________________
કળશ-૨૦૬
૨૫૭
કા૨ણે એવો વિકલ્પ આવે છે કે, ભગવાન તો આ કહે છે, અજ્ઞાની આ કહે છે, પણ વિકલ્પથી નિર્ણય થયો એ વાસ્તવિક નિર્ણય નથી. આહાહા..! વાસ્તવિક નિર્ણય નહિ. દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ'માં છે.
મુમુક્ષુ :- પાકો નિર્ણય નથી.
ઉત્તર :– હા, પાકો નિર્ણય નથી. અહીં આવ્યા હતા ને? ઘણું વાંચન કર્યું હતું, ઘણું વાંચન (હતું). અહીં આવ્યા ને એક શબ્દ કહ્યો, ભાઈ! વિકલ્પ જે રાગ ઊઠે છે ને ભગવાન, બેય ભિન્ન ચીજ છે. આહાહા..! ઘણા સાધુને મળ્યા હતા. તપ, જપ કર્યાં હતા. અન્યમતિની ક્રિયા હોય છે ને? શું કહેવાય? સમજાણું? યોગ. અન્યમતિનું ઘણું કર્યું હતું. શાસ્ત્ર વાંચેલા. એક જ વાત કરી, પ્રભુ! અંદર આનંદ સ્વરૂપ ભગવાન, રાગના વિકલ્પથી તદ્દન ભિન્ન છે. તો એક રાત.. આ રસોડામાં સાંજથી સવાર સુધી ધ્યાનમાં ઘોલન કરતા.. કરતા.. કરતા.. જ્યાં સવાર થયું ત્યાં અનુભવ કરીને ઊભા થયા, એક રાત્રિમાં સમ્યગ્દર્શન થયું. અહીંયાં. પછી આ ‘દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ’ (છપાણું). ‘દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ’ તો પછી અમારા આ ભાઈએ બનાવ્યું, આ શશીભાઈ’એ અને લાલચંદભાઈ’એ બેએ ભેગા થઈને બનાવ્યું. એ પોતે કંઈ... આ શશીભાઈ’ વૈષ્ણવ છે, પછી એમણે બનાવ્યું. એ અને આપણા લાલચંદભાઈ’, બેયએ ‘દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ’ (બનાવ્યું). નીચે નામ છે.
મુમુક્ષુ :– વૈષ્ણવ હોત તો એ આજે જૈન છું, એમ કહે છે.
ઉત્તર ઃ- આ તો ઓળખાવવા માટે. કુળે વૈષ્ણવ હતા. મોઢ છે ને મોઢ? ગાંધીની નાતના છે. ‘ભાવનગર’માં એ જ વાંચે છે અને વાંચવા જાય છે, ‘કલકત્તા’ ને મુંબઈ’ ને.. વાંચવા જાય છે. આહાહા..! વૈષ્ણવ હોય કે હરિજન હોય, આત્માના અનુભવ માટે ક્યાં નાત નડે છે? હિરજન પણ પામે છે. આવ્યું ને? ‘રત્નકદંડ શ્રાવકાચાર’. જેમ અગ્નિ ઢાંકેલી છે તેમ બહારમાં તો ચંડાળ શરીર, કાળું, મેલું (હોય પણ) અંદર અનુભવ, સમ્યગ્દર્શન થયું છે. ઢાંકેલી અગ્નિ છે. ‘રત્નકદંડ શ્રાવકાચાર'માં (આવે છે). આહાહા..! હરિજન હોય તો શું થયું?
તેના સમૂહ વડે પોતાની શક્તિથી પોતે પુષ્ટ થતી થકી.' ભાષા જુઓ! ‘સ્વયમ્ અમિગ્વિન્” આહાહા..! આનંદની ધારાથી આત્માનો અભિષેક આત્મા કરે છે. હું નિત્ય છું, એવા આનંદના અનુભવમાં હું નિત્ય છું એવો અભિસિંચન–અભિષેક થયો. આહાહા..! સમજાય છે કાંઈ? ભાષા તો ભઈ સાદી છે પણ ભાવ તો જે છે તે છે. શું કરે? સમજાય છે કાંઈ? સ્વયમ્ અમિગ્વિન્ આહાહા..! ભાષા એમ છે કે, નિત્યનું ભાન થયું તો કોઈ દેવ-ગુરુ-શાસ્ત્રની અપેક્ષા હતી તો થયું, કોઈ નિમિત્તની અપેક્ષાથી થયું, કોઈ રાગની મંદતા ઘણી કરી તો તેનાથી થયું? કે, ના. આહાહા..! સ્વયમ્ અભિવિન્ગ્વન્” પોતાની શક્તિથી...’ પોતાના સ્વભાવની ‘શક્તિથી પોતે પુષ્ટ થતી થકી.’ પોતાથી પોતે પુષ્ટ થતો થકો. અસ્થિરતા