________________
કળા-૧૯૯
૧૭૧
દયા પાળી શકું છું એવા રાગનો કર્તા થવું એ મારો સ્વભાવ છે, એમ માને છે. આહાહા.!
મુમુક્ષુ :- બીજા જીવને બચાવવા નહિ?
ઉત્તર :- કોણ બચાવી શકે? ત્રણકાળમાં બચાવી શકે નહિ. એના આયુષ્યની સ્થિતિ પૂરી થાય તો દેહ છૂટી જાય. આયુષ્ય હોય અને લાખ ઉપાય બીજા કરે તો મરે નહિ. જે ક્ષણમાં, જન્મક્ષણમાં તેની ઉત્પત્તિનો કાળ છે, દેહ છૂટવાનો (કાળ છે) તે ક્ષણે જ છૂટશે, તારાથી નહિ છૂટે અને એમાં રહેશે, શરીરમાં રહેવાની જ્યાં સુધી યોગ્યતા છે, આયુષ્યના કારણે રહે છે, એમ કહેવું પણ નિમિત્ત છે પણ પોતાના આત્માની શરીરમાં રહેવાની જેટલી યોગ્યતા છે તેટલો જ રહેશે, એમાં કોઈ દૂર કરી શકે કે જીવાડી શકે એવું ત્રણકાળમાં નથી. બહુ આકરું કામ, ભઈ! દુનિયાથી તો વાત જુદી છે. આ તો સર્વજ્ઞ જિનેન્દ્ર પ્રભુ વીતરાગ સર્વજ્ઞ પરમાત્માનો આ હુકમ છે. આહાહા.! છે?
એમ “આસ્વાદે છે...” ત્રણ શબ્દ લીધા. “એવો જીવદ્રવ્યનો સ્વભાવ છે.” રાગ કરવો એ તો જીવનો સ્વભાવ છે, કરવાનો અમારો ભાવ છે, એમ. “એવું માને છે, પ્રતીતિ કરે છે, (અને રાગને) આસ્વાદે છે.” આહાહા...! રાગનો જ અનુભવ છે. આત્માના આનંદનો ત્યાં અનુભવ નથી. આહાહા.! શાસ્ત્રમાં લખ્યું છે કે નહિ? યશપાલજી'! આ કાંઈ “સોનગઢનું છે? આ “સોનગઢ'નું છે કે...?
મુમુક્ષુ – અહીંયાંથી છપાયું છે.
ઉત્તર :- ગમે ત્યાં છપાયા હોય. અરે...! ભગવાન! શું કરે છે? બાપુ! છાપ ગમે તે હોય. આ અહીંયાં છપાણું છે? આ હિન્દી? ફૂલચંદજી સિદ્ધાંતશાસ્ત્રી અનુવાદક છે. દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ છે. અમને તો છે પણ ખબર નથી. અહીં કોણ જોવે? કોઈને કહ્યું નથી કે, આટલું છપાવો. છપાવીને લાવે ત્યારે જોઈએ.
મુમુક્ષુ :- કોઈએ ફેરફાર કર્યો હોય તો
ઉત્તર :- ફેરફાર કરે, પોતાની દૃષ્ટિથી કરે તો કરે. અહીં તો ઘણા ખાનગીમાં કહેવા આવે છે. આ “શાંતિભાઈ ગુજરી ગયા ને? એ શાંતિભાઈ મારી પાસે ખાનગીમાં આવ્યા હતા, મારે લાખ રૂપિયા આપવા છે. મેં કીધું, હું કંઈ જાણતો નથી. આ ગુજરી ગયા ને? વીસ-પચીસ દિ પહેલા અંદર આવ્યા હતા. મારે લાખ રૂપિયા આપવા છે. કીધું, કયાં આપવા છે? આપણે કોઈ દિ કોઈને કહ્યું નથી. પછી પચાસ હજાર આપણે આ ઝીણા વ્યાખ્યાન ચાલ્યા હતા ને? પચાસ હજાર એમાં અને પચાસ હજાર એમ કહેતા હતા. આવશે હમણા. અહીં તો ઘણા લાખો રૂપિયા ખાનગી આપે છે. એક માણસ આવ્યો હતો, પાંચ મિનિટ બેઠો. પૈસા મૂક્યા. મેં કીધું, કેટલા હશે? બે-પાંચ હજાર હશે? જોયું તો પચાસ હજારા નોટ. અહીં મૂક્યા. હું અંદર બેસું છું ને ત્યાં. બે-ત્રણ વર્ષ થયા. આના વખતે. સાડા ત્રણ વર્ષ થયા ને? મેં કીધું, હજાર, બે હજાર હશે. આમ નોટ જોઈ ત્યાં દસ-દસ હજારની પાંચ