________________
૧૭૨
કલશામૃત ભાગ-૬
પચાસ હજાર. કોણ આપે છે? મેં તો લઈને આપી દીધા ‘રામજીભાઈ’ને, અમારે શું? અમારે નોટોને શું કરવી છે? રામજીભાઈ’ને દઈ દીધા. પચાસ હજાર! લાખ રૂપિયાય આપે છે. એમાં શું થયું પણ હવે ધૂળમાં? લાખ હોય કે કરોડ હોય. આહાહા..! એમાં રાગ મંદ કર્યો હોય તો પુણ્ય છે અને પુણ્ય મારી ચીજ છે એવી માન્યતા મિથ્યાત્વ છે. આહાહા..! અહીં તો એટલી સ્પષ્ટ વાત છે, ભઈ! આહાહા...!
અહીં એ કહ્યું, ‘વળી કેવા છે?” “તમન્ના તતાઃ” મિથ્યાત્વભાવરૂપ અંધકારથી વ્યાપ્ત છે,...’ અજ્ઞાની અંધકારમાં પડ્યા છે. એ શુભરાગ મારો છે અને મને લાભ થશે એ અજ્ઞાન અંધકારમાં પડ્યા છે. આહાહા..!
મુમુક્ષુ :– વ્રતાદિ પાળવા કે ન પાળવા?
ઉત્તર :- શું પાળે? આવે છે, રાગ આવે છે એ આસવ છે. વ્યવહારનયથી કથનમાં આવે પણ રાગ છે એ તો વિકાર છે. હું પાળી શકું છું, રાખી શકું છું એ તો મિથ્યાત્વ છે. આવે છે, નિરતિચાર વ્રત પાળવા એવું વ્યવહારનયથી કથન આવે. સમ્યગ્દષ્ટિની વાત છે, હોં! અજ્ઞાનીને તો છે ક્યાં? આહાહા..! પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં તો એમ કહ્યું, જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય એ અપરાધ છે. મૂળ પાઠ છે. પુરુષાર્થસિદ્ધિ ઉપાય’, ‘અમૃતચંદ્રાચાર્ય’. આહા૨ક શરીરનો જે ભાવે બંધ પડે એ ભાવ અપરાધ છે. ૫૨ની દયાનો ભાવ એ રાગ, હિંસા છે. એમ લખ્યું છે, પાઠ છે. આ તો સત્ય વાત છે, બાપુ! જગતથી વિપરીત છે. આહાહા..! એ કહ્યું, નહિ?
મહામિથ્યાદૅષ્ટિ છે...’ એમ કહ્યું? આહાહા..! જેઓ જીવનો સ્વભાવ કર્તારૂપ માને છે; કારણ કે કર્તાપણું જીવનો સ્વભાવ નથી, વિભાવરૂપ અશુદ્ધ પરિણતિ છે; તે પણ ૫૨ના સંયોગથી છે,..' વિભાવ, રાગ એ પરના સંયોગે છે, એ નિશ્ચયથી પોતાની યથાર્થ પરિણતિ છે જ નહિ. તેને પોતાની માને એ મહામિથ્યાદૃષ્ટિ છે. વિશેષ કહેશે...
(શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!)