________________
કળશ-૨૧૫
૩૮૧
કરવું એ તો ન મળે પણ રાગનું જાણવું એ પણ રાગમાં જઈને જાણે એમેય ન મળે. આહાહા..! દેવીલાલજી’! આવો માર્ગ છે). વીતરાગ પરમેશ્વર જિનેન્દ્રદેવ ત્રિલોકનાથનો ગણધરો અને ઇન્દ્રોની વચ્ચેનો પોકાર આ છે. આહાહા..! માર્ગ આ છે. ભાઈ! તેં સાંભળ્યું ન હોય માટે કંઈ બીજી ચીજ થઈ જાય? આહાહા..!
મુમુક્ષુ :– જ્ઞાન રાગને તો અડીને ન જાણે પણ જ્ઞાન નિર્મળ પર્યાયને અડીને તો જાણે ને?
ઉત્તર :- એ પર્યાયને પોતાને જાણે, એમાં શું છે? સ્વજ્ઞેય છે ને એ તો. પોતાને જાણે છે ને! પોતાની પર્યાયને જાણે છે અને અનંતી પર્યાયને જાણે છે, પણ એ અનંતી પર્યાયને અડીને જાણતો નથી. ઝીણું બહુ, આહાહા..! એક જ જ્ઞાનનો પર્યાય એટલી તાકાતવાળો છે કે એક પર્યાયમાં છ દ્રવ્યના ગુણ-પર્યાય જણાય અને પોતાના ત્રિકાળી દ્રવ્ય-ગુણ-પર્યાય જણાય. એવી એક સમયની પર્યાયની તાકાત છે. એ પર્યાય પરને તો અડતી નથી.. આહાહા..! અહીં એથી આઘું નથી કહેવું.. પણ એ પર્યાય દ્રવ્યને પણ અડતી નથી. અહીં તો ૫૨ની અપેક્ષાની વાત છે. આહાહા..! પર્યાય દ્રવ્યરૂપે થઈ જાય તો પર્યાય એક ક્ષણની છે અને વસ્તુ ત્રિકાળ છે. આહાહા..! ત્રિકાળને અડીને પર્યાય કામ કરતી નથી. આહાહા..! કેમકે બે વચ્ચે પણ અભાવ છે. અતભાવ છે). છે? પ્રવચનસાર’ અતભાવ છે. આહાહા..! જે પર્યાયભાવ છે તે દ્રવ્યમાં અતભાવ છે. દ્રવ્યભાવ છે તે પર્યાયમાં અતદ્ભાવ છે. આહાહા..!
પર્યાયમાં સ્વ૫૨ જાણવાનો સ્વભાવ સ્વતઃ સ્વતઃ છે એમાં રાગને અને શરીરને જાણવું એથી મારું જ્ઞાન ભ્રષ્ટ થઈ ગયું કે ૫૨માં ચાલ્યું ગયું એમ નથી. એ ભ્રમણા અજ્ઞાની અનાદિથી (કરી રહ્યો છે). આહાહા..! જીવનો જ્ઞાનસ્વભાવ ત્યાં દયા, દાનના વિકલ્પનું કરવું એ એનું સ્વરૂપ નથી. આહાહા..! પણ તેને અડીને જાણવું એવું એનું સ્વરૂપ નથી. એનાથી ભિન્ન રહીને પોતાને જાણતા એ જણાય જાય છે, એ તો જીવના સ્વપર જ્ઞાનસ્વભાવનો ઉદય છે. આહાહા..! સમજાણું કાંઈ? એ તો સ્વપ૨ પ્રકાશવું એ જ્ઞાનનું અસ્તિત્વ છે. એ જ્ઞાનનું અસ્તિત્વ છે, એ રાગનું અસ્તિત્વ નથી. આહાહા..! સમજાણું કાંઈ?
મુમુક્ષુ :– જ્ઞાનમાં ૫૨નો પ્રતિભાસ થાય..
ઉત્તર :– પ્રતિભાસ થાય એ ભાષા વ્યવહા૨ છે.
મુમુક્ષુ :– જ્ઞાનને કારણે કે સ્વચ્છતાને કારણે?
ઉત્તર :- નહિ, નહિ, નહિ. પ્રતિભાસ થાય એ ભાષા વ્યવહાર છે. પણ જેવું સ્વરૂપ ત્યાં છે એવું અહીંયાં જ્ઞાનનું તે કાળે પોતાથી જાણવું થઈ જાય એવું એનું સ્વરૂપ છે. મુમુક્ષુ :– ત્યારે સ્વચ્છત્વ શક્તિનું કઈ રીતે?
ઉત્તર :– એ જ, પોતાને પૂર્ણ જાણે. દૃષ્ટાંત તો શું કરે? સ્વચ્છમાં તો એ કીધું છે, દર્પણનો દાખલો આપીને. સ્વચ્છત્વ શક્તિમાં છે ને? પણ દર્પણમાં જે કાંઈ ચીજ જણાય