________________
કળશ-૨૧૮
નહિ. છે?
પ્રત્યક્ષરૂપ છે જે શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ...' આહાહા..! આનંદના નાથનો અનુભવ કરતા કરતા.. આહાહા..! અનુ-ભવ. ત્રિકાળી આનંદ છે એને અનુસરીને થવું, રાગને અનુસરીને થવું એ તો સંસાર છે, દુઃખ છે. ભગવાન અતીન્દ્રિય આનંદ સ્વરૂપને અનુસરીને થવું એ સમ્યગ્દષ્ટિનો અનુભવ તેના વડે રાગ-દ્વેષ બન્નેને મૂળથી મટાડીને દૂર કરો.' આહાહા..! એ પુણ્ય ને પાપના ભાવથી ભિન્ન પડ્યો અને સમ્યગ્દષ્ટિ થયો. હવે સ્વરૂપમાં રમણતા કરીને એ રાગ-દ્વેષનો ત્યાગ કરે છે. આહાહા..! ત્યારે તને વીતરાગતા અને પૂર્ણ આનંદની પ્રાપ્તિ થશે. એનું નામ ધર્મનું ફળ મોક્ષ છે. એ આ ધર્મ અને આ ધર્મનું ફળ મોક્ષ. વિશેષ કહેશે.... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!)
૪૩૧
મહા વદ ૫, સોમવાર તા. ૨૭-૦૨-૧૯૭૮.
કળશ-૨૧૮ પ્રવચન-૨૪૩
કળશટીકા’૨૧૮. ફરીને. તતઃ સમ્યવૃત્તિ: પુષ્ટ તત્ત્વવૃદ્યા તૌ ક્ષપયતુ' ‘સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર’ ચાલે છે. કહે છે કે, હે સમ્યગ્દષ્ટિ! વસ્તુનો સ્વભાવ જેણે દૃષ્ટિમાં લીધો છે. ચૈતન્ય રત્નાકર ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ, અચળ અને પૂર્ણ, એ પૂર્ણ છે અને અચળ નામ ધ્રુવ છે, ચળતું નથી એવી વસ્તુને જેણે અનુભવમાં લીધી છે એને અહીંયાં સમ્યગ્દષ્ટિ કહેવાય છે. આહાહા..! એ સમ્યગ્દષ્ટિ જીવો, એમ કહે છે. શુદ્ધચૈતન્યઅનુભવશીલ જીવ,...' એમ. સમ્યગ્દષ્ટિની વ્યાખ્યા કરી. શુદ્ધ ચૈતન્ય અનુભવશીલ જીવ. ત્રિકાળી જે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પરમ પવિત્ર અને આનંદ સ્વરૂપ, એનો અનુભવશીલ. એના અનુભવનો જેનો સ્વભાવ છે. આ ધર્મીની પહેલી સીડી. સમ્યગ્દષ્ટિ. આહાહા..!
‘શુદ્ધચૈતન્ય...’ ત્રિકાળી પરમ પવિત્ર પ્રભુ, ધ્રુવ સ્વભાવ જે છે એનો અનુભવશીલ છે. એ પર્યાય થઈ. શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય સ્વભાવ સત્તા, અસ્તિત્વપણે જે મહાપ્રભુ એનો અનુભવશીલ. એને અનુસરીને ભવવું નામ અનુભવ કરવો અને એ અનુભવ જેનો શીલ નામ સ્વભાવ છે.. આહાહા..! એ જીવ સમ્યગ્દષ્ટિ કહેવાય છે. આહાહા..! સમજાણું કાંઈ? દં’ પ્રત્યક્ષરૂપ છે...' આહાહા..! ‘શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ તેના વડે...’
એ