________________
૩૮૦
કલામૃત ભાગ-૬
મુમુક્ષુ :
બાળે છે?
:
ઉત્તર ઃ– બાળે છે એમ કહેવું એ વ્યવહાર કીધો ને! આહા..! (અગ્નિનો) દાહકસ્વભાવ છે, સમસ્ત દાહ્યવસ્તુને બાળે છે, બાળતો થકો અગ્નિ પોતાના શુદ્ધસ્વરૂપે છે...’ સમજાવવું હોય તો શી રીતે સમજાવવું? આહાહા..! લાકડા, અડાયા છાણા, આ છાણા અમથા બનેલા એ અગ્નિ એ રૂપે થાય છે, પણ એ અગ્નિ પોતાના સ્વરૂપે જ થઈ છે. એ છાણાને સ્વરૂપે નથી થઈ. આહાહા..! પોતાનું અસ્તિત્વ કેવડું ને કેટલું છે ને કહ્યાં છે, એમ અહીં સિદ્ધ કરવું છે. આહાહા..! પોતાના અસ્તિત્વમાં અગ્નિ પણ પોતાના અસ્તિત્વમાં રહીને બાળે છે એમ કહેવું પણ એ તો અગ્નિરૂપ થઈને છે. એમ ૫૨ને જાણે છે એ પોતાના સ્વરૂપે એ રૂપે થઈને જાણે છે, પરૂપે થઈને જાણે છે એમ છે નહિ. આહાહા..!
અગ્નિ પોતાના શુદ્ધસ્વરૂપે છે...’ જોયું? શુદ્ધ સ્વરૂપે ભાષા લીધી. અગ્નિનો એવો જ સ્વભાવ છે; તેમ જીવ...' એ દૃષ્ટાંતનો સિદ્ધાંત. જ્ઞાનસ્વરૂપ છે...’ છે? જેમ અગ્નિનો દાહક સ્વભાવ છે એમ જીવનો જ્ઞાન સ્વરૂપ છે. અગ્નિ જેમ બધાને બાળે છે, એમ (જ્ઞાન) સમસ્ત શેયને જાણે છે...' ઓલામાં બાળતો થકો અગ્નિ પોતાના શુદ્ધસ્વરૂપે છે. એમ જાણતો થકો પોતાના સ્વરૂપે છે...’ આહાહા..! સર્વજ્ઞ ને સર્વદર્શી શક્તિમાં પણ લીધું નથી? કે, સર્વજ્ઞ છે એ આત્મજ્ઞપણું છે. સર્વ છે આમ જાણે છે એમ નહિ, એ આત્મજ્ઞ છે એ સર્વજ્ઞપણું છે. આત્મશનો જ સર્વજ્ઞ સ્વભાવ છે, એ પોતે પોતાને જાણે છે. સર્વજ્ઞ કહ્યું છતાં એ આત્મજ્ઞ છે. સર્વજ્ઞ, સર્વદર્શી શક્તિ. આહાહા..! ઝીણું છે, ભાઈ! શું થાય?
અનંતકાળ જન્મ-મરણ કરી કરીને.. એને મટાડવાનો ઉપાય અલૌકિક છે. આહાહા..! ચૈતન્યસત્તા એટલે કે જેનું હોવાપણું એકલું ચૈતન્યથી છે, જેનું હોવાપણું એકલું ચૈતન્યથી છે એને પકડીને અનુભવ કરવો.. આહાહા..! એનું નામ પ્રથમ ધર્મની શરૂઆત છે. જેનું હોવાપણું, સત્તા એટલે જ્ઞાનપણે જેનું હોવાપણું છે, એ રાગપણે કે શરીરપણે જેનું હોવાપણું નથી. એથી એ જ્ઞાન બધાને જાણતું હોવા છતાં પોતાના જ્ઞાનસ્વરૂપે જ થઈને રહ્યું છે. ૫૨ને જાણતાં ૫૨ સ્વરૂપે થઈને રહ્યો છે, એમ નથી. આહાહા..!
‘એવો વસ્તુનો સ્વભાવ છે. શેયના જાણપણાથી જીવને અશુદ્ધપણું માને છે તે ન માનો.’ આહાહા..! ૫૨ સંબંધીનું જ્ઞાન થતાં હું પરને અડી ગયો છું અથવા પર મારામાં આવી ગયું છે એમ ન માનો. આહાહા..! હવે આવી વ્યાખ્યા ઝીણી. હૈં? બહુ આકરું પડે. સંપ્રદાયમાં તો જાણે આ વ્રત ને તપ ને ભક્તિ ને આ પૂજા, ભક્તિ, પૂજા કરે, જાત્રા-બાત્રામાં ધર્મ ભાને), આ વળી દયા ને સામાયિક ને પોષા ને ડિકમણા(માં ધર્મ માને). બધી રાગની ક્રિયાઓ છે. આહાહા..! કહે છે કે, એ વખતે પણ રાગ થયો પણ જીવનો સ્વભાવ તો જાણવું જ છે. એ રાગ કાળે પણ જીવ રાગને અને પોતાને જાણે છે એ તો પોતાનો સ્વભાવ છે. એ તો શુદ્ધ જીવનું સ્વરૂપ જ છે. આહાહા..! પરનું કરવું એ તો ન મળે પણ રાગનું