________________
૩૮૨
કલશામૃત ભાગ-૬
છે એ કાંઈ દર્પણની થઈ નથી. અગ્નિ છે અહીં અગ્નિ, એ દર્પણમાં જણાય છે. તે દર્પણમાં જણાય છે તે અગ્નિ છે. એ તો અરીસાની સ્વચ્છતા છે. અગ્નિને આમ હાથ લગાડો તો ઊનું લાગશે, અહીં (દર્પણમાં) જે અગ્નિ આમ આમ દેખાય છે એ અગ્નિ છે ત્યાં? અરીસાની અવસ્થા છે. ત્યાં હાથ અડાડશો તો ઊનું લાગશે ત્યાં? આહાહા...! આવું ઝીણું છે, શેઠ! આ જાણવું પડશે આમાં, હોં નહિતર આ બધા ઘોદા, ચોરાશીના અવતાર કરી કરીને મરી ગયો છે.
મુમુક્ષુ :- જાણવામાં તો આ એ, બી, સી, ડી છે.
ઉત્તર :- જાણવાની એ, બી, સી, ડી કક્કો છે આ તો. વાત સાચી છે. આહાહા...! ઈ શું કીધું જોયું?
જાણતો થકો પોતાના સ્વરૂપે છે–એવો વસ્તનો સ્વભાવ છે. શેયના જાણપણાથી જીવને અશુદ્ધપણું માને છે તે ન માનો, જીવ શુદ્ધ છે; આહાહા.! વિશેષ સમાધાન કરે છેછે કારણ કે...” “મ્િ પ દ્રવ્યાન્તરં પદ્રવ્યક્તિ ન વસ્તિ ’ આહાહા.! જુઓ “કોઈ શેયરૂપ પગલદ્રવ્ય અથવા ધર્મ, અધર્મ, આકાશ, કાળદ્રવ્ય શુદ્ધ જીવવસ્તુમાં એકદ્રવ્યરૂપે પરિણમે છે એમ શોભતું નથી. આહાહા.! એ બીજા છ દ્રવ્યો શુદ્ધ જીવવસ્તુમાં એક દ્રવ્યરૂપે આવે છે એમ નથી. આહાહા.! “જીવ સમસ્ત શેયને જાણે છે, જ્ઞાન જ્ઞાનરૂપ છે...” આહાહા...! જ્ઞાન જ્ઞાનરૂપ રહીને જ્ઞાન જાણે છે એમ કહેવું એ તો જ્ઞાનરૂપ છે એનું. આહાહા.. બધાને જાણે છે પણ એ તો જ્ઞાનનું રૂપ છે, કહે છે. એ તો જીવનું સ્વરૂપ છે. આહાહા...! સમજાણું કાંઈ? આજે તો બધું ઝીણું બહુ આવ્યું, હોં! આવું સાંભળવું તો ક્યારે મળે? બાપા! આહાહા...! લોકો માને ન માને પણ વસ્તુસ્થિતિ આ છે. આહા...! પરમસત્યનો પોકાર પ્રભુનો તો આ છે. આહા.!
અહીં તો ત્યાં સુધી છે, કે રાગના અસ્તિત્વમાં તારું જ્ઞાન ગયું માટે રાગને જાણે છે એમ નથી). આહાહા. અગ્નિને જાણે છે માટે તારું અસ્તિત્વ અગ્નિમાં જઈને જાણે છે (એમ નથી). તારા જ્ઞાનમાં રહીને તે અગ્નિનું આમ સ્વરૂપ છે તેવું જણાય તે તારા જ્ઞાનમાં રહીને પોતાના અસ્તિત્વમાં રહીને જણાય છે. આહાહા...! પરનું અસ્તિત્વ તો અહીંયાં કદી આવતું નથી. પર સંબંધીનું જ્ઞાન એ ખરેખર પરસંબંધીનું નથી. એ જ્ઞાન પોતાનું જ છે. આહાહા...! સમજાણું કાંઈ પાછળના શ્લોકો બહુ ઝીણા છે. આમ સાધારણ ભાષા છે પણ ભાવ ઘણા ઊંડા છે. આહાહા...!
હવે આમાં ચર્ચા કોની સાથે કરવી? આવ્યા હતા ને? “ચંદ્રશેખર'. કહે, ચર્ચા કરીએ. શ્વેતાંબર. જીવા પ્રતાપના ભત્રીજાએ શ્વેતાંબર દીક્ષા લીધી ને ભઈ! અમે તો ચર્ચા કરતા નથી, બાપુ શું કહીએ? તમે સિંહ છો તો અમે સિંહના બચ્યા છીએ, કહે. ભઈ! હું તો સિંહ છું મેં તો એ કીધું નથી. છેવટે ઊભા થતા કહે, જુઓ! આ ચશમા વિના જણાય?