________________
કળશ-૨૧૫
૩૭૯
ગણ્યું છે. સંવ૨ અધિકાર'. દયા, દાન, ભક્તિના પરિણામ થાય.. ભાઈ! એ વિકલ્પ છે એનું ક્ષેત્ર એટલું ભિન્ન ગણ્યું છે. એ ભિન્ન ક્ષેત્રને, ભિન્ન ભાવને જ્ઞાનમાં રહીને, સ્વમાં રહીને જાણવું સ્વપપ્રકાશક એ તો શુદ્ધજીવનો ઉદયભાવ-સ્વભાવ છે, એમ કહે છે. આવ્યું ને? ‘શુદ્ધસ્વમાવોવયઃ’.
મુમુક્ષુ :- સ્વચ્છતાનો ઉદય છે.
ઉત્તર :- એ પોતાનું પ્રગટપણું છે. પોતાનો સ્વભાવ છે એ તો સ્વભાવ જ છે, એમ કહે છે. ઉદય એટલે સ્વભાવ છે. ‘શુદ્ધસ્વમાવોવયઃ’ એ તો શુદ્ધ સ્વભાવનું પ્રગટપણું છે. આહાહા..! હવે આવી વાતું પકડાય નહિ, બિચારા શું કરે? આવી જાય છે પછી બહારમાં ક્રિયાકાંડમાં દોરાય જાય. વ્રત કરો ને અપવાસ કરો ને આંબેલ કરો ને... ધર્મ થઈ જશે. અરે....! જીવને ક્યાં રખડાવી માર્યો છે! ભ્રમણામાં ને ભ્રમણામાં.
અહીં તો એ સિદ્ધ કરે છે કે, શુદ્ધ જીવનો સ્વભાવ તો સ્વપ૨ને જાણવું એ અપેક્ષાએ પરને કહ્યું છે. જ્ઞાન જ્ઞાનને જાણે અને જ્ઞાનમાં ૫૨ જણાય છે તે તો જ્ઞાન છે અને જ્ઞાન સિવાય પોતાના બીજા અનંત ગુણને જાણે એ પણ પપ્રકાશક છે... આહાહા..! છતાં તે જ્ઞાન અનંત ગુણને જાણે છતાં તે ગુણો જ્ઞાનમાં આવી નથી ગયા. આહાહા..! આવું છે. મુમુક્ષુ :- તાદાત્મ્ય સંબંધ હોવા છતાં સ્વરૂપ જુદું ને જુદું રહ્યું.
ઉત્તર ઃ- તાદાત્મ્ય સંબંધ જ્ઞાનને આત્મા સાથે છે. રાગને સંયોગીસંબંધ નથી કીધું? સંયોગી ભાવ છે. એ સંયોગીભાવને અડતોય નથી. હૈં?
મુમુક્ષુ :- રાગને ક્ષણિક તાદાત્મ્ય કહેવાય છે.
ઉત્તર :– એ અપેક્ષાથી. એની પર્યાયમાં છે ને, એ અપેક્ષાએ. બાકી ૫રમાર્થે તો એ સંયોગીભાવ છે તો એની સાથે સંબંધ છે જ નહિ. તાદાત્મ્ય સંબંધ નથી એટલે સંબંધ નથી, એમ. ત્રિકાળની સાથે સંબંધ નથી, એમ. છતાં એ પર્યાયમાં છે એને જાણતાં જ્ઞાન રાગમાં અડીને જાણે છે, એમ નહિ. એ તો એની પર્યાયમાં છે એ તો અશુદ્ધતા બતાવવી હોય માટે. પણ અહીં તો એની પર્યાયમાં છે તેની જ પર્યાય તે કાળે તેને અને પ૨ને જાણે એવો પોતામાં રહીને રાગને જાણે એવો સ્વભાવ છે. રાગરૂપ તે વખતે પણ જ્ઞાન થયું નથી. આહાહા..! સમજાણું કાંઈ? એ તો ‘શુદ્ધસ્વમાવોવયઃ'. શુદ્ધ જીવસ્વભાવ ઉદય એટલે સ્વરૂપ જ છે એમ કહેવું છે. આહાહા..!
ભાવાર્થ આમ છે કે—જેમ અગ્નિનો દાહક સ્વભાવ..’ જોયું! દૃષ્ટાંત આપ્યો. સમસ્ત દાહ્યવસ્તુને બાળે છે,...’ અગ્નિનો દાહક સ્વભાવ છે એ બધી વસ્તુને બાળે છે. છતાં.. આહાહા..! છે? બાળતો થકો અગ્નિ પોતાના શુદ્ધસ્વરૂપે છે–અગ્નિનો એવો જ સ્વભાવ છે,...' બધાને બાળવા છતાં અગ્નિ અગ્નિ સ્વરૂપે બાળ્યું છે. એ અગ્નિ કંઈ ૫૨ સ્વરૂપે લાકડારૂપે થઈને બાળ્યું નથી. આહાહા..!