________________
કળશ-૧૮૮
૩૧
અર્થ “હેય ઠરાવ્યું છે. આહાહા..! આવો માર્ગ એટલે માણસને આકરો પડે. પ્રભુ માર્ગ તો આ છે. પહેલા આની હા તો પાડ, માર્ગ તો આ છે. હા પાડ તો આગળ વધીશ, ના પાડીશ તો નરક અને નિગોદ પડ્યા છે. આહાહા...!
સ્મરણ, ચિંતવન, આહાહા...! ભણવું, વિચારવું એ “જૂનિતમ્'. વિકલ્પ છે ને વિકલ્પ વિચારનો અર્થ અહીંયાં વિકલ્પ લેવો. વિચારનો અર્થ એકલું જ્ઞાન એમ નહિ. સમજાણું કઈ? મોક્ષમાર્ગ પ્રકાશકમાં તો એમ પણ કહ્યું છે કે, વિચાર છૂટી જાય તો તો આત્મા જડ થઈ જાય. એમ કહ્યું છે. ત્યાં વિચાર તો નિર્વિકલ્પના અર્થમાં (છે). રાગ નહિ પણ વિચાર, જ્ઞાનની પર્યાય ચાલે છે તેને વિચાર કહે છે. જ્ઞાનની પર્યાય ચાલે છે તેને વિચાર કહ્યું છે. અને અહીંયાં વિચાર કહ્યું છે તે વિકલ્પને વિચાર કહ્યું છે. એકના એક શબ્દનો જ્યાંત્યાં જે ઠેકાણે લાગુ પડે તે પ્રમાણે અર્થ કરવો જોઈએ. સમજાણું કાંઈ?
મુમુક્ષુ :- “નિયમસારમાં જુદો અર્થ કર્યો છે.
ઉત્તર :વિચારનો અર્થ એક જ–આત્માનું ધ્યાન કરવું એ વિચાર. નિયમસારમાં કહ્યું કે, ચિંતવન? એ પહેલાં કહી દીધું. એ ચિંતવનનો અર્થ ત્યાં ધ્યાન, એકાગ્રતા છે. આ ચિંતવનનો અર્થ વિકલ્પ છે. કહ્યું હતું ને પહેલું? કહ્યું હતું પહેલું.
મુમુક્ષુ :- ત્યાંથી જ વિષય શરૂ કર્યો.
ઉત્તર :- શરૂ કર્યો છે. ખ્યાલ છે ના કોઈ વખતે બહાર આવે ન આવે. બાકી ખ્યાલ તો બધો વર્તે છે. આહાહા.!
આકુળતા તે પણ હેય કહી છે. આહાહા. થયું? “મોક્ષનું કારણ નથી એમ જાણીને હેય ઠરાવ્યું છે. આહાહા...! “લાત્મન gવ વિત્તમ્ માનાનિત’ (નાત્મનિ વ) “શુદ્ધસ્વરૂપમાં એકાગ્ર થઈને...” “માનિ ? (અર્થાતુ) આત્મામાં જ. એમ. “બાત્મનિ વ’ એટલે આત્મામાં જ. શુદ્ધ આત્મામાં. “જીવ' છે ને? “ગાર્માનિ અવ' આત્મામાં જ. “શુદ્ધ સ્વરૂપમાં એકાગ્ર થઈને...” એમ અર્થ કર્યો. “બાત્મનિ વ શબ્દ પડ્યો છે ને? તો આત્મામાં જ, એમ. એટલે શુદ્ધ સ્વરૂપમાં જ. “એકાગ્ર થઈને...” આહાહા.! સમજાણું કાંઈ?
(વિરમ્ ગાનાનિત) મનને બાંધ્યું છે. શુદ્ધ સ્વરૂપમાં એકાગ્ર થઈને જ્ઞાનની પર્યાયને ત્યાં લઈ ગયા છે. મનને બાંધ્યું. “મન” શબ્દ જ્ઞાનની પર્યાય ત્યાં લઈ ગયા છે. જ્ઞાનની પર્યાયને જ્ઞાયકમાં લગાવી દીધી છે. આહાહા.! સમજાણું કાંઈ?
મુમુક્ષુ :- શુદ્ધસ્વરૂપની એકાગ્રતામાં મનનું અવલંબન નથી રહેતું?
ઉત્તર:- દ્રવ્યમનનું મન નથી, ભાવમનમાં વિકલ્પ છે તે પણ નહિ. નિર્વિકલ્પ ભાવમન કહેવામાં આવે છે. એક અપેક્ષાએ કહેવામાં આવે છે. “મોક્ષમાર્ગ પ્રકાશક”માં “રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં લીધું છે કે, મનથી થાય છે એમ પણ કહેવામાં આવે છે. “રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં છે. કેમકે મન આમ હતું અને આમ આવ્યું એ અપેક્ષાએ કહ્યું). જે મન રાગ તરફ હતું