________________
કળશ- ૨૦૨
૨૧૩
માર્ગ આ છે. એને કોઈ માનનાર ઝાઝા મળે કે ન મળે એની સાથે કંઈ સંબંધ નથી. સતુને માનનાર કોઈ ઝાઝા હોય તો ઈ સત્ (છે), એવી કોઈ સને માટે સંખ્યાની જરૂર નથી. આહાહા...! સતુ તો સત્ સ્વરૂપે જ છે. એનાથી જે ભ્રષ્ટ છે તે રાગમાં રત છે. આહાહા.! સમજાય છે કાંઈ?
તેથી મિથ્યાત્વ-રાગ-દ્વેષ-અશુદ્ધ પરિણામરૂપ પરિણમે છે.” “તત: ભાવવર્મર્તા વેતન ઇવ સ્વયં મવતિ, ન ન્ય:' આહાહા...! એ કારણે. જુઓ! અહીંયાં તો પુણ્ય-પાપના ભાવનો કર્તા ચેતન જ છે એમ કહ્યું). એક બાજુ અકર્તા કીધો એ તો સ્વભાવની દૃષ્ટિએ. જેને સ્વભાવની દૃષ્ટિ, અનુભવ થયો છે એ રાગનો કર્તા નથી, એ રાગનો જાણનાર છે પણ અજ્ઞાનીને હજી સ્વભાવની ખબર નથી એ એમ કહે કે, હું રાગનો કર્તા નથી, કર્મને કારણે રાગ થાય છે કાં કર્મનો કર્તા ને રાગનો કર્તા છું, એ વાત અજ્ઞાની માને છે. આહાહા...! સમજાય છે કાંઈ? (વાત) ઝીણી તો છે, ભાઈ! આહાહા.
“ભાવ”ર્તા વેતન: Jવ સ્વયં મવતિ, ર અન્યઃ' એ પુણ્ય-પાપ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામનો કર્તા ચેતન પોતે જ અજ્ઞાનભાવે છે. એને એમ નહિ કે એને રાગ થયો માટે કર્મને લઈને થયો, એને કર્મને લઈને થયો એમ નથી. સમજાય છે કાંઈ? આહાહા...! બે શબ્દ તો વાપર્યા છે. એક તો “માવવર્મવાર્તા વેતનઃ ” “વેતન: વ ચેતન જ. એમ. છે ને? “વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે એવું જીવદ્રવ્ય...”ઈ શું કહ્યું? જ “વ' છે ને? “મિથ્યાત્વરાગ-દ્વેષ-અશુદ્ધ ચેતનારૂપ પરિણામનું,” વાર્તા વેતનઃ પૂર્વ સ્વયં મવતિ “વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે...” અજ્ઞાની. આત્માની પર્યાયમાં, આત્મા વ્યાપક એમ કહેવામાં આવે છે અને રાગ એ વ્યાપ્ય છે. અજ્ઞાનીનું વ્યાપ્ય-વ્યાપકપણું એ છે. આત્મા વ્યાપક નામ પ્રસરનાર, ફેલાનાર અને વ્યાપ્ય નામ કાર્ય, રાગ. એ અજ્ઞાનપણે અજ્ઞાની રાગમાં વ્યાપ્ય-વ્યાપકપણે પરિણમે છે. આહાહા...! એ કર્મને લઈને રાગપણું આવ્યું છે અને એમ છે, એ ખોટી વાત છે. આહાહા...! સમજાય છે કાંઈ? આહાહા...!
એક નરકના દુઃખનું વર્ણન “રત્નકરંડ શ્રાવકાચારમાં આવ્યું છે, ભાઈએ થોડું નાખ્યું છે. એના એક ક્ષણના દુઃખ કરોડો ભવ કરોડો જીભે ન કહી શકે. કરોડો જીભે આહાહા! બાપુ ભગવાન! તું ભૂલી ગયો. બહારની હોંશ ને હરખમાં, બહારની હોંશ ને હરખમાં તારા દુઃખો અનંતકાળમાં કેવા હતા એ ભૂલી ગયો). જેના ક્ષણના દુઃખને કહેવા કરોડો જીભ અને કરોડો ભવ પણ કહી શકે નહિ. એ દુઃખ કેવું હશે? બાપુ આહાહા.. આહાહા..! જેના આનંદ સ્વભાવને કહી શકાય નહિ એવી અગમ્ય વસ્તુ પણ જેના દુઃખના સ્વભાવને કહેવા માટે કરોડો જીભ અને કરોડો ભવમાં કહી શકાય નહિ એટલો ઊલટો-ઊંધો પડ્યો, (એટલા) નરકમાં દુઃખ છે. એક ક્ષણનું, હોં! આહાહા. ત્યાં તો દસ હજારની વર્ષની સ્થિતિએ અનંત વાર ઊપજ્યો છે. દસ હજાર ને એક સમયની સ્થિતિએ અનંત વાર ઊપજ્યો છે,