________________
કળશ- ૨૧૮
૪૩૫
દિ જ્ઞાનમ્ અજ્ઞાનમાવા રૂદ રાષો મવતિ' આહાહા.... જે કારણથી જીવદ્રવ્ય....” વસ્તુ, ભગવાન આત્મા વસ્તુ. “અનાદિ કર્મસંયોગથી પરિણમ્યું છે...... કર્મના સંયોગે તે પરિણમ્યું છે. એ વસ્તુ તો છે ઈ છે, પણ કર્મના સંયોગે અનાદિથી વિકારરૂપે પરિણમ્યો છે. આહાહા..! સમજાણું કાંઈ? આવું સ્વરૂપ છે, કહે છે.
મુમુક્ષુ :- મોક્ષમાર્ગ પ્રકાશકમાં એમ આવે છે કે કારણ હોય જ નહિ.
ઉત્તર :- કારણ ન હોય, કારણ તો ના જ પાડે છે. કારણ ક્યાં કહે છે? અહીં તો કહે છે કે, અનાદિથી રાગની ઉત્પત્તિ એણે કરી છે કર્મના સંયોગથી. બસ એટલી વાત છે. સંયોગ એ તો બતાવ્યો. એનાથી થયું એમ અહીં કહ્યું નથી. એની સ્વભાવ ઉપર દૃષ્ટિ નથી ને સંયોગ ઉપર દૃષ્ટિ છે તો એને લક્ષે રાગ-દ્વેષની ઉત્પત્તિ થાય છે. એ કર્મના સંયોગથી થઈ એમ કહેવામાં આવે છે. આહાહા.
“અનાદિ કર્મસંયોગથી પરિણમ્યું છે....' એ તો છે એટલી વાત સિદ્ધ કરવી છેઅહીં કર્મસંયોગ છે એટલું. અને પરિણમ્યો છે પોતે પોતાના ભાવને ભૂલીને. વિભાવપરિણતિમિથ્યાત્વરૂપ... આહાહા.. એ મિથ્યાત્વરૂપ પોતે પરિણમ્યો છે. કર્મના સંયોગને લક્ષે પોતે પરિણમ્યો છે. આહા.! કમેં એને રાગ-દ્વેષપણે પરિણમાવ્યો છે એમ નથી. આહાહા...
મુમુક્ષુ :- કર્મસંયોગ એ અનાદિથી છે.
ઉત્તર :- છે, વસ્તુ છે એના ઉપર લક્ષ છે, બસ! લક્ષ છે માટે રાગ-દ્વેષ કરે છે, પરિણમે છે. આહાહા.. ઈ કંઈ કર્મ પોતે રાગ-દ્વેષ કરાવતું નથી. કર્મને કર્મની ખબર નથી કે હું કોણ ચીજ છું? આહાહા.! અજ્ઞાનીને પોતાની ચીજ કોણ છે તેની ખબર નથી. આહાહા.! કર્મ ને શરીરને ખબર નથી કે અમે કોણ છીએ? એમ જેને અજ્ઞાન છે અને આત્મા કોણ છે, એવું અજ્ઞાનીને પણ ખબર નથી. આહાહા. માર્ગ બહુ બાપા એવો ઝીણો છે. લોકોને પછી નિશ્ચયાભાસ છે, વ્યવહારથી થાય નહિ એમ માને છે, માટે વ્યવહારને માનતા નથી એમ કહે છે. વ્યવહાર છે પણ વ્યવહાર ટાળવા જેવો છે.
મુમુક્ષુ :- નિશ્ચય હોય ત્યાં સાચો વ્યવહાર હોય જ.
ઉત્તર :- હોય તો છે ને. પૂર્ણ વીતરાગ ન હોય તો. આહાહા...! ટાળવું છે તો છે છે કે નહિ? છે એને ટાળવું છે કે નથી એને ટાળવું છે? આહાહા...! અને આ છે એને માનવો છે કે ન હોય એને માનવો છે? આહાહા...!
ભગવાન ચૈતન્ય સ્વરૂપ... આહાહા.! અચળ પૂર્ણ “ર્વિ-પ્રકાશની મૂર્તિ પ્રભુ છે. અરૂપી ચૈતન્યપ્રકાશની મૂર્તિ ધ્રુવ ભગવાન છે. એને અનુભવ્યે રાગ-દ્વેષ ટળે છે. એ રાગ-દ્વેષ કેવા હતા? કેમ હતા? કે, એ કર્મના સંયોગે વિભાવરૂપે જીવ પરિણમ્યો તેથી તે રાગ-દ્વેષ હતા. આહાહા..! માર્ગ આવો છે. વીતરાગમાર્ગ એવો છે. અત્યારે તો બહુ ગડબડ થઈ ગઈ છે. આહા. ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવ પ્રભુ દિવ્યધ્વનિમાં આ રીતે ફરમાવ્યું પ્રભુએ, એ સંતો