________________
કળશ-૧૮૮
૨૯
ભાવ એ તો પામર છે, રાંક છે, ભિખારા છે. આહાહા..! ઝેર પ્રત્યે તને પ્રેમ છે અને અમૃત પ્રત્યે તને ધિક્કાર છે. આહાહા..! સમજાણું કાંઈ?
“ધિક્કા૨ કર્યો છે. કેવા છે?” “સુહાસીનતાં ગતા:’ ‘કર્મના ઉદયે પ્રાપ્ત જે ભોગસામગ્રી, તેમાં સુખની વાંછા કરે છે.’ એ શુભરાગ પણ કર્મની સામગ્રી છે. આહાહા..! તેમાં સુખબુદ્ધિ રાખે છે. રાગ, શુભરાગ આવે છે તેમાં સુખબુદ્ધિ રાખે છે તો એ કર્મની સામગ્રીમાં તેને સુખબુદ્ધિની વાંછા છે. ભગવાન આનંદની સામગ્રી અંદર પડી છે તેનો પ્રેમ નથી. આહાહા..! આવી વાત સાંભળવી કઠણ પડે એવી વસ્તુ છે. વસ્તુ તો પણ આ છે. અરે..! જન્મ-મ૨ણ કરતા કરતા દુઃખી થઈને દુઃખના દરિયામાં એણે ડૂબકી મારી છે. આનંદનો સાગર પડ્યો છે તેમાં ડૂબકી નથી મારતો. શું કહ્યું? આનંદસાગર ભગવાન.... આહાહા..! એમાં તો દૃષ્ટિ કરતો નથી અને દુઃખનો સાગર જે રાગાદિ એમાં પ્રેમ કરે છે. આહાહા..! તો કહે છે કે, તું તારા આત્માનો અનાદર કરે છે તો અમે કહીએ છીએ કે, અરેરે..! તને ધિક્કાર છે, ભાઈ! અને રાગાદિ સામગ્રીમાં, વાંછામાં સુખમાં પડ્યા છે.
‘ચાપતમ્ પ્રતીનં’ (વાપતમ્) ‘રાગાદિ અશુદ્ધ પરિણામોથી થાય છે સર્વ પ્રદેશોમાં આકુળતા તે પણ હેય કરી.’ અમે તો તેને હેય કરી છે. જેમાં તને પ્રેમ છે તેને તો અમે હેય કહીએ છીએ. આહાહા..! થોડી વાત પણ વાત મૂળની વાત છે. આહાહા..! શું કહ્યું? ‘સુવાસીનતાં ગતા:” ૫૨માં સુખની વાંછા કરે છે તેનો ધિક્કાર કર્યો. વાપતમ્ પ્રતીનં’ (ચાપતમ્) ‘રાગાદિ અશુદ્ધ પરિણામોથી થાય છે સર્વ પ્રદેશોમાં આકુળતા તે પણ હેય કરી.’ અને તે માને છે કે આદરણીય છે. આહાહા..! સમજાણું કાંઈ? સત્ય તો સત્ય હોય ને! તેને અસત્યના અંશની મદદ નથી. આહાહા..! ચપળતા, વિકલ્પ ઊછે છે એ બધી ચપળતા છે, એમ કહે છે. આહાહા..! છે ને?
“વાપતમ્” વસ્તુનું સ્વરૂપ જ્ઞાન અને આનંદ છે તેમાં જે વિકલ્પ ઊઠે છે એ ચાપલ્ય છે, ચપળપણું છે. આહાહા..! તેને તો હેય કહ્યું છે. તેનાથી નિશ્ચય થાય એમ હોય નહિ. સમજાણું કાંઈ? ચાપલ્ય શબ્દ વાપર્યો છે, જુઓ! ચપળપણું. અંદર સ્થિ૨૫ણું આવવું જોઈએ. આહા..! વિકલ્પમાં ચપળપણું આવે છે. ચાહે તો શુભ હો કે અશુભ હો તેને તો હેય કર્યો છે.
આહાહા..!
‘જ્ઞાનન્વનમ્ ઉન્મૂતિતમ્” ‘બુદ્ધિપૂર્વક જ્ઞાન કરતાં થકાં જેટલું...' આહાહા..! બુદ્ધિપૂર્વક. કહે છે કે, અજ્ઞાની બુદ્ધિપૂર્વક જ્ઞાન કરતાં જેટલું ભણવું,...' ઝીણી વાત પડે, પ્રભુ! પણ સત્ય તો આ છે. આ વસ્તુ જ્ઞાનમૂર્તિ છે તેને બહારનું ભણવું એ તો વિકલ્પ છે, કહે છે. પદ્મનંદિ પંચવિંશતિમાં એમ કહ્યું કે, શાસ્ત્રમાં બુદ્ધિ જાય છે એ વ્યભિચારીણિ છે.
આહાહા..!
મુમુક્ષુ :– એમાં તો ઝગડા થયા.