________________
કળશ- ૨૧૮
૪૩૩
ઈ તો વ્યવહારનયથી કથન છે. પાળે કોણ? આહાહા. અહીં તો એ રાગ છે તેને પણ આત્માના અનુભવ દ્વારા ટાળો. એ મહાવ્રતના પરિણામ પણ સંસાર છે, રાગ છે. આહાહા...! જગપંથ છે. માર્ગ બહુ ઝીણો, બાપુ આહાહા...! અને પોતે તો મહાપ્રભુ છે. આહાહા...! જેના ચૈતન્ય રત્નાકર-દરિયા, રત્નો, ચૈતન્યના રત્નના દરિયા ભર્યા છે. આહાહા...! એ અતીન્દ્રિય રત્નનો દરિયો છે, પ્રભુઆહાહા...! ધ્રુવ, હોં! પૂર્ણ અચળ. કહેશે હમણા. પૂર્વનાર્વિ:” છે એ તો. પૂર્ણ સ્વરૂપ અને અચળ નામ પલટે નહિ એવી “ર્વિ' નામ જેનો પ્રકાશ છે. આહાહા...! આવી વાત છે. આ કાંઈ...
જે રાગ-દ્વેષને મટાડવાથી...” “જ્ઞાનજ્યોતિઃ સદનં વનંતિ આહાહા.! “જ્ઞાનજ્યોતિ અર્થાત્ શુદ્ધ જીવનું સ્વરૂપ...” જ્ઞાનજ્યોતિ એટલે શુદ્ધ જીવસ્વરૂપ. ત્રિકાળી ચૈતન્ય શુદ્ધ જીવસ્વરૂપ. રાગ-દ્વેષ મટાડવાથી. આહાહા.! છે? “શુદ્ધ સ્વરૂપ જેવું છે તેવું” જેવું છે, જેવું છે તેવું પ્રગટ થાય છે. આહાહા.! આવી વાતું. ઓલા રાડેરાડ પાડે, અરે...! આ તો વ્યવહારનો તો લોપ કરે છે. પણ વ્યવહારનો લોપ એટલે રાગનો લોપ કરવા માટે તો આ વસ્તુ છે. આહાહા...!
મુમુક્ષુ :- નિશ્ચય વિના વ્યવહાર આવ્યો ક્યાં?
ઉત્તર :- પણ એ માને છે. શું થાય? ભાઈ! પ્રભુ પ્રભુ... પ્રભુ! એને ક્યાં જાવું? ભાઈ તારે. તું તો પૂર્ણ અચળ “ર્વેિ પ્રભુ છો ના આહાહા.! પૂર્ણ ચળે નહિ એવી ચીજ ધ્રુવ, એવો તારો પ્રકાશ છે ને આહાહા...! એવા સ્વરૂપની રમણતા કરતા રાગ-દ્વેષને મટાડ. આહાહા..! કેવી છે એ ચીજ પ્રગટ થતાં? આહાહા.! જ્ઞાનજ્યોતિ “સહજ પ્રગટ થાય છે.” છે ને? સ્વભાવિક વસ્તુ છે તે પ્રગટ થાય છે. આહા...!
કેવી છે જ્ઞાનજ્યોતિ?” એટલે કે શુદ્ધ જીવસ્વરૂપ. એમ. આહા.! શુદ્ધ જીવસ્વરૂપ કેવી છે જ્યોતિ એ? છે? “પૂવનર્વેિ જેવો સ્વભાવ છે એવો.” પૂર્ણનો અર્થ એમ કર્યો, જોયું? જેવો સ્વભાવ છે પૂર્ણ. આહાહા...! એક સમયની પર્યાય સિવાય તેનો સ્વભાવ તો પૂર્ણ (છે). જેવો સ્વભાવ છે એવો...” એની વ્યાખ્યા એવી કરી. પૂર્ણ એનો સ્વભાવ છે. એવો એનો અનુભવ કરતાં એ પર્યાયમાં સ્વભાવ પ્રગટ થાય છે. એ રાગ-દ્વેષ મટાડતાં તે પર્યાય પ્રગટ થાય છે. આહાહા...!
મૂળ તાકાત એનામાં છે એની પ્રતીતિ આવતી નથી. બહારના ભપકાના આશ્ચર્યકારી દેખાવમાં રોકાઈ જતાં આશ્ચર્યકારી ચીજ અંદર છે તેમાં એને જાવું ફાવતું નથી. આહાહા.. સમજાય છે કાંઈ? આ બહારના બધા ભપકા તો મસાણના હાડકાના ફાસફૂસ છે. આહાહા...! અંદર તો ભગવાન અમૃતનો સાગર ડોલે છે. એવા પૂર્ણ અચળ “ર્વિ. પૂર્ણનો અર્થ કર્યો કે જેવો છે તેવો, એમ. વસ્તુ જેવી છે તેવી. આહાહા...! સત્તા–જેનું હોવાપણું જેવું છે તેવું. આહાહા...! પૂર્ણ જેવો સ્વભાવ છે એવો...” “અવન'. એ તો પૂર્ણનો અર્થ જેવો છે તેવો