________________
૩૨
કિલશામૃત ભાગ-૬
એ મનને આ તરફ લીધું તો એ અપેક્ષાએ મનથી પણ કહેવામાં આવે છે. પરંતુ મનનો અર્થ ત્યાં વિકલ્પ ન લેવો. સમજાણું કાંઈ? આહાહા.!
મુમુક્ષુ :- મનના અવલંબનમાં વિકલ્પ તો હોય જ.
ઉત્તર :- હા. વિકલ્પ છૂટ્યો છે તોપણ મનથી થયું એમ કહેવામાં આવે છે. મન નામ મનન. જ્ઞાનનું મનન થયું ને? મનન. એ અપેક્ષાએ મનથી થયું એમ પણ કહેવામાં આવે છે, પણ તે નિર્મળ નિર્વિકલ્પ મન. ત્યાં છે – “મોક્ષમાર્ગ પ્રકાશક “રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એમ છે.
“મનને બાંધ્યું છે. આત્માના સ્વરૂપમાં પોતાની પર્યાયને જોડી દીધી છે. કહ્યું હતું નહિ? મોક્ષાર્થી, મોક્ષાર્થીની વ્યાખ્યા કહી હતી. મોક્ષાર્થી મુમુક્ષુ, મોક્ષાર્થી યોગી. નિજ શુદ્ધ સ્વરૂપમાં જોડાણ થવું તે મોક્ષાર્થી, તે યોગી. સમજાણું કાંઈ કહ્યું હતું ને? ત્રણ. મોક્ષાર્થી મુમુક્ષુ પોતામાં લીન થાય છે, તેને યોગી કહે છે. આહાહા.... જે મન-વચન-કાયાના કંપનમાં જોડાવું થાય છે તે અયોગી છે, ભોગી છે. આહાહા...! નિજ સ્વરૂપમાં એકાગ્રતા થવી ત્યાં મનથી થઈ એમ નિર્વિકલ્પથી કહેવામાં આવ્યું છે. વિકલ્પ નહિ.
એકાગ્ર થઈને...” (વિત્તમ્ નિાનિત) આત્માને આત્મામાં લગાવી દીધો છે. એમ કહે છે. આત્માને આત્મામાં લગાવી દીધો છે. રાગથી, વિચાર કલ્પનાથી છોડાવી આત્માને, મન નામ આત્મામાં લગાવી દીધો છે. આહાહા.! સમજાણું કાંઈ? “આવું કાર્ય જે રીતે થયું તે રીત કહે છે...” આવું કાર્ય જે રીતે થયું તે રીત કહે છે. “કાસપૂઈ-વિજ્ઞાનનોપનાઘે:” આહાહા...! (માપૂર્ણવિજ્ઞાન) નિરાવરણ કેવળજ્ઞાનનો સમૂહ જે આત્મદ્રવ્ય આહાહા...! હવે આત્મદ્રવ્યની વ્યાખ્યા કરી. જેમાં લીન થાય છે તે શું છે? આત્મદ્રવ્ય શું છે? પૂર્ણ કેવળજ્ઞાન પિંડ છે. એ તો એકલો જ્ઞાનસ્વરૂપી છે. કેવળજ્ઞાન પર્યાયની વાત નથી. સમજાણું કાંઈ?
નિરાવરણ કેવળજ્ઞાનનો સમૂહ... આહાહા.! ભગવાન દ્રવ્યના જ્ઞાનમાં આવરણ નથી. આહાહા.! બેનના શબ્દમાં એક આવ્યું છે ને કંચનને કાટ નહિ, અગ્નિને ઊધઈ નહિ, ભગવાન આત્મામાં આવરણ, અશુદ્ધતા અને ઊણપ નહિ એમ વચનામૃતમાં ત્રણ શબ્દ આવ્યા છે. ભગવાન આત્મસ્વરૂપમાં આવરણ નથી, અશુદ્ધતા નથી અને ઊણપ નામ કમી નથી. સમજાણું કાંઈ? આહાહા...! આવી વાતું ધર્મની. ઓલું તો સહેલું હતું). એકેન્દ્રિય, બેઇન્દ્રિયની દયા પાળો ને આ કરો, સહેલું હતું, લ્યો. રખડવાનું હતું. આહા. માર્ગ તો આ છે, ભાઈ!
સામૂવિજ્ઞાન “નિરાવરણ કેવળજ્ઞાન...” એમ છે ને? “ગાસપૂર્ણ પૂર્ણ વિજ્ઞાનઘન આત્મા. તેનો સમૂહ જે આત્મદ્રવ્ય. આહાહા.. તેની પ્રત્યક્ષપણે પ્રાપ્તિ થવાથી.” રાગથી ભિન્ન પડ્યો તો આત્મા પોતાની જ્ઞાનની પર્યાયથી, પરની અપેક્ષા વિના વિજ્ઞાનઘન આત્માને પ્રાપ્ત કરે છે. પ્રત્યક્ષ પ્રાપ્ત કરે છે. જે પ્રાપ્ત કરવામાં પરની કોઈ અપેક્ષા નથી. છે? પ્રત્યક્ષપણે