________________
૨૧૨
કલશામૃત ભાગ-૬ નથી. ત્યાં જીવનો આશ્રય વિશેષ લીધો છે તો એ આશ્રયની પણ ખબર નથી. આહાહા...! સમજાય છે કાંઈ? આવી વાત છે, ભાઈ! તોય કેટલાક એમ કહે છે કે, કુંદકુંદાચાર્યે’ આ ભારે આકરું નાખી દીધું છે. અરે..! પ્રભુ! તું ન કહે, એમ ન કહે, ભાઈ! એમ કે, વસ્ત્રનો એક તાણો રાખે ને મુનિપણું માને તો પાધરા નિગોદ (જાય)! બસ!
મુમુક્ષુ :– બહુ મોટો ગુનો છે.
ઉત્તર = બિલકુલ નહિ. જેમ છે તેમ જ યથાર્થ છે. મોટો ગુનો કર્યો છે એણે. નવે તત્ત્વની વાસ્તવિક સ્થિતિની મર્યાદા તોડી નાખી છે. સમજાય છે કાંઈ? આહાહા..! એ કોઈ સંપ્રદાયની અપેક્ષાએ વાત નથી. વસ્તુની સ્થિતિની મર્યાદાથી એણે વિરૂદ્ધ કરી નાખ્યું. સમજાય છે કાંઈ? કોઈને દુઃખ લાગે એ કંઈ નથી, બાપુ! આહાહા..! અને એ મિથ્યાત્વનું દુઃખ, ભાઈ! આહાહા...! વર્તમાન તો દુઃખી પણ એના ફળ તરીકે દુઃખ. અરે..! જેને એક પ્રતિકૂળતા કાંટો વાગે તો ઠીક ન લાગે એને આ મિથ્યાત્વના ફળ તરીકે નરક ને નિગોદ, બાપુ! એવા જીવોનો કંઈ તિરસ્કાર ન કરાય. સમજાય છે કાંઈ? આહાહા..! અરે..! એને ત્યાં કેવું દુઃખ થશે ને શું થશે? સમજાય છે કાંઈ?
અહીં એ કહે છે, ‘ન જયન્તિ” પોતાના અનુભવથી ભ્રષ્ટ છે તેથી પર્યાય૨ત છે,...’ આહાહા..! બસ! જ્યાં આત્માનો પ્રત્યક્ષ અનુભવ નથી તો ત્યાં જ્યાં દૃષ્ટિ છે ત્યાં તો રાગ છે, ત્યાં રત છે. આહાહા..! ઝીણું છે, બાપુ! ભગવાન! તું તો છો ને, બાપુ! ભાઈ! જેને આ વસ્તુના સ્વભાવનો પ્રત્યક્ષ અનુભવ નથી.. આહાહા..! એ પર્યાય૨ત છે. કારણ કે આ બાજુ રત નથી તો આ બાજુ રત છે, એમ કહે છે. આહાહા..! આ બાજુ રતનો અર્થ પ્રત્યક્ષ અનુભવ. આ બાજુનો રત અર્થ પર્યાયમાં રાગ, રાગની રુચિ. આહાહા..! સમજાય છે કાંઈ?
પર્યાય૨ત છે,...’ છે? ‘તેથી..’ આ કારણે. આ કારણ મૂક્યું. મિથ્યાત્વ-રાગ-દ્વેષ-અશુદ્ધ પરિણામરૂપ પરિણમે છે.’ આહાહા..! મિથ્યાત્વ ને રાગ-દ્વેષ અશુદ્ધ પરિણામરૂપ જીવાશિ પરિણમે છે. જીવરાશિ કહ્યું ને? એ જીવરાશિ મિથ્યાત્વ અને રાગ-દ્વેષ રૂપે પરિણમે છે. આહાહા..! જેને એ શુભરાગનો પ્રેમ છે અને શુભરાગને સાધક માને છે એને મોક્ષના માર્ગમાં કારણ માને છે. અહીં તો અત્યારે (અજ્ઞાનીઓએ) શુભ એ મોક્ષનો માર્ગ એમ ખુલ્લું મૂક્યું છે. ભક્તનલાલજી’. આહા..! પ્રભુ! એમ ન હોય, બાપુ! ભાઈ! શુભરાગ છે એ તો બંધનનું કા૨ણ છે. ચાહે તો મુનિઓને પંચ મહાવ્રતનો વિકલ્પ આવે એ જગપંથ છે, એટલો સંસાર છે. આહાહા..! એને મોક્ષમાર્ગ ન કહેવાય. આહાહા..! અત્યારે પ્રભુના વિરહ પડ્યા. લક્ષ્મી જાય, કુટુંબમાં ક્લેશ થાય અને બાપ મરી જાય પછી ઝગડા થાય. આહાહા..! એમ ત્રણલોકનો નાથ અત્યારે ન મળે, કેવળજ્ઞાન પ્રગટ થવાની લક્ષ્મી ઘટી ગઈ અને ઝગડા ઊભા કર્યાં. આહાહા..! એક કહે, શુભભાવ કરતા કરતા થાશે. આહાહા..! બાકી તો ઝગડો મટાડવાનો