SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ કલામૃત ભાગ-૬ પાલન-ફાલન દુઃખરૂપ થયા. આહાહા.! એમાં છે કે નહિ? “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઉપજાયો પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો’ એનો અર્થ શું થયો? કે, પંચ મહાવ્રત ને બાર વ્રત ને એ બધું રાગ અને દુઃખ છે. આહાહા...! અહીંયાં કહે છે કે, એ ક્ષણિકબુદ્ધિ જ્યાં ટળે છે... આહાહા..! ધારણામાં નહિ. ધારણામાં સમજાયું? આમ તો નિત્ય છે એવું જાણવામાં નથી આવ્યું? અગિયાર અંગમાં નથી આવ્યું? અહીંયાં એ કહે છે કે, ચિલ્ચમત્કાર. આહાહા...! છે ને? “અતીત-અનાગત-વર્તમાન શાશ્વત જ્ઞાનમાત્ર વસ્તુ...” ધ્રુવ જ્ઞાન ભગવાન ધ્રુવ. ધ્રુવને ધ્યેય (બનાવી) ધ્યાનમાં લઈ ધીરજથી.... આપણા બોલ આવ્યા છે. ધીરજથી ધૂણી ધખાવ. એ ગુજરાતી ભાષા છે. પર્યાયને ધ્રુવ તરફ ઝુકાવી... આહાહા. ધીરજથી, શાંતિથી વિકલ્પથી રહિત થઈ અંતરમાં અનુભવમાં, દૃષ્ટિમાં લઈ પર્યાયમાં આનંદની ધૂણી (ધખાવ). આ બાવા ધૂણી નથી કરતા? એ અગ્નિની ધૂણી છે, આ આનંદની ધૂણી લગાવે છે. આહાહા...! સમજાય છે કાંઈ? એ અંદર ચિત્યમત્કાર થયો. જ્ઞાનનો ચમત્કાર. દુનિયાના ચમત્કારની વાતું કરે એ બધી ખોટી. ફલાણા ચમત્કાર ને ઢીકણા ચમત્કાર. “ડાહ્યાભાઈ! આ ચમત્કાર નથી? આહાહા...! હૈ? મુમુક્ષુ :- આ તો ગુપ્ત ચમત્કાર છે. ઉત્તર :- ગુપ્ત ચમત્કાર છે એ શક્તિમાં છે પણ અહીં તો પ્રગટમાં આવ્યો. એમ કહ્યું ને? ભાઈ! ગુપ્ત છે, ગુપ્ત છે, ગુપ્ત છે એ કોને પ્રતીતમાં આવ્યો? સમજાય છે કાંઈ? આ છે, ભલે ગુપ્ત શક્તિરૂપે છે, પણ એ પ્રતીતિ, અનુભવ-વેદનમાં આવ્યા વિના આ ગુપ્ત છે એવી પ્રતીતિ ક્યાંથી આવી? ઝીણી વાત છે, ભાઈ! આહાહા.! વાત તો બૌદ્ધની કહે છે પણ ક્ષણિક પર્યાયબુદ્ધિવાળા બધા બૌદ્ધ જ છે. હૈ? મુમુક્ષુ :- અભિપ્રાયમાં તો એમ જ છે ને. ઉત્તર :- એનો અભિપ્રાય તો એક જ છે. આહાહા...! હૈ? મુમુક્ષુ :- બૌદ્ધમતિ તો ગૃહીત મિથ્યાદૃષ્ટિ હોય છે. ઉત્તર :- આ પણ ગૃહીત મિથ્યાષ્ટિ છે, પર્યાયબુદ્ધિમાં પોતાનું માને છે. સમજાય છે કાંઈ? સંપ્રદાયમાં સાંભળીને, હોં! અનાદિથી અગૃહીત છે એ તો છે, અનાદિથી અગૃહીત મિથ્યાત્વ છે એ તો છે જ, પણ સંપ્રદાયમાં આવીને પર્યાયબુદ્ધિની પુષ્ટિ કરી તો એ ગૃહીત મિથ્યાત્વ છે. અગૃહીત તો અનાદિનું છે જ. એમાં કંઈ નવું નથી પકડ્યું, પણ અગૃહીત ઉપરાંત જ્યાં સંપ્રદાયમાં જ્યાં જ્યાં જન્મ લીધો ત્યાં સંપ્રદાયની બુદ્ધિમાં રાગ અને પર્યાયબુદ્ધિ થઈ તો એ ગૃહીત મિથ્યાત્વ થઈ ગયું. સમજાય છે કાંઈ? આહાહા..! અહીં એ કહ્યું. તરચ વિમોહં અપહરતિ આહાહા.! “ક્ષણિકવાદીના મિથ્યાત્વને દૂર કરે છે.' કોણ? ચિચમત્કાર. જે આ આત્મા પહેલા હતો તે જ હું છું. ભૂતકાળમાં હતો તે જ વર્તમાનમાં છું. વર્તમાનમાં છું તે જ ભવિષ્યમાં રહેશે, એવી વસ્તુની નિત્યતા પર્યાયમાં અનુભવમાં આવી
SR No.008393
Book TitleKalashamrut 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2008
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy