________________
૨૧૦
કલામૃત ભાગ-૬
સ્વદ્રવ્યમાં અત્યંત અભાવરૂપ છે. સમજાય છે કઈ? એ અભાવરૂપ છે ત્યાં તારો ભાવ ક્યાંથી આવ્યો? અહીંયાં તો પોતાના સ્વરૂપને, શુદ્ધતાને “ર વનયત્તિ શુદ્ધનું વેદન–અનુભવ કરતો નથી એ અજ્ઞાની વસ્તુના નિયમને નથી જાણતો કે આત્મા રાગનો કર્તા નથી. એવા નિયમને એ જાણતો નથી. આહાહા...! સમજાય છે કાંઈ?
ધીમેથી ધ્યાન રાખવું. કંઈ ન સમજાય એમ માનવું નહિ. ભગવાન કેવળજ્ઞાન લેવાની તાકાતવાળો પ્રભુ (છે). એક સમયમાં કેવળજ્ઞાન લે, એક સમયમાં આહાહા.. તેને આવી વાત ન સમજાય, ન સમજાય એ શલ્ય એને સમજવા દેતું નથી. સમજાય છે કાંઈ? ભગવાન પૂર્ણાનંદનો નાથ, અહીંયાં તો જીવરાશિ બધાને કીધી ને? સર્વ જીવરાશિને કહ્યું કે, તું ભગવાન છો ને પ્રભુ! ત્રણકાળ ત્રણલોકમાં સર્વ જીવ ભગવત્ સ્વરૂપ છે એવી ભાવના તું કર. આહાહા...! ઈ આવી ગયું ને? “બંધ અધિકાર’માં. “વિનાશકર્તમ’. અથવા “સમયસાર જાણીને શું કરવું? બે ઠેકાણે ઈ આવે છે. આ કર ને આ વિચાર ને આ અનુભવ કરવો. આહાહા...!
જેની પર્યાયદષ્ટિ ગઈ, રાગને પોતાનો માનવો એ દૃષ્ટિ ગઈ અને સ્વભાવદૃષ્ટિ થઈ તો બીજાને પણ સ્વભાવ સ્વરૂપે જ જુએ છે. આહાહા. ભગવાન સ્વરૂપ ચૈતન્યમૂર્તિ ભગવાન છે. ભૂલ છે તો પર્યાયમાં છે તો પર્યાયબુદ્ધિ તો કાઢી નાખી છે. એ કારણે તેની પર્યાયમાં તેનું જ્ઞાન કરે છે પણ વસ્તુ ભગવાન સ્વરૂપ છે તેને તે સાધર્મી તરીકે આત્મા માને છે. આહાહા...! સમજાય છે કાંઈ?
અહીં કહે છે કે, વસ્તુ સ્વભાવનો અનુભવ. પાછી ન વયન્તિના અર્થમાં ભાષા ક્યાં સુધી લીધી? “સ્વાનુભવપ્રત્યક્ષપણે અનુભવતો નથી. આહાહા.! કહ્યું છે? કેમકે એમાં એક પ્રકાશ નામની શક્તિ છે. ભગવાન આત્મામાં... ૪૭ શક્તિનું વર્ણન છે ને? એવી તો અનંત શક્તિ છે પણ ૪૭ શક્તિના વર્ણનમાં એમ લીધું છે. નય ૪૭, શક્તિ ૪૭, ઉપાદાનનિમિત્તના દોહા ૪૭ અને ચાર કર્મની પ્રકૃતિ ૪૭. ૪૭ સમજાય છે? ચાર અને સાત. ત્યાં આચાર્યે ૪૭ શક્તિએ પૂરું કર્યું, નયમાં ૪૭ નય લઈ લીધા. સમજાય છે કાંઈ? ચાર ઘાતિ કર્મની પ્રકૃતિ ૪૭ છે અને ભૈયા ભગવતીદાસે ઉપાદાન-નિમિત્તના દોહા બનાવ્યા એ ૪૭ છે. તારી ચીજમાં તો આનંદનો નાથ પ્રભુ અનંત ગુણ છે ને પ્રભુ! આહાહા...! એ ચાર ઘાતિ કર્મના નિમિત્તે પર્યાયમાં હિણી દશા છે એ પણ તારામાં નથી. આહાહા...! તું તો પૂર્ણ છો. એવો જેને “વનયત્તિ અનુભવ પ્રત્યક્ષ કરતો નથી. આહાહા..! આ તો સારનો સાર છે, પ્રભુ!
સ્વાનુભવપ્રત્યક્ષપણે અનુભવતો નથી.” કોણ નથી અનુભવતો? મિથ્યાદૃષ્ટિ જીવરાશિ. પહેલા માથે કહ્યું. આહાહા! મિથ્યાદષ્ટિ જીવની રાશિ, પોતાના સ્વરૂપનો પ્રત્યક્ષ. આનંદનો અનુભવ કરતી નથી. આહાહા.! “સ્વાનુભવપ્રત્યક્ષપણે અનુભવતો નથી.” આહાહા.! અનુભવતો નથી તે સ્વભાવનો નિયમ જાણતો નથી તેથી તે રાગનો કર્તા થાય છે, એમ