________________
૧૭૦
કલશામૃત ભાગ-૬
મુમુક્ષુ :- બેયની શ્રદ્ધા એકસરખી છે?
ઉત્તર :- સરખી છે માટે એકસરખા છે. છે ને? જુઓને “ગાત્માનં વર્તારમ્ પત્તિ શા કારણથી? ‘મિથ્યાદૃષ્ટિ જીવો જીવદ્રવ્યને કર્તા માને છે અર્થાત્ તે જ્ઞાનાવરણાદિ કર્મને. રાગાદિ અશુદ્ધ પરિણામને.” એટલું ટૂંકું લીધું છે. પાઠમાં તો એવો પાઠ છે, છ કાયના જીવની રક્ષા કરી શકું છું. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિયની રક્ષા કરી શકું છું. તો જેમ જગતનો ઈશ્વરકર્તા છે એમ આ કરું છું એમ માને છે તો તેનો કર્તા થયો. બેય) મિથ્યાદૃષ્ટિ સરખા છે. આહાહા..! આવી વાતું આકરી પડે પણ શું થાય)? ભાઈ! સત્ય તો આ છે. હૈ? વાત તો આ છે. બેસે, ન બેસે સ્વતંત્ર છે, જીવ સ્વતંત્ર છે. આહાહા...! ભગવાનના સમવસરણમાં પણ અનંતવાર ગયો. મહાવિદેહમાં અનંત વાર જમ્યો. મહાવિદેહમાં તો તીર્થકરનો કદી વિરહ હોતો નથી. સમવસરણમાં પણ અનંતવાર ગયો. અનંત વાર ગયો, હીરાના થાળ... આહાહા.! કલ્પવૃક્ષના ફૂલ, મણિરત્નના દીવા લઈને ગયો)... જય ભગવાના એવી પૂજા, ભક્તિ ભગવાનની અનંત વાર કરી. એ તો પરદ્રવ્યાશ્રિત શુભભાવ છે. આહાહા! જૈનમતાશ્રિત એવો હોય તોપણ મિથ્યાદૃષ્ટિ છે કેમકે એ રાગનો કર્તા માને છે. ઈશ્વરને જગતનો કર્તા માને છે, આ છે કાયની રક્ષા કરવાનું માને છે-બેય સરખા છે.
મુમુક્ષુ :- દયા પાળવાનું ચારિત્રવ્રતમાં આવે છે.
ઉત્તર :- દયા પાળવાનું નથી આવતું. એ જરી શુભરાગ આવે છે, બસ એટલું. પરને ન મારું એવો શુભરાગ આવે છે, એ વ્યવહાર. ત્રણકાળમાં પરની કોઈ દયા પાળી શકતું નથી. પરદ્રવ્યની પર્યાયની રક્ષા કોણ કરે? આહાહા...!
અહીંયાં તો પરની દયાનો ભાવ આવ્યો એ રાગ છે, બસ એટલું. એ રાગને વ્યવહાર કહેવામાં આવે છે. કોને? જેને નિશ્ચય સમ્યગ્દર્શન, જ્ઞાન સ્વના આશ્રયે અનુભવ થયો હોય તેના રાગને વ્યવહાર કહેવામાં આવે છે. આહાહા...! સમજાય છે કાંઈ? પરની દયા પાળી શકું છું એમ ન માને અને રાગ થયો તો મને લાભ થયો એમ ન માને છે. આહાહા...! આવું આકરું પડે, શું થાય? એક એક શ્લોકમાં એટલી ગંભીર વાત પડી છે. “સમયસાર', પ્રવચનસાર', નિયમસાર” દિગંબર કોઈપણ શાસ્ત્ર લ્યો, સત્યના રહસ્યથી ભર્યા પડ્યા છે. બીજા અનુયોગ ભલે હોય, બીજા અનુયોગમાં તાત્પર્ય તો વીતરાગતા બતાવવી છે ને! આહાહા...! હૈ
મુમુક્ષુ :- રાગને તો પાળવો જોઈએ ને?
ઉત્તર :- રાગને પાળે છે એ જ મિથ્યાષ્ટિ છે, એમ કહે છે. અનાદિથી કરે છે. આહાહા! રક્ષા કરી, મેં રાગની રક્ષા કરી, રાગની રક્ષા. એ મિથ્યાદૃષ્ટિ છે. આહાહા...!
“જ્ઞાનાવરણાદિ કર્મને, રાગાદિ અશુદ્ધ પરિણામને કરે છે, એવો જીવદ્રવ્યનો સ્વભાવ છે–એવું માને છે...” જીવદ્રવ્યનો સ્વભાવ તો જ્ઞાતા-દષ્ટા છે, એમ નહિ માનતા હું પરની