________________
૨૬
કલશામૃત ભાગ-૬ અધ્યાત્મમાં વીતરાગવિજ્ઞાનનું કારણ પોતાનું જે શુદ્ધ સ્વરૂપ, જે રાગથી ભિન્ન ભેદજ્ઞાન નથી કરતો તો તેને જીવ-અજીવનું જ્ઞાન સાચું નથી. સમજાણું કાંઈ?
બપોરે પણ એ ચાલતું હતું ને? અવ્યક્તમાં. કે, ખરેખર તો એક બાજુ જીવ છે અને એક બાજુ અજીવ છે. અજીવ અધિકાર છે ને એ સૂક્ષ્મ વાત છે. ભગવાન અનંત અનંત અનંત આનંદ અને શુદ્ધ સ્વરૂપનો પિંડ પ્રભુ એ જીવ છે), એ અવ્યક્ત (છે). પર અપેક્ષાએ પર વ્યક્ત છે તો આ અવ્યક્ત છે. તેની અપેક્ષાએ તો, એક જીવની અપેક્ષાએ તો બીજા બધા અજીવ કહેવામાં આવ્યા છે. અજીવ અધિકાર છે ને? આ જીવ નહિ, સમજાણું કાંઈ?
જે આ શુદ્ધ સ્વરૂપ આનંદકંદ પ્રભુ પૂર્ણ શુદ્ધ સ્વરૂપથી ભરેલો એવો ભગવાન આત્મા, એને જ જીવ કહ્યો અને એ જ સમ્યગ્દર્શનનો વિષય છે. ભલે સમ્યગ્દર્શન છે પર્યાય, તે અવ્યક્તમાં આવતી નથી પણ અવ્યક્ત જે શુદ્ધ સ્વરૂપ, તેનો નિર્ણય અને જ્ઞાન તો પર્યાય કરે છે. આહાહા...! એ પર્યાયનો વિષય જે શુદ્ધ સ્વરૂપ છે તે જીવ અને તેનાથી ભિન્ન બધા અજીવ. અજીવનો અર્થ–આ જીવ નહિ. ભલે સિદ્ધ ભગવાન હો, પંચ પરમેષ્ઠી હો, પણ આ જીવ જે શુદ્ધ અનંત આનંદકંદ પ્રભુ, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ જીવ, આ એ નહિ. એ અપેક્ષાએ બધાને વ્યક્ત કહીને, અન્ય કહીને જીવથી ભિન્ન બતાવ્યા છે. આહાહા...! એવા જીવને આગમજ્ઞાનનું વાંચન હોય પણ એવું ભેદજ્ઞાન ન હોય, જીવ-અજીવમાં લીધું છે. છે?
“જીવ-અજીવ તત્ત્વના શ્રદ્ધાનની અયથાર્થતા.” આ તો કેમ વિચાર આવ્યો કે, આગમમાં એમ કહ્યું, અધ્યાત્મમાં એમ કહ્યું, ન્યાયમાં એમ કહ્યું, બધામાં કહ્યું. જૈનશાસ્ત્રોથી કહેલા જીવના ત્ર-સ્થાવરદિરૂપ તથા ગુણસ્થાન-માર્ગણાદિરૂપ ભેદોને જાણે છે. અજીવના પુદ્ગલાદિભેદોને તથા તેના વર્ણાદિભેદોને જાણે છે, પરંતુ અધ્યાત્મશાસ્ત્રોમાં ભેદજ્ઞાનના કારણભૂત...” આહાહા..! આ ચીજ છે.
મુમુક્ષુ :- આગમમાં ભેદજ્ઞાન...
ઉત્તર :- આગમમાં વ્યવહારની પ્રધાનતાનું ઘણું કથન છે. આગમ છ દ્રવ્યનું કથન કરે છે ને? અને અધ્યાત્મમાં આત્માનું કથન છે. એમ થોડો ફેર છે. આગમમાં પણ અધિકાર તો એ જ છે પણ કથનશૈલી જરી વિશેષ વ્યવહારથી છે. સમજાણું કાંઈ? અંતે તો તેણે પણ વ્યવહાર છોડાવ્યો છે. પણ ઘણા અધિકાર વ્યવહારના છે અને તેમાં એમ પણ આવે, ચરણાનુયોગ આદિમાં એમ પણ આવે કે, વ્યવહાર આદેય છે-ઉપાદેય છે એમ પણ આવે. પણ તે બધાનો સાર તેને છોડીને વીતરાગવિજ્ઞાન જેને થાય તે છે). છે? જુઓ!
‘અધ્યાત્મશાસ્ત્રોમાં ભેદવિજ્ઞાનના કારણભૂત વા વીતરાગદશા થવાને કારણભૂત જેવું નિરૂપણ કર્યું છે તેવું જાણતો નથી.” આગમને જાણે પણ આ જાણતો નથી. આહાહા.! જીવ-અજીવની ભૂલ બતાવી છે ને ત્યાં આ આવ્યું છે. રાત્રે એ વિચાર આવ્યો કે, આ બધા આગમ આગમ બધી વાતો કરે છે, બધી હો પણ વીતરાગવિજ્ઞાન અને ભેદજ્ઞાન...