________________
૩૦
કલશમૃત ભાગ-૬
ઉત્તર :- ઝગડો થાય તો શું કરે? પ્રભુ! ભાઈને તે દિ’ કહ્યું હતું. “ઉજ્જૈનથી આવ્યા હતા પેલા, કેવા? “સત્યેન્દ્ર “સત્યેન્દ્ર પંડિત. તેને કહ્યું હતું કે, ભાઈ! શાંતિથી સાંભળો તો આ વાત છે. પદ્મનંદિમાં તો એમ કહ્યું છે કે, પોતાની બુદ્ધિ, શાસ્ત્ર પર વસ્તુ છે તેમાં જાય છે એ બુદ્ધિને વ્યભિચારી કહી છે. આહાહા..! સમજાણું કઈ?
ભગવાન બિરાજે છે પ્રભુ અંદર આનંદનો નાથ, આહાહા.... એ તો જ્ઞાનનો સાગર છે તેને ભણવાથી જ્ઞાન થાય છે એ ચીજ નથી. જ્ઞાનસ્વરૂપી છે. સમજાણું કાંઈ? આહાહા.! ભણવું એ એક વિકલ્પ છે. આવી વાત છે.
મુમુક્ષુ :- વર્તમાનમાં તો અભ્યાસ કરવો જોઈએ ને?
ઉત્તર :- અભ્યાસ કરે એ વિકલ્પ છે. આવે છે. અભ્યાસ પહેલા આવે છે પણ છે વિકલ્પ, એ કોઈ વાસ્તવિક જ્ઞાન નથી. આહા...! બે ઠેકાણે આવશે. કાલે એક આવ્યું હતું ને? ૧૮૯. આ તો પહેલા ૧૮૮માં આવે છે. ૧૮૯માં આવશે. આહાહા...!
જેટલું ભણવું...” છે? “વિચારવું...? પરદ્રવ્યના જેટલા વિચાર કરવા એ બધો વિકલ્પ. રાગ છે. આહાહા.! “ચિંતવવું...” નિજ શુદ્ધ સ્વરૂપથી હટીને પરદ્રવ્યનું ચિંતવન કરવું. આહાહા...! “સ્મરણ કરવું ઈત્યાદિ છે તે મોક્ષનું કારણ નથી.” આવે છે. હો, પણ મોક્ષનું કારણ નથી. ચિંતવનનો વિકલ્પ. ચિંતવનના બે અર્થ છે. અહીંયાં વિકલ્પના અર્થમાં ચિંતવન છે અને નિયમસારમાં આત્માની એકાગ્રતાની અપેક્ષાએ ચિંતવન છે. ચિંતવનના બે અર્થ થાય છે. એ નિશ્ચય ચિંતવન–અંતરની એકાગ્રતા. આ વ્યવહાર વિકલ્પ ચિંતવન કહ્યું. નિયમસારમાં છે. આહાહા.! પોતાનું ચિંતન કરવું. એ ચિંતનનો અર્થ શું? વસ્તુમાં એકાગ્રતા. ચૈતન્ય સ્વરૂપની સન્મુખતા એનું નામ ચિંતવન. આ ચિંતવન તો વિકલ્પ છે. સમજાણું કઈ?
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહએમ સમજવું. શબ્દ તો એના એ હોય છે પણ એનો પ્રયોજન, અર્થ શું છે? તે સમયે કોની વાત ચાલે છે? કઈ અપેક્ષાએ ચાલે છે? તે પ્રમાણે તેનો અર્થ થવો જોઈએ.
અહીંયાં ચપળતા વિકલ્પની વાત છે. ચિંતવન કરવું, ભગવાનનું સ્મરણ કરવું. પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવું. ઇત્યાદિ.” વગેરે વગેરે ઘણા અસંખ્ય પ્રકારના વિકલ્પ. શુભઅશુભ અસંખ્ય લોક પ્રમાણે. આહાહા.! “તે...” “નૈનિતમ્' ઉમૂલ. મૂળમાંથી ઉખાડી નાખ્યું છે. ‘૩મૂનિતમ્ મૂળમાંથી ઉખાડી નાખ્યું છે. બિલકુલ મોક્ષનું કારણ નથી. આહાહા.... સમજાણું કાંઈ? “ભૂતિત. ગધેડા જેમ ઘાંસ મૂળમાંથી ખેંચીને ખાય ને અંકૂર ન રહે, પછી ઊગે નહિ એમ આ ધર્માત્માએ “ઉજૂનિતમ્'. વિકલ્પને, ચાપલ્યને મૂળમાંથી ઉખેડી નાખ્યા છે. આહાહા.! સમજાણું કાંઈ
“ભૂતિ મૂળ શબ્દ તો આટલો છે. “મૂનિતમ્ મૂળમાંથી કાઢી નાખ્યું છે. પછી સાધારણ અર્થ કર્યો. “મોક્ષનું કારણ નથી એમ જાણીને હેય ઠરાવ્યું છે.” “ભૂતિનો