________________
૪૩૨
કલામૃત ભાગ-૬
“ તત્ત્વકૃત્ય “પુનો અર્થ પૂર્ણ આનંદ સ્વરૂપ, તેનો પ્રત્યક્ષ વર્તમાન અનુભવ. આહાહા...! એ અનુભવ “શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ તેના વડે.” એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના અનુભવ વડે રાગ-દ્વેષને મટાડો, રાગ-દ્વેષને ટાળો. આહાહા.! સમજાણું કાંઈ? શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ... આહાહા. ‘તેના વડે રાગ-દ્વેષ બંન્નેને મૂળથી મટાડીને દૂર કરો.” આહાહા...! હૈ?
બે વાત. એક તો ચૈતન્યસત્તા પૂર્ણ અચળ વસ્તુ જે છે, સત્તાપણે-હોવાપણે કાયમ એવો જે નિત્યાનંદ પ્રભુ, એનો અનુભવશીલ પ્રત્યક્ષ તેને આનંદના વેદનના અનુભવથી, એને રાગ ને દ્વેષ જે મલિન પર્યાય છે એને મટાડો. આવી વાત છે. પહેલા એનો જ્ઞાનમાં નિર્ણય તો કરે કે વસ્તુ તો આ છે. ધર્મ-સમ્યગ્દર્શન કેમ થાય અને સમ્યગ્દષ્ટિ હોય એ શું કરે? એમ વાત છે. આહાહા. ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ પ્રભુ, જેનું તત્ત્વ અતિરૂપે મહાપ્રભુ પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાનાદિ એકરૂપ જેનું સ્વરૂપ, એવી સત્તાનો અનુભવ કરીને... આહાહા...! રાગ-દ્વેષને મટાડો. આહાહા.! રાગ-દ્વેષ મટાડવાનો બીજો કોઈ ઉપાય નથી.
પ્રથમ એણે શું કરવું? કે, એણે તત્ત્વ મહાસત્તા પ્રભુ છે ચૈતન્યજ્યોત, ચૈતન્ય રત્નાકર. ચૈતન્ય ચિંતામણિ વસ્તુ છે એની દૃષ્ટિ કરીને અનુભવ કરવો. આહાહા.! અને તે અનુભવી જીવે અનુભવ દ્વારા રાગ-દ્વેષને મટાડવા. આવી વાત છે. તો પછી આ ભક્તિ ને પૂજા ને મંદિર ને એ બધું ક્યાં ગયું? એ બધા રાગના નિમિત્તો છે. રાગને મટાડવો છે એને તો પહેલા રાગ વિનાની ચીજ જે શુદ્ધ ચૈતન્યઘન છે, અનંત અનંત ચતુષ્ટય શક્તિથી બિરાજમાન વસ્તુ છે, આહાહા...! આનંદનો બાદશાહ છે, પ્રભુ અતીન્દ્રિય આનંદનો રાજા છે તેને અનુભવવો). આહાહા.!
મુમુક્ષુ :- રાજા મોટો કે બાદશાહ મોટો
ઉત્તર :- બાદશાહ કહો કે રાજા કહો, અહીં તો એક જ છે. રાજ્યતે ઈતિ રાજા. પોતાના સ્વભાવની શોભાથી શોભે એ રાજા. આહાહા...! એ બાદશાહ છે, જગતનો જાણનારદેખનાર. જાણનાર-દેખનાર, હોં! આહા! એવા ભગવાનઆત્માને જેને હિત કરવું હોય એણે હિત સ્વરૂપે ભગવાન છે તેનો આશ્રય લઈને અનુભવ કરવો. આહા...! આવી વાત છે.
અનુભવ કરીને “રાગ-દ્વેષ બંનેને મૂળથી મટાડીને દૂર કરો.” આહાહા...! કેમકે રાગ અને દ્વેષ, પુણ્ય ને પાપના ભાવ એ દુઃખરૂપ છે. મટાડવા લાયક છે, રાખવા લાયક નથી. આહાહા.! ચાહે તો વ્યવહાર રત્નત્રયનો રાગ હો પણ એ મટાડવા લાયક છે, ટાળવા લાયક છે. એનાથી લાભ થાય નહિ, એને રાખવા લાયક છે નહિ. આહાહા.! એવી રીતે તેને સ્વરૂપના અનુભવથી મટાડો, એમ કહે છે.
મુમુક્ષુ :- મહાવ્રત તો કુંદકુંદ ભગવાને પોતે પાળ્યા હતા. ઉત્તર :- મહાવ્રત પાળ્યા હતા ક્યાં? વિકલ્પ હતો તેને જાણતા હતા. પાળ્યા હતા