________________
કળશ-૨૦૬
૨૫૫
એવું કહેવાથી ક્ષણિકવાદી પ્રતિબુદ્ધ થાય છે.' જુઓ! અહીં તો એ લીધું. આવું સાંભળવાથી ક્ષણિકવાદી પ્રતિબુદ્ધ થાય જ છે. હેં? પાંચમી ગાથામાં કહ્યું ને? ‘સમયસાર’. ‘નવિ વાખ્ખ”. આમ તો પહેલું એમ કહ્યું, “યત્તવિત્ત્ત' (અર્થાત્) સ્વભાવની એકતા અને વિભાવની પૃથકતા. તં યત્તવિાં વાદ્ન” દેખાડીશ હું, (એમ) કુંદકુંદાચાર્યદેવ' કહે છે. “વાર્દ અપ્પળો સવિવેળ એ મારા વૈભવથી દેખાડીશ. આહાહા..! એમાં પણ વિ વાખ્ખ પછી બીજો શબ્દ આવ્યો. પહેલું તો આવ્યું આવતું યત્તવિક્ત્ત વાર્દ અપ્પળો સવિવે હું સ્વભાવની એકતા અને વિકલ્પની પૃથકતા મારા વૈભવથી દેખાડીશ. તો ‘વાĒ” શબ્દ તો પહેલા આવ્યો હતો, ફરીને વાä” લીધું. પણ નવિ વાખ્ખ” જો હું દેખાડું તો ‘પમાનં’. “નવિ વાપુખ્ત” દેખાડું તો પ્રમાણ ક૨જે–અનુભવથી પ્રમાણ કરજે. આ વાત છે એમ નહિ. આહાહા..!
“નવિર વાપુખ્ત પમાળ’. આ ત્રીજું પદ છે. ત્રીજા પદના બે કટકા. વિવાÇખ્ખ’ જો દેખાડું (તો) ‘પમાળ’. આહાહા..! અંતરના આનંદના અનુભવથી પ્રમાણ કરજે. આહાહા..! સમજાય છે કાંઈ? “વિ વાખ્ખ પમાળ સુન્ન છતું ન ઘેત્તવં' હું કોઈ વ્યાકરણના શબ્દમાં ભૂત-ભવિષ્ય-વર્તમાન ફેરફાર બોલવામાં આવી જાય અને તને તેનો ખ્યાલ હોય તો એ ખ્યાલ ન રાખીશ. મારી અંતરની ચીજ અનુભવની કહું છું એ ખ્યાલ રાખજે. વિભક્તિમાં આમ ફેર પડ્યો ને આ ભાષા ને તને જ્ઞાનમાં હોય, એ તું ભણ્યો હોય, વ્યાકરણ (ખબ૨ હોય) અને તને જ્ઞાનમાં હોય કે આ ઠેકાણે શાસ્ત્રમાં શબ્દ આમ જોઈએ ને આ બોલ્યા, તો એવું ધ્યાન રાખીશ. વુન્ન છાં ન ઘેત્તવં આહાહા..! હું આત્માના આનંદનો અનુભવ રાગથી ભિન્ન પડીને જે બતાવું છું તેને તું પ્રમાણ કરજે. બીજી વાત લઈશ નહિ.
અહીંયાં એ કહ્યું, જુઓ! એવું કહેવાથી ક્ષણિકવાદી પ્રતિબુદ્ધ થાય છે. એ તો તરત... હૈં? આહાહા..! અહીંયાં તો એવી વાત લીધી છે. આહાહા..! કેવી છે જીવવસ્તુ” નિત્યામૃતૌધૈ: સ્વયમ્ અમિપિગ્ન આહાહા..! કેવો છે પ્રભુઆત્મા અંદર? ‘નિત્ય” “સદાકાળ અવિનશ્વર૫ણારૂપ...’ આહાહા..! છે... છે.. છે. છે.. છે.. છે... સદા કાળ અવિનશ્વર વસ્તુ અંદર છે. નિર્ણય થયો પર્યાયમાં પણ વસ્તુ છે અવિનશ્વર, એમ નિર્ણય થયો. અનિત્યએ નિત્યનો નિર્ણય કર્યો. સમજાય છે કાંઈ? નિત્યનો નિર્ણય નિત્ય કેવી રીતે કરે? સમજાય છે કાંઈ? એ “ચિદ્વિલાસ’માં લીધું છે ભાઈએ, ચિદ્વિલાસ'. અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે. “ચિદ્વિલાસ’માં બહુ સરસ વાત છે. અનુભવની ઘણી સારી (વાતો કરી છે). અનુભવ પ્રકાશ’માં, ‘ચિદ્વિલાસ'માં ભાઈએ-દીપચંદજી’એ (ઘણી વાત કરી છે).
અહીંયાં કહે છે, આહા..! નિત્યામૃતૌધૈ: સ્વયમ્ અમિષિગ્વન્’. નિત્ય’ નામ સદા કાળ ભગવાનઆત્મા અંદર બિરાજે છે, અવિનશ્વર. અને ‘અમૃત’ જીવદ્રવ્યનું જીવનમૂળ,...' આનંદ સ્વરૂપ અમૃત ભગવાન અંદર છે એ જીવનું જીવનમૂળ એ છે. આહાહા..! અમૃત સિંચતિ.