________________
૩૭૮
કલશામૃત ભાગ-૬
જાણે ધંધામાં પડ્યો ને આ કર્યું ને આ કર્યું ને આ કર્યું. આહાહા.! મારી નાખ્યો જીવને. મરણતુલ્ય કરી નાખ્યો છે. એ આવે છે, પહેલા આવી ગયું છે. મરણતુલ્ય કર્યું છે. આહાહા.!
ચૈતન્ય જાગતી જ્યોત સ્વપપ્રકાશક સ્વરૂપમાં બિરાજમાન છે એને પરના શેયને જાણવું એ તો એનું સ્વરૂપ જ છે, કહે છે. એ તો શુદ્ધ જીવનો સ્વભાવ, ઉદય થયેલો સ્વભાવ જ છે. પરનું જાણવું એ કંઈ અશુદ્ધતા છે અને પરને અડે છે માટે પરને જાણે છે, એમ નથી.
મુમુક્ષુ :- પર સામું જોઈને જાણે છે...? ઉત્તર :- પર સામું જોઈને જાણે છે એમ નહિ. જાણે છે પોતામાં, પોતાથી. મુમુક્ષુ :- ઉપયોગ ત્યારે ક્યાં? ઉત્તર :- ઉપયોગ ભલે પર તરફ છે પણ એ જાણે છે પોતાને પોતામાં રહીને. મુમુક્ષુ :- ઉપયોગને પરનો આશ્રય... ઉત્તર :- આશ્રય-ફાશ્રય કાંઈ ન મળે. મુમુક્ષુ :- ઉપયોગ પરમાં છે એટલે... ઉત્તર :- પરમાં નથી, પરને જાણવામાં છે. આહાહા...! ઝીણી વાત છે. ઉપયોગ ભલે
વિકલ્પમાં આવ્યો પણ છતાં એ વિકલ્પને ઉપયોગ જાણે છે, એવું એનું
સ્વરૂપ છે. મુમુક્ષુ :- ઉપયોગ સ્વમાં જ જાય એવો નિયમ નહિ. ઉત્તર :- ના, ના. મુમુક્ષુ :- જ્ઞાનનો ઉપયોગ બહારમાં હોય... ઉત્તર :- બહારમાં નથી. એ અંદરમાં પોતામાં છે. મુમુક્ષુ :- અંદરમાં છે પણ મોટું બહાર છે. ઉત્તર :- ના, મોઢું પણ બહાર નથી. મોટું પણ અંદર છે. આહાહા...! મુમુક્ષુ :- તો સ્વસમ્મુખ અને પરસમુખમાં ફેર શું રહ્યો? ઉત્તર :- એ સ્વસમ્મુખ દૃષ્ટિ ધ્રુવ જ્ઞાયક ઉપર જ પડી છે. આહાહા...! મુમુક્ષુ :- તો તો ઉપયોગ અંદરમાં છે.
ઉત્તર :- અંદર જ છે છે, ભલે રાગાદિમાં હોય, વિષયકષાયમાં હોય) છતાં એના જાણનારમાં પોતે છે, રાગમાં નથી. આવું આકરું કામ છે. આહાહા...! અરે.. જિંદગી ચાલી જાય છે. મરણને તુલ્ય થઈ જશે. મરણનો એક સમય આવશે ત્યાં છૂટી જશે આમ. જુવાન અવસ્થા હશે તોય છૂટી જશે. આહા.! કારણ કે એ છૂટું તત્ત્વ છે એની સાથે એક ક્યાં રહેલો છે? આહાહા...! એક ક્ષેત્રે પણ ભેગો નથી. પોતાના અને પરના ક્ષેત્ર, આકાશની અપેક્ષાએ કહેવાય. આહાહા...! શરીર ને કર્મ. અરે. અહીં તો રાગનું ક્ષેત્ર પણ ભિન્ન