________________
૨૪૨
કલામૃત ભાગ-૬
ગુણસ્થાન સુધી રૌદ્રધ્યાન છે. છહે ગુણસ્થાને આર્તધ્યાન છે, રૌદ્રધ્યાન નથી. આહા...! એ તો તેને જાણે છે, બસ! આહાહા...! સમજાય છે કાંઈ? “જ્ઞાનનો પ્રતાપ છે સર્વસ્વ જેનું, એવો છે.'
વળી કેવો છે?” “સ્વયં પ્રત્યક્ષમ આહાહા...! જુઓ પોતાને પોતાની મેળે પ્રગટ થયો છે. પ્રત્યક્ષનો અર્થ એ કર્યો. કર્યો છે ને? આહાહા.! પોતાનું જ્ઞાન થયું ત્યાં રાગની અપેક્ષા પણ જેને નથી, પ્રત્યક્ષ જ્ઞાન થઈ ગયું. સમજાય છે કાંઈ મતિ-શ્રુત જ્ઞાન પણ પ્રત્યક્ષ થઈ ગયું. આહાહા...! “તત્ત્વાર્થસૂત્રમાં મન, ઇન્દ્રિયથી (થાય છે એમ જ કહ્યું હતું એ વ્યવહારની અપેક્ષાએ છે, આ નિશ્ચય છે. આહાહા. જેમાં મન અને ઇન્દ્રિયની અપેક્ષા નથી, એવું રાગથી ભિન્ન જ્ઞાન થયું એ જ્ઞાન પ્રત્યક્ષ થઈ ગયું. આહાહા...! સમજાય છે કાંઈ?
પોતાને પોતાની મેળે છે ને? “સ્વયં પ્રત્યક્ષમ છે ને? સ્વયં એટલે પોતાને, પ્રત્યક્ષ એટલે પોતાની મેળે પ્રગટ થયું. પોતાને પોતાની મેળે પ્રત્યક્ષ થયું છે. કોઈ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થયો તો આ જ્ઞાન થયું, એમ નથી. આહાહા...! સમજાય છે કાંઈ? રાગથી ભિન્ન જે જ્ઞાન પ્રગટ થયું એ પોતાના પ્રતાપથી પ્રત્યક્ષ થઈને પ્રગટ થયું છે. સ્વને પણ જાણે અને પરને પણ જાણે. જેના જાણવામાં પરની અપેક્ષા નથી. આહાહા...!
બીજી રીતે પ્રત્યક્ષમાં એમ કહે છે કે, રાગને જાણે છે એ પણ વ્યવહાર થયો. એ તો પોતાનું જે સ્વપપ્રકાશક પ્રત્યક્ષ જ્ઞાન છે તેને જાણે છે. સમજાય છે કાંઈ? આહાહા...! આમ છે. રાગ તો પર છે. સમજાય છે કાંઈ? એ કહ્યું હતું ને એકવાર? (સંવત) ૧૯૮૩ની સાલમાં મોટો પ્રશ્ન થયો હતો, સંવત ૧૯૮૩. મોટો પ્રશ્ન થયો હતો. એક કહે કે, લોકાલોક છે તો કેવળજ્ઞાન છે. એવો પ્રશ્ન ઊઠ્યો. એક કહે કે, કેવળજ્ઞાન પોતાથી છે, લોકાલોક છે માટે કેવળજ્ઞાન છે એમ નથી. એ કેવળજ્ઞાન પોતાથી છે. લોકાલોક છે તો લોકાલોકને જાણે છે એમ નથી. પોતાની જાણવાની તાકાત પોતાથી છે. લોકાલોકની સત્તા છે તો પોતામાં કેવળજ્ઞાનની સત્તા ઉત્પન્ન થઈ એમ નથી.
અહીંયાં એમ કહે છે કે, રાગને જાણે છે, તો રાગને જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે. અહીં તો પોતાનું પ્રત્યક્ષ જ્ઞાન થયું. આહાહા...! સમજાય છે કાંઈ? ઝીણી વાતું બહુ વાણિયાને આખો દિ ધંધા આડે વખત ન મળે એમાં આવી ઝીણી વાતું. ધંધા... ધંધા. આવો માર્ગ છે, પ્રભુ! ઝીણો છે, ભાઈ! આહાહા...! આખો દિ ધંધાની પ્રવૃત્તિ, આ રળવું ને આ બાયડી ને આ છોકરા, વીસ-બાવીસ કલાક તો પાપમાં જાય, છ-સાત કલાક ઊંઘે, નિંદ્રા લે (એમાં) વખત ક્યાં રહે? અને નિવૃત્તિ થાય તો વ્યવહાર કરવા મંડી પડે. વ્રત ને તપ. આહાહા. અહીં તો કહે છે કે, વ્રત, તપનો જે વિકલ્પ આવ્યો છે... આહાહા....! તેને પણ જ્ઞાન પ્રત્યક્ષ થઈને પોતાને અને પરને જાણે છે પણ એ પ્રત્યક્ષ જાણે છે. રાગ છે તો