________________
૨૮
કલશમૃત ભાગ-૬
પ્રગટ કર્યું શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ છે એનો અર્થ શું થયો? કે, નિજ શુદ્ધ સ્વરૂપનો આશ્રય લેતો નથી. અંદર ભગવાન પરમ આનંદ, અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત સ્વચ્છતા, અનંત ઈશ્વરતાથી ભરેલો છે. આ તો અવ્યક્ત ઉપરથી બધો વિચાર આવ્યો. એ વસ્તુ છે એ અવ્યક્ત બાહ્ય પ્રગટ નથી. એવી ચીજની અંદરમાં દૃષ્ટિ કરી અનુભવ કરવો એ બધા શાસ્ત્રનું તાત્પર્ય છે. તેનાથી જે ભ્રષ્ટ છે તો તેણે શાસ્ત્રનું તાત્પર્ય જાણ્યું જ નથી. આહાહા.! સમજાણું કાંઈ છે?
સ્વરૂપથી ભ્રષ્ટ છે તે “મોક્ષમાર્ગના અધિકારી નથી; આહાહા.. તેનો અર્થ શું થયો? કે, શુદ્ધ સ્વરૂપ છે તેનો આશ્રય લેવો એ મોક્ષમાર્ગનો અધિકારી છે અને તેનાથી ભ્રષ્ટ થઈ શુભ-અશુભ રાગનો આશ્રય લેવો એ મોક્ષમાર્ગનો અધિકારી નથી. એ સંસારમાર્ગના અધિકારી છે. “રમણીકભાઈ'! આ માર્ગ આવો છે. આહાહા...! વીતરાગ જિનેન્દ્રદેવ પરમાત્મા આમ ઇન્દ્રો અને ગણધરોની વચમાં આ વાત ફરમાવે છે. આહાહા.! માર્ગ આ છે. શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ છે જે જીવ “તેઓ મોક્ષમાર્ગના અધિકારી નથી; “હતા: (કહીને) તેનો ધિક્કાર કર્યો છે. આહાહા.! છે? “મોક્ષમાર્ગના અધિકારી નથી; એવા મિથ્યાદૃષ્ટિ જીવોનો ધિક્કાર કર્યો છે.” “હતા: હણ્યો છે. તુચ્છતા કરી છે. તારી ચીજ શું છે? રાગ અને પુણ્યાદિમાં ધર્મ માને છે. “તા: (એમ કહીને) ધિક્કાર કર્યો છે. આહાહા...! ઢેષ છે? ધિક્કાર કર્યો અને દ્વેષ નથી? કરુણા છે.
પ્રભુ! તું ક્યાં છો? તારી ચીજ અંદર મહાન પ્રભુ બિરાજે છે ભગવતુ સ્વરૂપ, એ તરફ તારો ઝુકાવ નથી અને તારી ચીજમાં એ ચીજ છે નહિ અને પુણ્યાદિ પરિણામ નુકસાનકર્તા છે તે તરફ તારો ઝુકાવ છે. ધિક્કાર છે. તારા આત્માનો ધિક્કાર તું કરે છે, એમ કહે છે. તારા આત્માનો તું ધિક્કાર કરે છે તો અમે ધિક્કાર કરીએ છીએ એમ બતાવીએ છીએ. આહાહા.! સમજાણું કાંઈ? માર્ગ બાપા, ભગવાન! જિનેન્દ્ર પરમાત્માની અલૌકિક વાતું છે. લોકોને તો બહારથી મળી નથી, સાંભળી નથી. આહાહા...! જીવન ચાલ્યા જાય છે. અમૂલ્ય જીવન. દુનિયા ગમે તે માનો ન માનો. સત્ય તો આ છે. નહીંતર તો અહીંયાં તો ધિક્કાર કર્યો છે. આહાહા...!
જે કોઈ પ્રાણી વ્યવહાર રત્નત્રય આદિ રાગથી આત્માને લાભ થાય એમ માને છે એ શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ છે. “દતા. પોતાના આત્માને ધિક્કારે છે અને રાગનો આદર કરે છે તો શાસ્ત્ર કહે છે કે, તને ધિક્કાર છે. આહાહા...! તારો આનંદનો નાથ અંદર ભગવાન... આહાહા.! શુદ્ધ સ્વરૂપનો પિડ પડ્યો છે તેનો તે અનાદર કરે છે અને રાગનો આદર કરે છે તો તારા સ્વરૂપમાં તારો ધિક્કાર થાય છે તો અમે પણ “તા:” કહીએ છીએ. આહાહા...! સંતો એમ કહે છે કે, ધિક્કાર છે, પ્રભુ તને આ શું થયું? આહાહા....! તારી રુચિ નહિ પરમાત્મા પ્રત્યે તને પ્રેમ નથી અને પામર પ્રત્યે તારો પ્રેમ છે એ રાગાદિ