________________
કળશ- ૨૦૨
૨૧૧
કહે છે. આહાહા...! સમજાય છે કાંઈ? વ્યવહાર રત્નત્રય જે છે એ પણ શુભરાગ છે અને રાગથી મને લાભ થશે અને રાગ મારી ચીજ છે એ પોતાના સ્વરૂપના પ્રત્યક્ષ અનુભવથી રહિત થયો થકો રાગને પોતાનો માને છે. આહાહા.. સમજાય છે કાંઈ? અથવા એ રાગશુભરાગ છે એ સાધન છે અને મારી ચીજ સાધ્ય છે એમ માને છે. જેને સાધન માને તેનો પ્રેમ કેમ છોડે? સમજાય છે કાંઈ? જેને પોતાના લાભમાં–શુદ્ધ નિશ્ચયમાં કારણ માને એ કારણની રુચિ કેમ છોડે? આહાહા.! સમજાય છે કાંઈ કહે છે કે, પ્રત્યક્ષપણે અનુભવતો નથી. મિથ્યાદૃષ્ટિ જીવરાશિ રાગનો કર્તા થાય છે. સમજાય છે કાંઈ?
ભાવાર્થ આમ છે કે-મિથ્યાદૃષ્ટિ જીવરાશિ.” જુઓ! પહેલા આવ્યું હતું ને ઈ? “શુદ્ધ સ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ છે,” આહાહા...! શુદ્ધ ચૈતન્ય આનંદ સ્વરૂપ પ્રભુ, તેના આનંદના
સ્વાદથી મિથ્યાદૃષ્ટિ જીવરાશિ ભ્રષ્ટ છે. આહાહા...! જૈન હોય, જેનનો સાધુ હોય, આપણે પહેલા આવી ગયું છે, પહેલા આવ્યું હતું ને? જૈન મતાશ્રિત હો, ઘણું ભણ્યો હોય, દ્રવ્યક્રિયારૂપ ચારિત્ર પાળતો હોય, મોક્ષનો અભિલાષી છે તો પણ તેને મોક્ષ નથી. પહેલા ૧૯૯ માં આવી ગયું છે.
“અનુભવથી ભ્રષ્ટ છે? મિથ્યા નામ જૂઠી દૃષ્ટિ છે. રાગ જે શુભ છે એ મને લાભ કરશે). આહાહા.! એ પ્રવચનસારમાં કાલે ૭૭ ગાથામાં આવી ગયું. શુભ ને અશુભ બે ભાવમાં વિશેષ માને છે કે, શુભ ઠીક અને અશુભ અઠીક, એવો ભેદ પાડે છે તે ઘોર સંસારમાં રખડશે. પ્રવચનસારની ૭૭ ગાથા. પુષ્ય ને પાપ બે ભાવમાં ભેદ છે, વિશેષ છે, એકરૂપ છે એમ નહિ માનતા પુણ્ય ને પાપમાં કંઈક ફેર છે, એમ માનનારા ઘોર સંસારમાં નરક ને નિગોદમાં જાશે. આહાહા...! ઘોર સંસાર તો એ નરક ને નિગોદ છે. આહાહા.! વસ્ત્રનો એક ટુકડો રાખીને મુનિપણું માને, મનાવે ને માનતા હોય એને રૂડું જાણે તો નિગોદમ્ ગચ્છઈ એમ લીધું છે. એ કાકડીના ચોરને ફાંસી, એમ નથી. મોટો ગુનેગાર છે. આહાહા...! સમજાય છે કાંઈ? કોઈને એમ લાગે કે, એક વસ્ત્રનો ટૂકડો રાખે અને મુનિપણું માને, એટલામાં શું થયું? ભાઈ! એટલામાં તો આખા નવ તત્ત્વની વિપરીત દૃષ્ટિ થઈ ગઈ. સમજાય છે કાંઈ? કેમકે મુનિને જેટલો અજીવનો સંયોગ જોઈએ તેનાથી અધિક સંયોગ માન્યો તો અજીવની શ્રદ્ધા જ યથાર્થ નથી. અને ત્યાં જે વસ્ત્ર રાખવાનો વિકલ્પ આવ્યો તો ત્યાં એટલો આસવ હોતો જ નથી, તો એણે આસવને પણ માન્યો નહિ. અને જેને વિકલ્પ આવ્યો એનાથી સંવર થયો, ત્યાં એટલો સંવર ઓછો થયો, યથાર્થ મુનિદશામાં) ત્યાં સંવર વિશેષ હોય છે ત્યાં આવો વિકલ્પ નથી હોતો, તો સંવર તત્ત્વને પણ માન્યો નહિ સંવરની, આસવની, અજીવની-સંયોગની, જીવના આશ્રયની (ભૂલ છે).
જ્યાં વસ્ત્ર લેવાનો વિકલ્પ આવ્યો અને મુનિપણું માને તો એ મિથ્યાત્વ છે). જીવનો આશ્રય ઉગ્રપણે લીધો છે ત્યાં સંવર વિશેષ થાય છે ત્યાં વસ્ત્ર લેવાનો વિકલ્પ ઉત્પન્ન થતો જ