________________
કળશ-૧૮૮
આહાહા.! જેવું નિરૂપણ કર્યું છે તેવું જાણતો નથી.’ મૂળ પ્રયોજન છે એ તો જાણતો નથી અને બીજા આગમ આદિની અનેક વાતો કરી કરીને ત્યાં રોકાઈ જાય. ખરેખર તો ચારે અનુયોગનો સાર વીતરાગવિજ્ઞાનતા છે. આમાં લીધું ને? વીતરાગવિજ્ઞાન. છે? વીતરાગ દશા થવાનું કારણ ભેદજ્ઞાન. ચારે અનુયોગોમાં સાર તો વીતરાગતા છે). એ આવ્યું છે ને?
“પંચાસ્તિકાય? ૧૭૨ ગાથા. ચારે અનુયોગોનો સાર તો વીતરાગતા છે. ક્યાંય તેનો સાર રાગ છે અને રાગથી લાભ છે એમ છે જ નહિ. સમજાણું કાંઈ? સૂત્રનું તાત્પર્ય તો વીતરાગતા છે. વીતરાગતા ક્યારે થાય છે? કોઈ પરાશ્રયથી કે રાગના આશ્રયે વીતરાગતા થતી નથી. સર્વ શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છેતેનો અર્થ કે, સર્વ શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગ સ્વભાવનો આશ્રય લેવો, ત્યારે વીતરાગ થાય છે. એ તાત્પર્ય થયું. સમજાણું કાંઈ? સર્વ શાસ્ત્રનો સાર વીતરાગતા છે તો વીતરાગતા ઉત્પન્ન કેવી રીતે થાય? તેનો અર્થ બધા શાસ્ત્રમાં સ્વદ્રવ્યનો આશ્રય લેવો તેનાથી વીતરાગતા ઉત્પન્ન થાય છે એમ નીકળે છે. આહાહા.! સમજાણું કાંઈ?
કોઈ શાસ્ત્રમાં અનેક પ્રકારના કથન હો, પણ તેનું તાત્પર્ય તો વીતરાગતા બતાવવી છે. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, વીતરાગ જે વિધિએ થયા તે વિધિ બતાવવી છે. એ વિધિમાં વીતરાગતાનો સાર આવવો જોઈએ. તો વીતરાગતા ક્યારે થાય? કે, વીતરાગ જિનસ્વરૂપ પ્રભુ આત્મા, જિન સ્વરૂપ અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત અનંત શુદ્ધ શક્તિ અને શુદ્ધ પવિત્રતાનો પિંડ એ આત્મા, તેનો આશ્રય લેવો એ સર્વ શાસ્ત્રનો સાર છે. જઘન્ય લેતાં સમ્યગ્દર્શન (થાય) છે, વિશેષ આશ્રય લેતા ચારિત્ર છે, વિશેષ આશ્રય લેવાથી કેવળજ્ઞાન થાય છે. પરંતુ સર્વ શાસ્ત્રનું તાત્પર્ય તો વીતરાગતા છે. આહાહા.! સમજાણું કાંઈ?
અહીંયાં પણ એ કહ્યું, “વળી કોઈ પ્રસંગવશ તેવું પણ જાણવું થઈ જાય, ત્યારે શાસ્ત્રાનુસાર જાણી તો લે છે, પરંતુ સ્વને સ્વ-રૂપ જાણી” છે? તેમાં પરનો અંશ પણ પોતાનામાં ન મેળવવો શુદ્ધ ચિદાનંદઘન પ્રભુને પોતારૂપ જાણી (તેમાં) પરનો અંશ પણ ન મેળવવો અને પરમાં પોતાનો અંશ ન મેળવવો. છે ને? સમજાણું કાંઈ? સૂક્ષ્મ વાત છે, ભાઈ! નિજ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં પર રાગાદિનો અંશ પણ ન મેળવવો અને રાગાદિમાં પોતાનો અંશ ન મેળવવો કે શુદ્ધ સ્વરૂપ છે તેમાં રાગ છે, એમ મેળવણી કરવી નહિ. તેનું નામ જીવઅજીવનું ભેદજ્ઞાન ભિન્નતા છે. નહીંતર તો જીવ-અજીવ બેય તત્ત્વમાં ભૂલ છે, જીવ-અજીવ બેય તત્ત્વમાં ભૂલ છે. ત્યાં એ કહ્યું. સાતમા (અધિકારમાં) છે. ૨૨૯ પાનું. નવ તત્ત્વની વિપરીત શ્રદ્ધાનું સ્વરૂપ લીધું છે ત્યાં છે.
અહીંયાં એ કહેવું છે, જુઓ! જે પ્રાણી શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ છે. આ એ જ વાત થઈ. વીતરાગ શાસ્ત્રમાં તો શુદ્ધ સ્વરૂપનો આદર કરવો, વેદન કરવું – અનુભવ કરવું એ કથન છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા! ભગવાને કેવો પોતાનો આશ્રય લઈને પરમાત્મપદ