________________
૨૫૬
કલશમૃત ભાગ-૬
આહાહા...! “જીવદ્રવ્યનું જીવનમૂળ, તેનું...” “શોધૈ: નામ “સમૂહ વડે... આહાહા.! જીવદ્રવ્યનું કાયમી ટકવું, આનંદનું કાયમ રહેવું તેવો અમૃત સ્વરૂપ ભગવાન. અમૃતના બે અર્થ છે. કદી મરે નહિ એવું નિત્ય અને અતીન્દ્રિય આનંદ અમૃત પર્યાયમાં સીંચે છે. આહાહા...! સમજાય છે કાંઈ? આત્માનો અભિષેક થાય છે, એમ કહે છે. જે નિત્યની માન્યતા અનુભવમાં નહોતી, ધારણામાં હતી, નિત્યનું ભાન થયું એ) અભિષેક થયો. રાજન અભિષેક થયો. આહાહા.! રાજાનો અભિષેક કરે છે ને? “મિષિષ્યન’નો અર્થ અભિષેક થાય છે. સંસ્કૃતમાં છે. સંસ્કૃત ટીકા છે ને? બધાની ટીકા છે, પરમઅધ્યાત્મ તરંગિણી' છે, સંસ્કૃત. એ શું કહ્યું?
ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ વર્તમાન ક્ષણિક પર્યાયનો નાશ કરીને ત્રિકાળી ઉપર જ્યાં દષ્ટિ પડે છે ત્યાં નિત્યાનંદ અમૃત પ્રભુ, અમૃતનો ઓઘ... ઓહોહો...! ન નાશ પામે એવું અમૃત અને અસ્તિરૂપે અનંત અમૃત આનંદ, તેનો સમૂહ. આહાહા.. તેના દ્વારા “સ્વયમ્
ષિષ્ય'. કહે છે? રાગ નિમિત્ત હતો ને પરની અપેક્ષા આવી તો “મિષિષ્ય નિત્યનું ભાન થયું એમ નહિ. “સ્વયમ્ ગામગ્વિન આહાહા.! દેવીલાલજી'! આહાહા..! પોતાના નિત્યાનંદ પ્રભુના અનુભવમાં સ્વયં અભિસિંચન થાય છે. કોઈની વ્યવહાર-ફયવહારની અપેક્ષા એમાં નથી. વ્યવહાર આવો આવ્યો, બહુ સારો વ્યવહાર કર્યો તો આ અનુભવ થયો એમ બિલકુલ નથી. આહાહા...! આવી ભાષા છે. એના ભાવ આવા બહુ સૂક્ષ્મ છે.
મુમુક્ષ - આપ તો ફરમાવો છો કે ધારણામાં નક્કી કરવું. ઉત્તર :- ધારણામાં વિકલ્પથી નિર્ણય કર્યો ત્યાં સુધી અનુભવ નથી. મુમુક્ષુ :- અનુભવ તો પછી કરવો પડે.”
ઉત્તર :- પણ એ પછી... વિકલ્પમાં નિર્ણય કર્યો માટે અનુભવ થાય છે એમ નથી. પહેલા એવો નિર્ણય આવે છે. કેમકે વિપરીત બુદ્ધિ હોય છે એટલે વિકલ્પમાં એવો નિર્ણય આવે છે કે, આ આત્મા નિત્યાનંદ છે, ક્ષણિક પર્યાય છે, અનુભવ થાય છે તો આનંદનો થાય છે, આ રાગનું વેદન છે, પણ એ વિકલ્પ સહિત નિર્ણય વાસ્તવિક નથી. આહાહા...!
વાસ્તવિક નિર્ણય તો અનુભવ કરીને જે નિર્ણય થયો તે યથાર્થ છે). અવગ્રહ, ઈહા, અવાય, ધારણા થઈને વસ્તુને પકડીને અવાય, અવગ્રહ–પકડી, ઈહા-વિચાર-જ્ઞાન કર્યું અવાય-નિશ્ચય થયો, ધારણા–ત્યારે આ આનંદ છે એવી ધારણા થઈ એ નિર્ણય યથાર્થ છે.
મુમુક્ષુ :- નિર્વિકલ્પ ધારણા ઉત્તરઃ- (એ પહેલાની) ધારણાને ધારણા કહેતા નથી. મતિજ્ઞાનનો ભેદ છે ને? આહાહા.! મુમુક્ષુ :- જે આત્માનો નિર્ણય કર્યો છે જ આત્મા પછી અનુભવમાં આવશે ને?
ઉત્તર :- પણ ઈ નિર્ણય વિકલ્પથી કર્યો માટે નહિ. એવો વિકલ્પ સહિત) પહેલા નિર્ણય આવે છે. અન્ય મતથી અને વિપરીત કહેનારથી, વિપરીતપણું કેવું હોય એ પલટવાને