________________
કળશ-૨૦૫
છે. શ્રદ્ધાગુણ ત્રિકાળ છે. તેની મિથ્યાશ્રદ્ધા અને સભ્યશ્રદ્ધા એ બે પર્યાય છે. આહાહા..! સમજાય છે કાંઈ? પણ અહીંયાં સમકિતને ગુણ કહેવામાં આવ્યો છે. આહાહા..! કેમકે જ્યારે રાગ-દ્વેષને અવગુણ કહ્યા, રાગ-દ્વેષ પણ છે તો પર્યાય, પણ અવગુણ કહ્યા તો સમકિતને ગુણ કહ્યો, એ અપેક્ષાએ વાત છે.
૨૪૧
મુમુક્ષુ :- રાગ-દ્વેષ અવગુણરૂપ પર્યાય છે કે ગુણરૂપ પર્યાય છે?
ઉત્તર ઃ- અવગુણરૂપ પર્યાય છે. ઇ કીધું ને કે, અવગુણ પર્યાયનો નાશ (થયો) ત્યારે સમ્યક્ પર્યાયનો ગુણ પ્રગટ થયો એમ કહ્યું. કારણ કે છે તો બેય પર્યાય, પણ પેલા અવગુણનો અભાવ થયો તો અહીંયાં ગુણ કહ્યું, એમ.
જીવને સમ્યક્ત્વગુણ પરિણમ્યા પછી...' જોયું? પરિણમન, પરિણમન ઇ પર્યાય થઈ. શ્રદ્ધાગુણ તો ત્રિકાળ છે અને સમ્યગ્દર્શન થયું એ તો પરિણમન, પર્યાય છે. આહાહા..! સમજાય છે કાંઈ? પછી આવો જાણવો...’ અદ્વૈતવોધધાનનિયતં’ સકળ શેય પદાર્થ જાણવા માટે ઉતાવળા..’ આહાહા..! સમ્યગ્દર્શન થયા પછી તો જ્ઞાન તો સકળ (શેયને) જાણે છે, બસ! આહાહા..! રાગથી માંડી બધા શેય (છે). આહાહા..! ભલે શ્રુતજ્ઞાનની પર્યાય હો પણ સકળને જાણે છે. સમજાય છે કાંઈ? આહાહા..! કેવળી પ્રત્યક્ષ જાણે છે, આ પરોક્ષ જાણે છે, પણ જાણે છે તો સકળને. સમજાય છે કાંઈ? ઉદ્ધૃતબોધ મહિમા જ્ઞાનનો પ્રતાપ છે...’ આહાહા..! શું કહે છે? એ જ્ઞાનનો જ પ્રતાપ છે કે જ્યાં સમ્યજ્ઞાન થયું તો પોતાને અને રાગાદિને જાણવામાં તૈયાર, જાગૃત થઈ ગયું, એવો જ્ઞાનનો પ્રતાપ છે. આહાહા..! સમજાય છે કાંઈ? એક એક શબ્દમાં એવું પડ્યું છે.
‘ઉતાવળા એવા...’ ‘વોધધામ' જ્ઞાનનું ધામ છે એ તો. આહાહા..! જ્ઞાનનો પ્રતાપ છે એ તો. ‘નિયતં’ ‘સર્વસ્વ જેનું,.. આહાહા..! સ્વને જાણે અને રાગને, ૫૨ને જાણે એવું જ્ઞાનસમ્યજ્ઞાન એકદમ સર્વસ્વ જ્ઞાનનો પ્રતાપ પ્રગટ થયો. આહાહા..! સમ્યગ્દષ્ટિ જ્ઞાતા-દૃષ્ટા થઈ ગયો, એમ કહે છે. વ્યવહાર રત્નત્રય આવે છે, ભેદ ઉપચાર આવે છે, આવે છે પણ (તેનો) જ્ઞાતા-દૃષ્ટા થઈ ગયો. એવી વાત છે. આહાહા..! સમજાય છે કાંઈ? કર્તા ન રહ્યો. એવું જ્ઞાનધામ–જ્ઞાનનો પ્રતાપ છે. આહાહા..! સ્વપપ્રકાશક શક્તિ હમારી, તાતેં (વચન) ભેદ ભ્રમ ભારી, જ્ઞેયશક્તિ દ્વિવિધા પ્રકાશી, સ્વરૂપા પરરૂપા ભાસી’ રાગાદિ ૫૨માં (ગયા). આહાહા..! એ પરશેય તરીકે રાગને અને આનંદને, જ્ઞાનને સ્વજ્ઞેય તરીકે જાણવાનો આત્માનો પ્રતાપ પ્રગટ થયો. આહાહા..! સમજાય છે કાંઈ?
‘વોધધામ’ એ ‘જ્ઞાનનો પ્રતાપ છે...’ સ્વપ૨ને જાણવું એ પોતાનો-જ્ઞાનનો પ્રતાપ છે. સમ્યગ્દર્શન થયું, સમ્યગ્નાન થયું તેનો પ્રતાપ છે. એકદમ સ્વ અને પ૨ બેયને જાણે છે. આહાહા..! નિયતં” ‘સર્વસ્વ જેનું,.. પૂર્ણ-બધું જાણે, કહે છે. ચાહે તો રાગ તીવ્ર આવ્યો હોય કે રાગ મંદ હોય, રૌદ્રધ્યાનના પરિણામ સમકિતીને આવ્યા. આહાહા..! છે? પંચમ