________________
૨૧૪
કલશામૃત ભાગ-૬ દસ હજાર ને બે સમયની સ્થિતિએ અનંત વાર ઊપજ્યો. એમ જતાં જતાં પલ્યોપમ લઈ લેવું ને સાગરોપમ લઈ લેવું ને ૩૩ સાગર લેવા. આહાહા...!
ભાઈ! આદિ વિનાના કાળમાં પ્રભુ! તેં વિચાર્યું નથી. આદિ વિનાનો કાળ પ્રભુ ક્યાં રહ્યો તું? અનંત અનંત (કાળમાં) કોઈ કાળમાં ભવ વિનાનો રહ્યો નથી. એ ભવ તો બધા આ કર્યા. આહાહા.! ચારે ગતિ દુઃખી છે. એમ આ નરકના દુઃખનું વર્ણન તો ગજબ વાત છે, ભાઈ! આહાહા.. એ મિથ્યાત્વને કારણે, મિથ્યાત્વની કેટલી નીચતા છે અને એનું ફળ કેટલું હલકું છે એની ખબર નથી અને સમ્યગ્દર્શનનું ફળ કેટલું લાભદાયક છે, ભવચ્છેદ કરીને અલ્પ કાળમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે એના માહાસ્યની એને ખબર નથી. સમજાય છે કાંઈ?
વ્યાપ્ય-વ્યાપક સમજાણું? “વેતનઃ yવ સ્વયં મવતિ “સ્વયં મવતિની વ્યાખ્યા કરી. પોતે વ્યાપ્ય-વ્યાપક થાય છે, એમ. છે ને? “ર્તા વેતનઃ વ સ્વયં મવતિ' કર્તા વ્યાપક થઈ અને એ “સ્વયં મવતિ થાય છે એ વ્યાપ્ય છે. આહાહા...! શુભરાગનો વ્યાપ્ય-વ્યાપકપણે કર્તા અજ્ઞાની થાય છે. “સ્વયં 4 મવતિ થવું તે વ્યાપ્ય છે, થનારો તે વ્યાપક છે. અજ્ઞાની વ્યાપક છે, રાગ તેનું વ્યાપ્ય છે. આહાહા! અરે. ભાઈ! આ વિચાર તો કર્યા નથી ને કોકની માંડીને આ છે ને તે છે (માંડી). આહા.! સમજાય છે કાંઈ?
“વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે એવું.... પરિણમે છે, જુઓ થાય છે, ઈ રાગપણે થાય છે. તું એમ જ માની બેસ કે મને રાગ કર્મને લઈને થયો છે, અજ્ઞાની એમ માની લ્ય (તો) મૂઢ છે. તું પોતે જ વ્યાપક થઈને વ્યાપ્ય-કાર્ય રાગનું તેં કર્યું છે. સ્વરૂપની તો તને ખબર નથી. આનંદનો નાથ ભગવાન છે, એનું કાર્ય તો આનંદની દશા (છે). આહાહા...! સમજાય છે કાંઈ એક મિનિટ રહી ગઈ, બીજી એક વાત યાદ આવી.
આત્મામાં એક અકાર્યકારણ નામની શક્તિ, ગુણ છે. અકાર્યકારણ નામનો આત્મામાં એક ગુણ છે કે જે ગુણને કારણે રાગનો કર્તા પણ નથી અને રાગનું કાર્ય એને નથી. રાગનું કારણ પણ નથી અને રાગનું એ કાર્ય નથી. કાર્ય એટલે નિર્મળ દશા થાય તે રાગને લઈને થાય એમ નથી અને નિર્મળ દશા રાગને ઉત્પન્ન કરે એ પણ નથી. અકાર્યકારણ નામનો આત્મામાં એક અનાદિઅનંત ગુણ છે. આહાહા. એ ચીજની ખબર નથી તેથી તે અજ્ઞાની મિથ્યાષ્ટિ રાગમાં વ્યાપ્ય-વ્યાપક થઈને પરિણમે છે. આહાહા...! સમજાણું કાંઈ? આહાહા..!
કર્તા થાય છે...” જોયું? એવું જીવદ્રવ્ય પોતે કર્તા થાય છે, પુદ્ગલકર્મ કર્તા થતું નથી. અહીંયાં તો પુદ્ગલકર્મનો કર્તા નથી એમ લેવું છે છતાં વ્યાપ્ય-વ્યાપકમાં પુગલ કર્તા નથી એમ લઈ લીધું. અજ્ઞાની રાગ પોતે કરે છે અને રાગ ઉપર તો દૃષ્ટિ છે, વસ્તુની તો ખબર નથી. આહાહા.! સમજાય છે કાંઈ? પુદ્ગલકર્મ કર્તા થતું નથી. ભાવાર્થ આમ