________________
કળશ- ૨૦૬
૨૫૧
એ બધી વાત થઈ ગઈ છે. એના હાથે લેવું નહિતર ન લેવું, એવા અભિગ્રહ અનંત વાર ધારણ કર્યા.
“યમ નિયમ સંયમ નિયમ એ અભિગ્રહમાં જાય છે. આવા નિયમ, હોં! આહાહા...! મોતી નામની બાઈ હોય. મોતીચૂરનો લાડવો ખાતી હોય, સાડલામાં મોતી રંગવાળા હોય, નામ ભૂલી ગયા આપણે? સાડલાનું નામ. એ હોય તો હું આ લઈશ નહિતર નહિ લઉં, એવા અભિગ્રહ અનંત વાર લીધા. યમ નિયમ સંયમ આપ કિયો' સંયમ લીધો. ઇન્દ્રિયદમન કર્યા, સંયમ–દ્રવ્યસંયમ પણ અનંત વાર લીધા. સમજાય છે કાંઈ? “યમ નિયમ સંયમ આપ કિયો આપ કિયો એટલે પુરુષાર્થથી કર્યા, એમ કહે છે. કર્મ મંદ પડ્યા એટલે કર્યા એમ નહિ, પોતે એવા શુભભાવ કર્યા છે. યમ નિયમ સંયમ આપ કિયો, પુનિ ત્યાગ વૈરાગ્ય અથાગ લહ્યો’ ત્યાગ બહારનો અને વૈરાગ્ય અથાગ અથાગ... અથાગ... સમજાય છે કાંઈ? ‘ત્યાગ વૈરાગ્ય અથાગ લિયો, મુખ મૌન રહ્યો, દઢ આસન પદ્મ લગાય દિયો, વનવાસ રહ્યો વનમાં-ગલમાં એકલો રહ્યો. આહાહા.! પણ એ ચીજ શું છે? એ તો અનંતવાર થયું, એ કોઈ ચીજ નથી. સમજાય છે કાંઈ?
મુખ મૌન રહ્યો દઢ આસન પદ્મ લગાય દિયો, સબ શાસ્ત્રનય ધારી હૈયે, મત મંડળ ખંડન વાર અનંત કિયે’ આમ છે ને આમ નથી, આમ છે ને આમ નથી. “સબ શાસ્ત્રનકે નય ધારી હૈયે આહાહા.! “મિત મંડન ખંડન ભેદ લિયે “શ્રીમદ્ કહે છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું પછીની વાત છે. સમજાય છે કાંઈ? આત્માનો અનુભવ થયો પછી આ શ્લોક હિન્દીમાં બનાવ્યો. આ તો ગુજરાતી હતા). શ્રીમદ્ રાજચંદ્ર છે તો ગુજરાતી પણ હિન્દીમાં બનાવ્યું. અનુભવ પછી, સમ્યક અનુભવ થયા પછી આ બનાવ્યું છે. આવું બધું તો અનંતવાર કર્યું છે, પ્રભુ!
“વહ સાધન વાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો ક્ષણિકબુદ્ધિ હતી, એમ કહે છે. આહાહા... “અબ ક્યોં ન વિચારત હૈ મનસે, કછુ ઔર રહા ઉન સાધન સે” એ સાધન નહિ, બીજું કોઈ સાધન છે. આ સાધન-ફાધન નહિ સમજાય છે કાંઈ? નિત્યાનંદનો નાથ પ્રભુ અંદરમાં પ્રજ્ઞાછીણી સાધન છે. આપણે પ્રજ્ઞાછીણી આવી ગયું છે. પ્રજ્ઞાછીણીનો મૂળ અર્થ તો અનુભવ છે. પ્રજ્ઞાછીણી. અનુભવ કર્યો છે. અનુભવ જ સાધન છે. બાકી રાગની ક્રિયા ને ફલાણા ફલાણા સાધન એવા તો અનંતવાર કર્યા. ‘વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો, અબ ક્યોં ન બિચારત હૈ મનસે કછુ ઔર રહા ઉન સાધનસે, બિન સગુરુ કોઈ ન ભેદ લહે આહાહા.! “બિન સશુરુ કોઈ ન ભેદ લહે. પછી શું ભૂલાઈ ગયું. “મુખ આગલ હૈ કહ બાત કહૈ અહીંયાં પ્રભુ અંદર પડ્યો છે. “મુખ આગલ હૈ કહ બાત કહે ભગવાન ચૈતન્ય આનંદમાં નિત્ય પડ્યો છે. અંદરમાં નિત્યની દૃષ્ટિ કરી નહિ તો નિત્યનો આનંદ આવ્યો નહિ તો એ પંચ મહાવ્રતના બધા