________________
કળશ-૧૮૮
૨૫
પોષ સુદ ૧૦, બુધવાર તા. ૧૮-૦૧-૧૯૭૮.
કળશ–૧૮૮ પ્રવચન–૨૦૮
अतो हताः प्रमादिनो गताः सुखासीनतां प्रलीनं चापलमुन्मूलितमालंबनम् । आत्मन्येवालानितं च चित्तમાસંપૂuffવજ્ઞાાના પાદ: TI૧-૧૮૮TI
ત: પ્રમાવિનઃ રતા: શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિથી ભ્રષ્ટ છે જે જીવ...” “મોક્ષ અધિકાર" છે ને? શુદ્ધ સ્વરૂપ જે અંદર છે. પર્યાય, એક સમયની પર્યાય પાછળ અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત ઈશ્વરતા આદિ શુદ્ધ સ્વરૂપ ધ્રુવ છે. વર્તમાન એક સમયની પર્યાયની પાછળ, સમીપમાં અનંત શુદ્ધ ચૈતન્ય આનંદ છે, તેની દૃષ્ટિથી જે ભ્રષ્ટ છે. આહાહા.. છે? શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિથી ભ્રષ્ટ છે. પોતાની બુદ્ધિ રાગમાં અથવા એક સમયની પર્યાયમાં જેણે પોતાની બુદ્ધિને રોકી છે એ શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ છે. પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શાંતિ અને પૂર્ણ સ્વચ્છતા, એવો જે પોતાનો શુદ્ધ ત્રિકાળી સ્વભાવ, તેનાથી જે ભ્રષ્ટ છે. છે?
“તેઓ મોક્ષમાર્ગના અધિકારી નથી;.” દુઃખથી છૂટવાનો એ અધિકારી નથી. મોક્ષમાર્ગનો, દુઃખથી છૂટવાનો એ અધિકારી નથી. એ અનંત આનંદ સ્વરૂપ છે. તેની દૃષ્ટિથી તો ભ્રષ્ટ છે. આહાહા...! અને પુણ્ય આદિ, રાગ આદિ, વિકલ્પ કે પર્યાય તેના પ્રેમમાં ફસાયો છે એ શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ છે. આહાહા...! તે મોક્ષના અધિકારી નથી. છે? “મોક્ષમાર્ગના અધિકારી નથી. મોક્ષના અધિકારી નથી, એ તો ઠીક, મોક્ષમાર્ગના અધિકારી નથી. કેમકે મોક્ષમાર્ગ, આગમમાં અને અધ્યાત્મમાં ભલે ગમે તે વાત કહી હોય, પણ ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં લીધું છે ને? ભાઈ! જીવ અધિકાર, જીવ-અજીવ, સાત તત્ત્વમાં જીવ-અજીવ અધિકાર. આગમથી છ દ્રવ્ય આદિ ભલે જાણે પણ અધ્યાત્મથી વીતરાગવિજ્ઞાનનું કારણ... ભાઈ! જ્યાં જીવઅજીવની ભૂલ બતાવી છે ને? સાતમા અધ્યાયમાં. આગમનો અભ્યાસ ભલે હો પણ વિતરાગવિજ્ઞાનનું કારણ એવો અધ્યાત્મ સ્વભાવ ભેદજ્ઞાનનું કારણ, તેનો અભ્યાસ નથી. આહાહા.! સમજાણું કાંઈ? આગમમાં છ દ્રવ્યની વાત આવે છે. અનેક પ્રકાર હો પણ