________________
૨૪૦
કલશામૃત ભાગ-૬
છે તેટલો કાળ, વર્તાર વિન વનયન્ત) કર્તા અવશ્ય માનો અર્થાતુ મોહ–રાગદ્વેષરૂપ અશુદ્ધ ચેતનપરિણામનો કર્તા જીવ છે એમ અવશય માનો–પ્રતીતિ કરો. (તું) તે જ જીવ (5ળું જ્યારે મિથ્યાત્વપરિણામ છૂટીને પોતાના શુદ્ધસ્વરૂપ સમ્યક્ત્વભાવરૂપે પરિણમે છે ત્યારે (ન વ્યુતરૂંભાવમ) તેને કર્તાપણા વિનાનો અર્થાત્ છોડ્યું છે રાગાદિ અશુદ્ધ ભાવોનું કર્તાપણું જેણે એવો (પશ્યન્ત) શ્રદ્ધો-પ્રતીતિ કરો–એવો અનુભવો. ભાવાર્થ આમ છે કેજેમ જીવનો જ્ઞાનગુણ સ્વભાવ છે, તે જ્ઞાનગુણ સંસાર-અવસ્થામાં અથવા મોક્ષ-અવસ્થામાં છૂટતો નથી; તેમ રાગાદિપણું જીવનો સ્વભાવ નથી, તોપણ સંસાર–અવસ્થામાં જ્યાં સુધી કર્મનો સંયોગ છે ત્યાં સુધી મોહ–રાગ-દ્વેષરૂપ અશુદ્ધપણાને લીધે વિભાવરૂપે જીવ પરિણમે છે અને ત્યાં સુધી કર્યા છે. જીવને સમ્યક્ત્વગુણ પરિણમ્યા પછી આવો જાણવો“ઉદ્ધત વધઘાનિયતં (ઉદ્ધત) સકળ શેય પદાર્થ જાણવા માટે ઉતાવળા એવા (વોઇધામ) જ્ઞાનનો પ્રતાપ છે (નિયd) સર્વસ્વ જેનું, એવો છે. વળી કેવો છે ? “વયં પ્રત્યક્ષ પોતાને પોતાની મેળે પ્રગટ થયો છે. વળી કેવો છે ? “ ચાર ગતિના ભ્રમણથી રહિત થયો છે. વળી કેવો છે ? “જ્ઞાતારમ્ જ્ઞાનમાત્ર સ્વરૂપ છે. વળી કેવો છે ? “પરમ્ ' રાગાદિ અશુદ્ધ પરિણતિથી રહિત શુદ્ધ વસ્તુમાત્ર છે. ૧૩–૨૦૫.
મહા સુદ ૪, શનિવાર તા. ૧૧-૦૨-૧૯૭૮.
કળશ–૨૦૫, ૨૦૬ પ્રવચન–૨૨૯
(આ પ્રવચન સી.ડી.માં અધુરું ચાલુ થાય છે).
કોને? સમ્યગ્દર્શન થયું તેને જ્ઞાન ઉદ્ધત થઈ ગયું. ઉદ્ધત નામ ઉતાવળું. ઉતાવળું નામ પોતાનું જ્ઞાન અને રાગનું જ્ઞાન કરવામાં એની પરિણતિ થઈ ગઈ. રાગના કર્તાપણાની બુદ્ધિ છૂટી ગઈ. રાગ રહ્યો ખરો, પણ પોતાનું અને રાગનું જ્ઞાન કરવામાં ઉદ્ધત થઈ ગયું. ઉતાવળું થઈ ગયું. સમજાય છે કાંઈ? ભગવાન! આ તો વીતરાગમાર્ગ છે), બાપુ! એ કંઈ સાધારણ કથા-વાર્તા નથી. આ તો ત્રિલોકનાથ ભગવાન સર્વજ્ઞ પરમાત્માના તો અત્યારે વિરહ પડ્યા. આહાહા...! એની આ વાત છે. આહાહા...! એ કોઈ વાદવિવાદે પકડાય એવી નથી, બાપુ! આહાહા.!
કહે છે કે, જ્યારે સમ્યફ ગુણ પ્રગટ થયો, ગુણ એટલે પર્યાય, ગુણ જે છે, શ્રદ્ધાગુણ તો ત્રિકાળ છે, શ્રદ્ધાળુણ ત્રિકાળ છે અને શ્રદ્ધાગુણની મિથ્યાત્વ પર્યાય છે એ વર્તમાન પર્યાય-અવસ્થા છે અને શ્રદ્ધાગુણની સમ્યગ્દર્શન, સમ્યક્ પર્યાય એ પણ વર્તમાન પર્યાય