________________
૪૩૪
કલશામૃત ભાગ-૬
કર્યો. હવે અચળનો અર્થ શું કર્યો? સર્વ કાળ પોતાના સ્વરૂપે છે...’ પોતાના સ્વરૂપે સર્વ કાળ ભગવાન પૂર્ણાનંદથી છે. આહાહા..! સર્વ કાળ એ તો પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શાંત સ્વરૂપ ત્રિકાળ છે. આહાહા..! આવી વાત.
સર્વ કાળ પોતાના સ્વરૂપે છે એવો..' જેવો સ્વભાવ છે એવો અને સર્વ કાળ પોતાના સ્વરૂપે છે એવો. એમ. આહાહા..! શું કહ્યું ઇ? કે, પૂર્ણ નામ જેવો સ્વભાવ છે તેવો અને સદા કાળ પ્રકાશમાન રહે છે તેવો. આહાહા..! સમજાણું? પોતાના સ્વરૂપે છે.. છે. અચળ નામ એ સ્વરૂપે જ છે. આહાહા..! એવી ‘અર્નિ' પ્રકાશ છે જેનો....' એવી જ્ઞાનજ્યોતિ ભગવાનઆત્મા છે. આહાહા..! બહારની ચીજો એને ખેંચે છે, રાગ-દ્વેષ કરવા. અંદરમાં ખેંચાણ એનું થાતું નથી. આહાહા..! બહારની ચીજોમાં આકર્ષાય જાય છે, જેથી સ્વરૂપની પ્રતીતિ એને આવતી નથી. સ્વરૂપના સામર્થ્યનો ભરોસો, સ્વરૂપના સામર્થ્યનો ભરોસો વિસ્મયકારી, આશ્ચર્યકારી છે તે ભરોસો આવતો નથી. આહાહા..! સમજાણું કાંઈ? આવું છે, ઝીણું બહુ ભાઈ! આહા..! માણસે તો આ બહારની ક્રિયા કરો ને આ કો ને એમાં ને એમાં.. એ તો બધો રાગ છે, અહીં રાગને તો મટાડવાની વાત છે, રાખવાની વાત નથી.
રાગ-દ્વેષનું સ્વરૂપ કહે છે–' ઓલું પોતાનું સ્વરૂપ પહેલું કહ્યું. ‘પૂર્ણાવતાર્ત્તિ:’, પૂર્ણ જેવો સ્વભાવ છે તેવો, અચળ નામ ત્રણે કાળે એવો ને એવો જેનો પ્રકાશ છે એવો એ ભગવાન છે. આહાહા..! સમજાણું કાંઈ? દવા કાંઈ લ્યે, આ તાવ ઉપર, ઇ શું કહેવાય? ક્વીનાઈન. ક્વીનાઈન લ્યે તો એને ભરોસો કે આ તાવ મટાડશે. ભરોસો, જડનો ભરોસો (છે) એને. આહાહા..!
મુમુક્ષુ :– ઇ ભરોસો સાચો છે.
ઉત્તર ઃસાચો નથી. ઇ તો કેમ થાય છે એની ખબર નથી. આહાહા..! કોળિયો લાડવો આવડો નાખીને એને ભરોસો છે કે હેઠે ઊતરી જશે. એમ. અહીં શું છે? પોલાણ કેટલું છે? ક્યાં જાય છે એની ખબરું ન મળે. રોટલીનું બટકું, રોટલાનો કટકો ચાંક સલવાઈ જશે તો? એની શંકા નથી ત્યાં. પાણી પીવે તો ત્યાં... સલવાણો હોય, અટક્યો હોય ઇ પાણીમાં બહાર નીકળી જાય. આહાહા..! અહીં તો કહેવું છે કે, જગતના બાહ્ય પદાર્થના કારણ-કાર્યનો ભરોસો છે કે આનાથી આમ થાશે ને આનાથી આમ થાશે. રોટલા ખાઉં તો ભૂખ મટશે ને પાણી પીઉં તો તૃષા મટશે ને દવા ખાઉં તો રોગ મટશે, એ બધા ભરોસા. આહા..! એ ભરોસા કરનારો તો આત્મા જ છે, ઊંધો. તેં? આહાહા..! પણ એનું સ્વરૂપ એવું નથી. આહાહા..! સ્વરૂપ તો પૂર્ણાનંદથી ભરેલો અચળ એવી ને એવી જ્યોતિ સત્તા સદા કાળ ચૈતન્યના રત્નના ભરેલા દરિયાથી સમુદ્રથી ભર્યો પ્રભુ (છે). આહા..! એવા પ્રકાશને અનુભવ દ્વારા રાગ-દ્વેષને મટાડ. હવે એ રાગ-દ્વેષ કેવા છે એ કહેશે. ઓલું પહેલું સ્વરૂપ કહ્યું, હવે રાગ-દ્વેષ કેવા છે એ કહે છે. આહા..!