગ ભારે આકરો. હે ભગવાન! તું પણ સાચો છો, પણ સાચો થા ને! તું પણ પ્રભુ છો, નાથા આહાહા...! તારામાં ખામી-કમી છે નહિ. પૂર્ણાનંદનો નાથ છો ને તું! પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રભુતા, પૂર્ણ સર્વજ્ઞતા, પૂર્ણ સર્વદર્શિતા, પૂર્ણ પૂર્ણ પૂર્ણ... પૂર્ણ. સર્વ ગુણથી પૂર્ણ પ્રભુ છે. આહાહા.. ચિત્યમત્કાર થઈને તેના વિમોહનો નાશ કરે છે. આહાહા...! આ ધારણાની વાત નથી. અંદર ચિન્ચમત્કાર જ્ઞાન ચમત્કાર. આહાહા.!
પર્યાય પોતામાં રહીને દ્રવ્યને જાણે, ગુણને જાણે, પોતાને જાણે અને પરને જાણે. પરને અડ્યા વિના અને પોતાની પર્યાય પણ પોતાના દ્રવ્યને અડ્યા વિના... આહાહા...! પર્યાયમાં